ગાંધીનગર/ ગિફ્ટ સિટીમાં દારૂ પીવાની છૂટ બાદ દારૂના રસિયાઓ હરખપદુડા થઈ ક્લબના બન્યા મેમ્બર

રાજ્ય સરકારે ગિફ્ટ સિટીમાં આપેલ દારૂ પીવાની છૂટ ના પગલે ગિફ્ટ ક્લબમાં મેમ્બરશીપ ફુલ થતા ક્લબે નવા મેમ્બર નહીં બનાવવા ક્લોઝના બોર્ડ મૂકી દીધા હતા.

Top Stories Gandhinagar Gujarat

@ઘનશ્યામ ગોસ્વામી

Gandhinagar News: રાજ્ય સરકારે ગિફ્ટ સિટીમાં આપેલ દારૂ પીવાની છૂટ ના પગલે ગિફ્ટ ક્લબમાં મેમ્બરશીપ ફુલ થતા ક્લબે નવા મેમ્બર નહીં બનાવવા ક્લોઝના બોર્ડ મૂકી દીધા હતા. રાજ્ય સરકારે ગુજરાતમાં દારૂ પીવા માટે ધીમે ધીમે મુક્તિ તરફ આગળ નિર્ણયો કરી રહી છે તાજેતરમાં ગિફ્ટ સિટી ખાતે દારૂ પીવાની છૂટ આપવાની જાહેરાત કરાઈ હતી બાદમાં સરકારે રાજ્યનો 1600 કિલોમીટર દરિયાના કિનારે બીચ પર દારૂ પીવાની છૂટ આપતી દરખાસ્ત તૈયાર કરે છે જેની મંજૂરીની મોહરની રાહ જોવાઈ રહી છે

સરકારે ગિફ્ટ સિટીમાં દારૂ વેચવા માટે નહીં પરંતુ દારૂ પીવા માટે મંજૂરી આપવાની નિશા નિર્દેશ બહાર પાડ્યા છે અને તે મુજબ ગિફ્ટ સિટીમાં આવેલ હોટલ તેમજ ક્લબમાં બેસીને કોઈ વ્યક્તિ દારૂની મહેફીલ માણી શકશે ગિફ્ટ સિટી ખાતે આવેલ ગિફ્ટ સિટી ક્લબમાં અગાઉના મેમ્બર બનવા માટે ક્લબના અધિકારીઓ દ્વારા લોકોને આજીજી કરી ક્લબની વિશિષ્ટ સમજાવતા હતા અને કબલ મેમ્બર થવા માટે આગ્રહ કરતાં હતા.

જેમાં ક્લબના મેમ્બર તરીકે 2000 થી અંદર સભ્યો હતા પરંતુ સરકારે જેવી દારૂ પીવાની છૂટ આપવાની જાહેરાત કરી કે તરત જ ક્લબની મેમ્બરશીપમાં મોટો ઉછાળો આવ્યો હતો,ગણતરીના દિવસોમાં ગિફ્ટ સિટીમાં દારૂ પીવાની છૂટ આપવાથી જાહેરાત કરતાની સાથે જ ક્લબમાં આજે મેમ્બરશીપ ફુલ થઈ ગયા ના પાટીયા ક્લબના અધિકારીઓ દ્વારા લગાવી દીધા છે જાણવા મળ્યા મુજબ ક્લબમાં 3 હજાર જેટલા મેમ્બરો બની ચૂક્યા છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:
આ પણ વાંચો:
આ પણ વાંચો: