israel hamas war/ કેટલાય ગુજરાતીઓ પર ઘાત છે ઇઝરાયેલ-હમાસ યુદ્ધ

ઇઝરાયેલ અને હમાસ વચ્ચેના આ યુદ્ધમાં કેટલાય ગુજરાતીઓ સપડાયા છે. કેટલાય ગુજરાતીઓ ઇઝરાયેલમાં વર્ક વિઝા પર કામ કરે છે. તેઓ ત્યાંની કંપનીઓમાં વર્ક વિઝા પર ગયેલા છે. આ લોકોનો જીવ જોખમમાં છે.

Top Stories Ahmedabad Gujarat
YouTube Thumbnail 14 3 કેટલાય ગુજરાતીઓ પર ઘાત છે ઇઝરાયેલ-હમાસ યુદ્ધ

અમદાવાદઃ ઇઝરાયેલ અને પેલેસ્ટાઇનના હમાસના આતંકવાદીઓ વચ્ચે રીતસરનું યુદ્ધ ચાલી રહ્યુ છે. બંને તરફથી જોરદાર હુમલા ચાલુ છે. આ યુદ્ધ હમાસના આતંકવાદીઓ દ્વારા શરૂ કરવામાં આવતા ઇઝરાયેલે પણ વળતો પ્રહાર કર્યો છે. ઇઝરાયેલે હમાસના આતંકવાદીઓના કેટલાય ઠેકાણા નષ્ટ કરી નાખ્યા છે. આ યુદ્ધનું ભારતનું અને તેમા પણ ખાસ કરીને ગુજરાતને અસર કરતું એક પાસુ પણ છે.
ઇઝરાયેલ અને હમાસ વચ્ચેના આ યુદ્ધમાં કેટલાય ગુજરાતીઓ સપડાયા છે. કેટલાય ગુજરાતીઓ ઇઝરાયેલમાં વર્ક વિઝા પર કામ કરે છે. તેઓ ત્યાંની કંપનીઓમાં વર્ક વિઝા પર ગયેલા છે. આ લોકોનો જીવ જોખમમાં છે. સરકારે સ્પષ્ટ સૂચના આપી છે કે લોકો ઘરની બહાર ન નીકળે. હમાસના આતંકવાદીઓ રસ્તા પર જુએ તેને ઠાર કરી રહ્યા છે. તેઓએ લગભગ હજાર જેટલા ઇઝરાયેલીઓને ખતમ કરી નાખ્યા છે.
એકલા વડોદરાના જ અઢીસોથી વધારે ગુજરાતીઓ ઇઝરાયેલમાં ફસાયા છે. તેઓ અચાનક થયેલા હુમલાથી સ્તબ્ધ છે. તેઓને હવે શું કરવું તેની કોઈ દિશા સૂઝી રહી નથી. ઇઝરાયેલ જતીઆવતી ફ્લાઇટ્સ પણ હાલમાં તો આતંકવાદી હુમલાના લીધે બંધ થઈ ગઈ છે.
ઇઝરાયેલમાં ફસાઈ ગયેલાઓમાં મુખ્યત્વે મહિલાઓનો સમાવેશ થાય છે. આ મહિલાઓ ઇઝરાયેલમાં નર્સ તરીકે સેવા આપે છે. ઉલ્લેખનીય છે કે ભારતીય નર્સ સમગ્ર વિશ્વમાં કુશળ મનાય છે, તેથી તેની સમગ્ર વિશ્વમાં માંગ હોય છે. આ જ રીતે ઇઝરાયેલમાં પણ કેટલીય ગુજરાતી નર્સ ત્યાંની વિવિધ હોસ્પિટલમાં સેવા આપી રહી છે.
હવે આ મહિલાઓ યુદ્ધની ભીષણ સ્થિતિમાં મૂકાતા તેમના કુટુંબીજનો ચિંતામાં મૂકાયા છે. તેમા તો કેટલીય મહિલાઓ તેમના કુટુંબનો આધાર છે. તેમની કમાણી પર જ કુટુંબનું ગાડું ગબડે છે. ભારતનું વિદેશ મંત્રાલય સ્થિતિ પર ચાંપતી નજર રાખી રહ્યુ છે.
આતંકવાદી સંગઠન હમાસ દ્વારા ઈઝરાયેલ પર કરવામાં આવેલા હુમલામાં મૃત્યુઆંક સતત વધી રહ્યો છે. બીજી તરફ ઈઝરાયેલ દ્વારા ગાઝા પટ્ટીમાં આતંકવાદીઓ વિરુદ્ધ કરવામાં આવેલી કાર્યવાહીની અસર પણ દેખાઈ રહી છે. અત્યાર સુધીમાં બે હજારથી વધુ લોકોના મોત થઈ ચૂક્યા છે. ઈઝરાયેલમાં અત્યાર સુધીમાં હજારથી વધુ લોકોના મોત થયા હોવાના અહેવાલ છે. બીજી તરફ ગાઝા પટ્ટીમાં પણ લોકોના મોટાપાયા પર મોત થયા છે.

 

આ પણ વાંચોઃ ક્રાઈમ/ મહિલાને દારૂ પીવડાવી પિતા-પુત્રએ હાથ પગ બાંધ્યા અને….

આ પણ વાંચોઃ Heart Attack/ ગુજરાતમાં વધુ ત્રણ હાર્ટ એટેકની ઘટના, બેના મોત: એક સવાર હેઠળ

આ પણ વાંચોઃ Israel Hamas War/ હમાસ સામે ઈઝરાયેલને અમેરિકાનું સમર્થન, અમેરિકા મોકલશે તેનો ખૂબ જ શક્તિશાળી નૌકા કાફલો