Accident/ ઉદેપુર-અમદાવાદ હાઈવે પર કાર અને ટ્રાવેલ્સ વચ્ચે ભયંકર અકસ્માત, 4 યુવાનોના મોત

રાજસ્થાના ડુંગરપૂરના વીંછીવાડાથી શામળાજી વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો,જેમાં ગુજરાતના યુવકોએ નેશનલ હાઈવે 48 પર રોન્ગ સાઈડમાં કાર હંકારી હતી.

Top Stories Gujarat
YouTube Thumbnail 2023 11 04T105734.726 ઉદેપુર-અમદાવાદ હાઈવે પર કાર અને ટ્રાવેલ્સ વચ્ચે ભયંકર અકસ્માત, 4 યુવાનોના મોત

રાજસ્થાના ડુંગરપૂરના વીંછીવાડાથી શામળાજી વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો,જેમાં ગુજરાતના યુવકોએ નેશનલ હાઈવે 48 પર રોન્ગ સાઈડમાં કાર હંકારી હતી, જેથી કારની એક ખાનગી બસ સાથે ટક્કર થઈ હતી. આ ટક્કરમાં અરવલ્લીના મોડાસાના ચાર યુવકોના ઘટના સ્થળે જ મોત નિપજ્યા હતા. તો એક યુવક ગંભીર રીતે ઘાયલ થયો છે.વીંછીવાડા પોલીસે અકસ્માત અંગે કાર્યવાહી હાથ ધરી છે.

માહિતી અનુસાર, શામળાજીથી 6 કિમી રાજસ્થાનમાં ઉદયપુર-અમદાવાદ હાઈવે પર આ અકસ્માત સર્જાયો હતો. ડુંગરપુર જિલ્લાના વીંછીવાડી પોલીસ સ્ટેશનના અધિકારી મદનલાલ ખટીકે જણાવ્યું કે, મોડી રાતે નેશનલ હાઈવે નંબર 48 પર ખુજરીના નાળા પાસે ગુજરાતની કાર રોન્ગ સાઈડ જઈ રહી હતી. ત્યારે આ કાર ખાનગી બસ સાથે ટકરાઈ હતી.જેમાં કારમાં સવાર ચાર યુવકોના દર્દનાક મોત નિપજ્યાં છે. જ્યારે કે, એક યુવક ગંભીર રીતે ઘાયલ થયો છે.

પોલીસે તપાસ કરતા જાણવા મળ્યું કે, કારમાં સવાર યુવકો અરવલ્લીના મોડાસાના હતા. અરવલ્લીના ચાર યુવાનોના માર્ગ અકસ્માતમાં મોત નિપજ્યા છે. ચાર મૃતક યુવકો શામળાજી પાસેના ગેડ, વેણપૂર, ખારી, પાંડરવાડા ગામના રહેવાલી છે.

 


આ પણ વાંચો: World Cup 2023/ ભારતીય ટીમને મોટો ઝટકો, હાર્દિક પંડ્યા વર્લ્ડ કપ 2023માંથી બહાર

આ પણ વાંચો: Pakistan/ પાકિસ્તાનમાં મોટો હુમલો, મિયાવાલીમાં PAF બેઝમાં અનેક આતંકીઓ ઘૂસ્યા

આ પણ વાંચો: Earthquake/ નેપાળમાં મોડી રાતે ભૂકંપથી વિનાશ, ડેપ્યુટી મેયર સહિત 129 લોકોના મોત