Gujarat/ ગરીબ અને મધ્યમવર્ગીય વિદ્યાર્થીઓના ડૉક્ટર બનવાના સ્વપ્ન થશે પૂર્ણ, રાજ્ય સરકારનો શ્રેષ્ઠ પ્રયાસ

ગુજરાત : રાજ્ય સરકાર ગરીબ અને મધ્યમવર્ગીય વિદ્યાર્થીઓના ડૉક્ટર બનવાના સ્વપ્નને પૂર્ણ કરવાનું ભગીરથ કાર્ય કરવા જઈ રહી છે. રાજ્યમાં હાલ ૪૦ મેડિકલ કૉલેજ અંતર્ગત U.G.(સ્નાતક) ની ૭૦૫૦ અને P.G.(અનુસ્નાતક)ની ૨૭૬૧ બેઠક ઉપલબ્ધ છે.

Top Stories Gujarat
YouTube Thumbnail 2024 02 29T122715.805 ગરીબ અને મધ્યમવર્ગીય વિદ્યાર્થીઓના ડૉક્ટર બનવાના સ્વપ્ન થશે પૂર્ણ, રાજ્ય સરકારનો શ્રેષ્ઠ પ્રયાસ

ગુજરાત : રાજ્ય સરકાર ગરીબ અને મધ્યમવર્ગીય વિદ્યાર્થીઓના ડૉક્ટર બનવાના સ્વપ્નને પૂર્ણ કરવાનું ભગીરથ કાર્ય કરવા જઈ રહી છે. રાજ્યમાં હાલ ૪૦ મેડિકલ કૉલેજ અંતર્ગત U.G.(સ્નાતક) ની ૭૦૫૦ અને P.G.(અનુસ્નાતક)ની ૨૭૬૧ બેઠક ઉપલબ્ધ છે. વર્ષ ૨૦૨૭ સુધીમાં U.G.(સ્નાતક)ની અંદાજિત ૮૫૦૦ અને P.G.(અનુસ્નાતક)ની ૩૭૦૦ બેઠક ઉપલબ્ધ બનશે. રાજ્યમાં ૬ સરકારી ઉપરાંત  ૧૩ GMERS કૉલેજ બનશે. નોંધનીય છે કે GMERS કૉલેજ માં અભ્યાસ કરતા કુલ વિદ્યાર્થીઓમાંથી ૭૨% વિદ્યાર્થીઓને સરકારની વિવિધ યોજનાઓ અંતર્ગત ફી માં રાહત મળે છે.

રાજ્યમાં છેલ્લા બે વર્ષમાં મેડિકલ બેઠકોમા વધારો થયો છે. આ અંગેની વિગતો જોઇએ તો સ્નાતકની ૧૩૫૦ અને અનુસ્નાતકની ૫૩૧ બેઠકો વધી છે. વર્ષ ૨૦૨૭ સુધીમાં U.G.(સ્નાતક) ની ૮૫૦૦ અને P.G.(અનુસ્નાતક) ની અંદાજિત ૩૭૦૦ બેઠક ઉપલબ્ધ કરાવવા સરકારે આયોજન હાથ ધર્યું છે. મંત્રી એ વધુમાં ઉમેર્યું હતું કે, GMERS કૉલેજમાં અભ્યાસ કરતા અંદાજિત ૨૪૦૦ વિદ્યાર્થીઓ પૈકી ૧૭૪૩ એટલે કે ૭૨% વિદ્યાર્થીઓને સરકારની વિવિધ યોજનાઓ અંતર્ગત ફી માં રાહત આપવામાં આવે છે.

છેલ્લા ૨ દાયકામાં મેડિકલ કૉલેજ અને બેઠકોમાં થયેલ વધારાની સ્થિતિ જોઇએ તો , વર્ષ ૨૦૦૧માં ૧૦ મેડિકલ કૉલેજની સામે વર્ષ-૨૦૨૪માં ૪૦ કૉલેજ (૪૦૦%), ૧૨૭૫ સ્નાતક બેઠકની સામે ૭૦૫૦(૫૫૩%) અને ૮૩૦ અનુસ્નાતક બેઠકની સામે ૨૯૪૭(૩૩૫%)(૧૮૬-DNBની બેઠકો)નો વધારો થયો છે.

આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ એ વિધાનસભામાં જણાવ્યું હતું કે, ડૉક્ટર બનવાનુ સ્વપ્ન સેવતા રાજ્યના ગરીબ અને મધ્યમ વર્ગીય વિદ્યાર્થીઓના સ્વપ્નને પાંખ આપવાનું ભગીરથ કાર્ય રાજ્ય સરકારે કર્યું છે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના પ્રત્યેક જિલ્લામાં મેડિકલ કોલેજ કાર્યરત કરવાના સંકલ્પને સિદ્ધ કરવાની દિશામાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વ હેઠળની રાજ્ય સરકારે આ કામગીરી હાથ ધરી છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:અમિત શાહ ગાંધીનગર લોકસભા બેઠક પરથી ચૂંટણી લડશે! જાણો ગુજરાતમાં ટિકિટના દાવેદાર કોણ છે

આ પણ વાંચો:છેલ્લા ત્રણ વર્ષમાં 25 હજારથી વધુ લોકોએ કર્યો આપઘાત, જેમાંથી લગભગ 500 છે વિદ્યાર્થીઓ

આ પણ વાંચો:ગોપાલજી મંદિરની જમીન પર પાપીઓનો કબજો, ટ્રસ્ટે કરી ગૃહમંત્રીને ન્યાય માટે અરજી

આ પણ વાંચો:વિદેશી સામાનની વધુ તપાસ ન કરવા લાંચ લેતા કસ્ટમના બે અધિકારી સહિત 3 ઝડપાયા