Metro Court/ ‘ગુજરાતીઓને ઠગ’ કહેવાના નિવેદન મામલે તેજસ્વી યાદવ મેટ્રો કોર્ટ સમક્ષ થઈ શકે છે હાજર

તેજસ્વી યાદવ સામે ગુજરાતીઓને ઠગ કહેવા મામલે મેટ્રો કોર્ટમાં આજે સુનાવણી થશે. અગાઉ 13 ઓક્ટોબરના રોજ આ કેસમાં તેજસ્વી યાદવ તરફથી વકીલ સોમનાથ વત્સે હાજરી આપતા કોર્ટ સમક્ષ માફીની અરજી રજૂ કરી હતી.

Top Stories India
YouTube Thumbnail 26 ‘ગુજરાતીઓને ઠગ’ કહેવાના નિવેદન મામલે તેજસ્વી યાદવ મેટ્રો કોર્ટ સમક્ષ થઈ શકે છે હાજર

બિહારના નાયબ મુખ્ય પ્રધાન તેજસ્વી યાદવ સામે ગુજરાતીઓને ઠગ કહેવા મામલે મેટ્રો કોર્ટમાં સુનાવણી થશે. અગાઉ 13 ઓક્ટોબરના રોજ આ કેસમાં તેજસ્વી યાદવ તરફથી વકીલ સોમનાથ વત્સે હાજરી આપતા કોર્ટ સમક્ષ માફીની અરજી રજૂ કરી હતી. મેટ્રો કોર્ટે માફી અરજી માટે સમય આપતા 4 નવેમ્બરના રોજ તેજસ્વી યાદવને હાજર રહેવા ફરમાન કર્યું હતું. જેના બાદ આજે 4 નવેમ્બરના રોજ સુનાવણી હાથ ધરવામાં આવશે.

તેજસ્વી યાદવ એક જાહેર મંચ પર ગુજરાતીઓને ઠગ કહ્યા હતા. જેનો એક ગુજરાતીએ વિરોધ કરતા ફરિયાદ દાખલ કરી. સામાજિક કાર્યકર અને બિઝનેસમેન હરેશ મહેતાએ તેજસ્વી યાદવે આપેલા નિવેદન મામલે મેટ્રો કોર્ટમાં માનહાનિનો કેસ દાખલ કર્યો છે. આ મામલાનો ઓરિજિનલ વીડિયો કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો. તેમજ સાક્ષીઓના નિવેદનો પણ નોંધવામાં આવ્યા હતા. જેના બાદ કોર્ટે અવલોકન કર્યું કે પ્રથમ દ્રષ્ટિએ આ બાબત ગુનો બને છે. કેમકે તેજસ્વી યાદવના આ પ્રકારના નિવેદનથી સમગ્ર ગુજરાતી સમુદાયની લાગણી દુભાઈ છે.

કોર્ટના માનવા મુજબ ગુજરાતીઓને ઠગ કહેવાના નિવદેનના કારણે દેશમા ઘેરા પ્રત્યાઘાત પડી શકે. તેમજ જુદાં જુદાં રાજ્યમાં વસતા ગુજરાતીઓ અને સ્થાનિકો લોકોમાં વૈમનસ્ય ઊભું થાય એવી સંભાવના છે. કોર્ટે તપાસ પૂર્ણ કરીને તેજસ્વી યાદવને સમન્સ ઈશ્યૂ કરતા કેસની સુનાવણી દરમ્યાન તેમના વકીલે હાજરી આપી હતી. સમન્સ સંદર્ભે તેમના અસીલે આજના દિવસ પૂરતી હાજરીમાં મુક્તિ માગી હતી, જેને કોર્ટે ગ્રાહ્ય રાખીને 4 નવેમ્બરના રોજ પ્લી-રેકોર્ડ કરવા જણાવ્યું હતું. ગુજરાતીઓને ઠગ કહેવાના પોતાના નિવેદનના કેસની સુનાવણીમાં આજે તેજસ્વી યાદવ અમદાવાદ મેટ્રો કોર્ટ સમક્ષ હાજર થશે.


whatsapp ad White Font big size 2 4 ‘ગુજરાતીઓને ઠગ’ કહેવાના નિવેદન મામલે તેજસ્વી યાદવ મેટ્રો કોર્ટ સમક્ષ થઈ શકે છે હાજર


આ પણ વાંચો : Accident/ ઉદેપુર-અમદાવાદ હાઈવે પર કાર અને ટ્રાવેલ્સ વચ્ચે ભયંકર અકસ્માત, 4 યુવાનોના મોત

આ પણ વાંચો : US New Statement/ ઇઝરાયેલ, હમાસ યુદ્ધ પર યુએસનું નવું નિવેદન, “પેલેસ્ટિનિયનોને જીવવાનો અધિકાર છે”, ઇઝરાયેલ માટે આ કહ્યું

આ પણ વાંચો : Rajkot/ ગૃહિણીઓની દિવાળી બગડી! કપાસિયા તેલના ભાવમાં એક જ દિવસમાં તોતિંગ વધારો