bus strike/ અમદાવાદમાં BRTSની ઇલેક્ટ્રિક બસોના ડ્રાઇવર સહિતના કર્મચારીઓની હડતાળ

ઇલેકટ્રીક બસ ના ડ્રાઇવર સહિત કર્મચારીઓએ અચાનક હડતાળ પાડિ દેતા હાવ બીઆરટીએસની વ્યનવસ્થા ખોરવાઇ ગઇ છે. આ બસના ડ્રાઇવરોએ તમામ બસો ડેપોમાં મૂકી દીધી છે

Top Stories Gujarat
10 17 અમદાવાદમાં BRTSની ઇલેક્ટ્રિક બસોના ડ્રાઇવર સહિતના કર્મચારીઓની હડતાળ
  • અમદાવાદમાં BRTSની ઇલેક્ટ્રિક બસોમાં હડતાળ
  • ડ્રાયવર અને કર્મચારીઓ એ પાડી અચાનક જ હડતાળ
  • પગાર,બોનસની માગ સાથે કરવામાં આવી હડતાળ
  • તમામ બસોને ડેપોમાં મુકવામાં આવી
  • મુસાફરોને પ્રવાસમાં પડી શકે છે મુશ્કેલીઓ

ગુજરાત વિધાનસભાની ચૂંટણીને ગણતરીના દિવસો બાકી છે ત્યારે સરકારી કર્મચારીઓ સહિત વિવિધ એકમોના કર્મચારીઓ હડતાળ પાડિ રહ્યા છે. અમદાવાદમાં  બીઆરટીએસની ઇલેકટ્રીક બસોના કર્મચારીઓએ હડતાળ પાડિ દેતા તંત્ર મુશ્કેલીમાં આવી ગયું છે. ઇલેકટ્રીક બસ ના ડ્રાઇવર સહિત કર્મચારીઓએ અચાનક હડતાળ પાડિ દેતા હાવ બીઆરટીએસની વ્યનવસ્થા ખોરવાઇ ગઇ છે. આ બસના ડ્રાઇવરોએ તમામ બસો ડેપોમાં મૂકી દીધી છે.

ઉલ્લેખનીય છે કે અમદાવાદના બીઆરટીએસ ઇલેકટ્રીક બસના  ડ્રાઇવર અને કર્મચારીઓએ પગાર, બોનસની માંગને લઇને અચાનક હડતાળ પાડિ દીધી છે, આ હડતાળના લીધે મુસાફરોને ભારે  પારાવાર મુશેકેલીનો સામનો કરવો પડિ શકે છે.