પાલનપુરઃ પાલનપુરમાં (Palanpur) દંપતીએ (Couple) ઝેરી દવા પી લીધી હતી. પતિપત્ની બંનેએ ઝેરી દવા પી લેતા બંનેને સારવાર માટે પાલનપુર સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. તેમા પતિનું મોત થયું છે અને પત્નીની સ્થિતિ ગંભીર છે. પાલનપુરની હરિઓમ સોસાયટીમાં આ ઘટના બની છે.
સમગ્ર પ્રકરણમાં પતિ ચંદ્રકાંત રાવલ અને તેમના પત્નીએ ઝેરી દવા પીધી હતી. તેમા સારવાર દરમિયાન ચંદ્રકાંતભાઈનું મોત થયું હતું. જ્યારે પત્નીની સ્થિતિ હજી પણ ગંભીર છે. ઝેરી દવા પીવાનું કારણ હજી સુધી જાણી શકાયું નથી. પોલીસે અકસ્માત મોત નોંધીને તપાસ શરૂ કરી છે.
ઉલ્લેખનીય છે કે રાજ્યમાં અને દેશમાં વિવિધ કારણોસર આત્મહત્યાના બનાવોમાં વધારો થઈ રહ્યો છે. આત્મહત્યાના મુખ્ય કારણોમાં પતિપત્નીમાં પારિવારિક ઝગડા, દહેજ, ઘરકંકાસ, પ્રેમીપ્રેમિકાની ઘટના, બળાત્કાર, વ્યાજખોરોનો ત્રાસ, વિદ્યાર્થીઓને ભણવાનો તણાવ, નાણાકીય તકલીફ મુખ્ય કારણ તરીકે બહાર આવ્યા છે. ગુજરાતમાં છેલ્લા વર્ષમાં 25 હજારથી વધુ લોકોએ આત્મહત્યા કરી હતી. ઉલ્લેખનીય છે કે દેશમાં આત્મહત્યાના મોરચે કેરળ સૌથી આગળ હોવાનું એનસીઆરબીના આંકડા જણાવે છે.
આ પણ વાંચોઃ
આ પણ વાંચોઃ
આ પણ વાંચોઃ