Election/ પોલીસ ભાજપનાં ઇશારે કામ કરે છે – કોંગ્રેસ MLA ગ્યાસુદ્દિન શેખનાં સનસનીખેજ આક્ષેપ

મહાનગરપાલિકા ના ઈલેક્શન ને લઈને ભાજપ અને કોંગ્રેસ બંને પોતાના ઉમેદવાર ને જીતાડવા માટે એડી ચોટી નું જોર લગાવે છે, ત્યારે દરિયાપુરનાં કોંગ્રેસ ના ધારાસભ્ય ગ્યાસુદિન શેખ

Gujarat Others
congress1 પોલીસ ભાજપનાં ઇશારે કામ કરે છે - કોંગ્રેસ MLA ગ્યાસુદ્દિન શેખનાં સનસનીખેજ આક્ષેપ

મહાનગરપાલિકા ના ઈલેક્શન ને લઈને ભાજપ અને કોંગ્રેસ બંને પોતાના ઉમેદવાર ને જીતાડવા માટે એડી ચોટી નું જોર લગાવે છે, ત્યારે દરિયાપુરનાં કોંગ્રેસ ના ધારાસભ્ય ગ્યાસુદિન શેખ દ્વારા પોલીસ પર આક્ષેપ કરવામાં આવ્યા છે. ગ્યાસુદિન શેખના પોલીસ પર આક્ષેપ છે કે પોલીસ દ્વારા ભાજપનાં ઈશારે કામ કરવામાં આવે છે. આજે જ્યારે ઉમેદવાર ને ફોર્મ પાછું ખેંચાવનો છેલ્લા દિવસે હતો, ત્યારે અપક્ષ ઉમેદવારને ખેડા ફાર્મ ખાતે લાઇ જવામાં આવ્યા હતા.

પોલીસે તમામ અપક્ષ ઉમેદવારને નજર કેદ રાખ્યા હતા  જેને લઈને અપક્ષ ઉમેદવાર આજે ફોર્મ પાછું ન ખેંચી શકે તે માટે તેમને નજર કેદ કરવામાં આવ્યા હતા. જેને લઈને કોંગ્રેસ ના ધારાસભ્ય ગ્યાસુદિન શેખ એ ભાજપ ના ઈશારે પોલીસ કામ કરી રહી હોવાના આક્ષેપ સાથે મુખ્ય ચૂંટણી કમિશનર અને અમદાવાદ પોલીસ કમિશ્નર ને પત્ર લખ્યો હતો.

કોંગ્રેસ ના ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખનો પોલીસ પર આક્ષેપ કરતા પોલીસ ભાજપના ઇશારે કામ કરતી હોવાનો આક્ષેપ કરી, દરિયાપૂરમાં 10 જેટલા અપક્ષ ઉમેદવારને પોલીસ પેહરા હેઠળ રાખવામા આવ્યા હોવાની વાત કહેતા રાજકીય ભૂકંપ જોવી સ્થિતિ સર્જાઇ હતી. અપક્ષ ઉમેદવારોને પોલીસે અમદાવાદ નજીક ફાર્મ હાઉસમાં નજરકેદ રાખ્યાનો પણ આક્ષેપ હાલનાં સમયે સનસનીખેજ કહેવાય.

 

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

નાગરીકોની શિસ્તબધ્ધતા અને તંત્રની અથાગ મહેનતનાં કારણે ગુજરાતમાં કોરોના નામશેષ થવાનાં આરે પહોંચી ચૂક્યો છે. ગાફેલ રહેવાની બીલકુલ જરુર નથી કારણ કે કોરોનાની સંપૂર્ણ નાબૂદીમાં હજુ થોડો સમય લાગશે. જો કેગુજરાતનાં આ સદનસીબ છે કે કોરોનાની ચાલ મંદી પડી છેબાકી વિશ્વનાં અનેક દેશમાં આજે પણ કોરોના કહેર વર્તાવી જ રહ્યો છે. આવા સમયે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કેકોરોનાથી ડરવાની નહીંપરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે અને જે આપણે કરી પણ બતાવ્યું છે. છતા પણ બને તેટલો જાહેર સંપર્ક ટાળોકોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોયચાલો સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવીએ…