બસમાં મુસાફરી કરતા લોકો સાવધાન!/ ત્રણ વર્ષથી એક જ લકઝરીમાં MPથી અમદાવાદ આવતા વેપારીને ડ્રાઇવર અને કંડકટરે જ શિકાર બનાવ્યો

મધ્યપ્રદેશનો એક વેપારી છેલ્લા ત્રણેક વર્ષથી એક જ લકઝરી બસમાં મધ્યપ્રદેશથી અમદાવાદ આવતો હતો. તેની બેગમાં પૈસા ભરેલા હોવાની ખબર પડતાં જ બસના ડ્રાઈવર અને કંડક્ટરે ચોરીનો પ્લાન બનાવ્યો હતો.

Ahmedabad Gujarat
Untitled 11 5 ત્રણ વર્ષથી એક જ લકઝરીમાં MPથી અમદાવાદ આવતા વેપારીને ડ્રાઇવર અને કંડકટરે જ શિકાર બનાવ્યો

@રવિ ભાવસાર 

મધ્યપ્રદેશનો એક વેપારી છેલ્લા ત્રણેક વર્ષથી એક જ લકઝરી બસમાં મધ્યપ્રદેશથી અમદાવાદ આવતો હતો. તેની બેગમાં પૈસા ભરેલા હોવાની ખબર પડતાં જ બસના ડ્રાઈવર અને કંડક્ટરે ચોરીનો પ્લાન બનાવ્યો હતો. તેમણે 47 લાખ ભરેલી બેગ ચોરી કરી હતી. અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે ત્રણ આરોપીઓને ઝડપીને 47 લાખ કબજે કર્યા હતાં અને આરોપીઓ સામે વધુ કાર્યવાહી હાથ ધરી હતી.

પ્રાપ્ત વિગતો પ્રમાણે મધ્યપ્રદેશના વેપારી તેજારામ પ્રજાપતિ છેલ્લા ત્રણેક વર્ષથી એક જ લકઝરી બસમાં મુસાફરી કરીને અમદાવાદ ધંધાર્થે આવતા હતાં. તેઓ દર અઠવાડિયે ભોપાલ ખાતેથી અમદાવાદ આવવાના સમયે મોટી રોકડ રકમ બેગમાં લઇને આવતા હોવાનું લકઝરી બસના કંડક્ટર અને ડ્રાઈવરના ધ્યાને આવ્યું હતું. જેથી તેમણે વેપારીની બેગમાંથી પૈસા ચોરવાનો પ્લાન બનાવ્યો હતો.

તેમણે ભોપાલથી અમદાવાદ ખાતે આવવાના સમયે પેસેન્જરોને જમવા માટે લકઝરી સોનકચ્છ નજીક આવેલા પપ્પુ ઢાબા ખાતે લકઝરી ઉભી રાખી હતી.જ્યાં વેપારી તેજારામ જમવા માટે નીચે ઉતર્યા હતાં તે સમયે આરોપી કંડકટર હિરાલાલના ભાઇ ભેરાલાલને તેની બેગની ચોરી કરવા માટેનો પ્લાન બનાવી તેને પણ ચોરીના પ્લાનમાં સામેલ કર્યો હતો.ઘડેલ પ્લાન મુજબ ત્રણેય આરોપીઓ 23 જુલાઈના રોજ અમદાવાદથી ભોપાલ ખાતે લકઝરી બસમાં આવ્યા હતા.

24 જુલાઈના રાત્રે નવેક વાગે રાબેતા મુજબ લકઝરી બસ પપ્પુ ઢાબા ખાતે પેસેન્જરોને જમવા માટે ઉભી રહેલી આ સમયે કંડકટર હિરાલાલે તેના ભાઇ ભેરાલાલને ઇશારો કરી વેપારીની બેગ બતાવી દીધી હતી. જેથી આરોપી ભેરાલાલ તે રોકડ રૂપિયા ભરેલી બેગની ચોરી કરી ત્યાંથી નીકળી ગયો હતો. જે ચોરીમાંથી મળેલા રૂપિયા 47 લાખના ભાગ પાડી ત્રણેય આરોપીઓ રાજસ્થાન ખાતે જઇ રહેલા તે સમયે પકડાઈ ગયાં હતાં. આરોપીઓ પૈકી બે આરોપીઓ શ્રીનાથ ટ્રાવેલ્સની બસ અમદાવાદથી ભોપાલના રૂટમાં ડ્રાઇવર તથા કંડક્ટર તરીકે કામ કરતાં તેમજ ત્રીજો આરોપી કંડક્ટરનો ભાઇ થાય છે.

આ પણ વાંચો:પંજાબના હેડમાસ્ટર્સની IIT અમદાવાદમાં ટ્રેનિંગ, જાણો સરકારના આ પગલા પાછળનું કારણ

આ પણ વાંચો:ઉજડા ગામે મનરેગાના કામોમાં ભ્રષ્ટાચારનો આક્ષેપ, ”માટી મેટલના રસ્તાઓનાં કામો માંટે લાખો રૂપિયા ઉઠાવ્યા”

આ પણ વાંચો:બિસ્માર રસ્તા મુદ્દે સ્થાનિકોમાં આક્રોશ, વિદ્યાર્થીઓના અભ્યાસ પર પણ પડી રહી છે અરસ

આ પણ વાંચો:પાલનપુરમાં રખડતા ઢોરોનો ત્રાસ, આખલાએ બાળકને લીધું અડફેટે:જુઓ CCTV