Not Set/ સુરત: ગણેશ વિસર્જન માટે આ બે દિવસ સિંગણપોર કોઝવે બંધ રહેશે

સુરત, ગણેશ ઉત્સવની પુર્ણાહુતિ નજીક છે અને રાજ્યમાં દુંદાળા દેવની હજારો પ્રતિમાઓ નદીઓના નીરમાં વિસર્જીત થઇ રહી છે.ગણેશજીની આ પ્રતિમાઓમાં પ્લાસ્ટર ઓફ પેરિસથી બનેલી પણ હજારો મુર્તિઓ છે.પોલ્યુશનને ધ્યાનમાં રાખીને સુરતમાં ગણેશ ઉત્સવ દરમિયાન તાપી નદીમાં શ્રીજીની પ્રતિમાના વિસર્જન પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. આ પ્રતિબંધના અમલ માટે સુરત મહાનગરપાલિકા અને સુરત પોલીસ કામગીરી કરી […]

Gujarat Surat
srt ganesh સુરત: ગણેશ વિસર્જન માટે આ બે દિવસ સિંગણપોર કોઝવે બંધ રહેશે

સુરત,

ગણેશ ઉત્સવની પુર્ણાહુતિ નજીક છે અને રાજ્યમાં દુંદાળા દેવની હજારો પ્રતિમાઓ નદીઓના નીરમાં વિસર્જીત થઇ રહી છે.ગણેશજીની આ પ્રતિમાઓમાં પ્લાસ્ટર ઓફ પેરિસથી બનેલી પણ હજારો મુર્તિઓ છે.પોલ્યુશનને ધ્યાનમાં રાખીને સુરતમાં ગણેશ ઉત્સવ દરમિયાન તાપી નદીમાં શ્રીજીની પ્રતિમાના વિસર્જન પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.

આ પ્રતિબંધના અમલ માટે સુરત મહાનગરપાલિકા અને સુરત પોલીસ કામગીરી કરી રહી છે. ગણેશ વિસર્જન દરમિયાન તાપી નદીમાં વિસર્જન ન થાય તે માટે 22થી 24 સપ્ટેમ્બર રાખવાનો જાહેરનામુ પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે.

સુરતના મ્યુનિસિપલ કમિશનરે બહાર પાડેલાં જાહેરનામા પ્રમાણે  22 સપ્ટેમ્બરે રાત્રીના ૧૦:૦૦ વાગ્યાથી ૨૪ સપ્ટેમ્બરે સવારે ૧૦:૦૦ વાગ્યા સુધી શહેરના સિંગણપોર અને રાંદેરને જોડતો વિયર કમ કોઝવે ટ્રાફિક માટે સંપૂર્ણ બંધ રાખવામાં આવ્યો છે. જો કોઈ વ્યક્તિ આ જાહેરનામાનો ભંગ કરશે તો એની સામે શિક્ષાત્મક પગલા ભરવામાં આવશે એવું પણ જણાવાયું છે.

ગણેશ વિસર્જનની કામગીરી દરમિયાન કોઝવે બંધ રાખવાનો હેતુ એ છે કે કોઈ વ્યક્તિ કોઝવેની અંદર ગણેશજીની પ્રતિમાનું વિસર્જન કરી શકે નહીં. . ગણેશ વિસર્જનની કામગીરી પૂરી થયા બાદ 24મીએ 10:00 ટ્રાફિક માટે પૂર્વવત કરી દેવાશે.

સુરતમાં તાપી નદીમાં ગણેશ વિસર્જન પર પ્રતિબંધ પછી ડુમ્મસ અને હજીરાના દરિયામાં મોટે પાયે પ્રતિમાનું વિસર્જન થઇ રહ્યું છે.