Not Set/ ONGC અમદાવાદ દ્વારા બાબાસાહેબ આંબેડકરની જન્મજયંતિની ઉજવણી

અમદાવાદ, આજે ડો.બાબા સાહેબ આંબેડકરની જન્મજયંતિ છે ત્યારે સમગ્ર દેશમાં તેની ઉજવણી કરવામાં આવી રહી છે. આબેંડકરની જન્મજયંતિના ભાગરૂપે ONGC અમદાવાદ દ્વારા તેની ઉજવણી કરાઈ હતી. ONGCના કેમ્પસ ખાતે સ્થાપેલી બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને પુષ્પાંજલિ કરીને કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી. કાર્યક્રમમાં મોટી સંખ્યામાં અખિલ ભારતીય અનુસૂચિત જાતી અને અનુસૂચિત જનજાતી કર્મચારી કલ્યાણ સંગઠન ના […]

Ahmedabad Gujarat
ONGC 2 1 ONGC અમદાવાદ દ્વારા બાબાસાહેબ આંબેડકરની જન્મજયંતિની ઉજવણી

અમદાવાદ,

આજે ડો.બાબા સાહેબ આંબેડકરની જન્મજયંતિ છે ત્યારે સમગ્ર દેશમાં તેની ઉજવણી કરવામાં આવી રહી છે. આબેંડકરની જન્મજયંતિના ભાગરૂપે ONGC અમદાવાદ દ્વારા તેની ઉજવણી કરાઈ હતી. ONGCના કેમ્પસ ખાતે સ્થાપેલી બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને પુષ્પાંજલિ કરીને કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી. કાર્યક્રમમાં મોટી સંખ્યામાં અખિલ ભારતીય અનુસૂચિત જાતી અને અનુસૂચિત જનજાતી કર્મચારી કલ્યાણ સંગઠન ના લોકો ઉપસ્થિત રહ્યા હતા.

ONGC ONGC અમદાવાદ દ્વારા બાબાસાહેબ આંબેડકરની જન્મજયંતિની ઉજવણી
આંબેડકરની પ્રતિમાને પુષ્પાંજલી અર્પણ કરાઇ હતી

કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે ONGC અમદાવાદના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર દેવશીશ બાસુ ઉપસ્થિત રહ્યા હતા. નોંધનીય છે કે આ પ્રસંગે ઉપસ્થિત તમામ અનુસૂચિત જાતિ અને જનજાતિ ના લોકોને ONGC અમદાવાદ દ્વારા જરૂરી વ્યવસાય લક્ષી સામગ્રી પણ આપવામાં આવી હતી. આ રીતે બાબા સાહેબ આંબેડકરને વ્હાલા એવા દલિત ભાઈઓ બેહનો સાથે ONGC ના કર્મચારીઓએ આ દિવસની ઉજવણી કરી.