Surat News: વડાપ્રધાન નરેન્દ્ર મોદી 17 ડિસેમ્બરે સુરત ડાયમંડ બોર્સ નું ઉદ્ઘાટન કરવા સુરત પહોંચશે. આ ઈમારત અમેરિકાની પેન્ટાગોન ઈમારત કરતા પણ મોટી છે. ઉદ્ઘાટન બાદ પીએમ મોદી હીરાના વ્યવસાય સાથે જોડાયેલા વેપારીઓ અને કામદારોને સંબોધિત કરશે. સુરત ડાયમંડ બોર્સ નું પંચધાતુથી બનેલું મોડેલ વડાપ્રધાનને ભેટ આપવા માટે તૈયાર કરવામાં આવ્યું છે.

સુરતના હીરા ઉદ્યોગપતિ જતીન કાકડિયાએ વડાપ્રધાનને ભેટ આપવા માટે સુરત ડાયમંડ બોર્સની બિલ્ડિંગની જેમ જ પંચધાતુમાંથી સુરત ડાયમંડ બોર્સ તૈયાર કર્યું છે. તેની સુંદરતા જોવા લાયક છે. વાસ્તવિક સુરત ડાયમંડ બોર્સમાં દરેક 14 માળના 9 ટાવર છે. એ જ રીતે પંચધાતુમાંથી બનાવેલ સુરત ડાયમંડ બોર્સ મોડેલમાં 9 ટાવર બનાવવામાં આવ્યા છે.

આ મોડલમાં ડાયમંડ પણ લગાવવામાં આવ્યા છે. ફ્લોરા જ્વેલ્સ પ્રાઈવેટ લિમિટેડના માલિક જતીન કાકડિયાએ જણાવ્યું કે આ મોડલ તૈયાર કરવામાં તેમને 7 દિવસનો સમય લાગ્યો છે. જ્યારે જતીનને આ મોડલની કિંમત પૂછવામાં આવી તો તેણે કિંમત જણાવવાની ના પાડી દીધી અને કહ્યું કે ગિફ્ટમાં આપવામાં આવેલી વસ્તુની કોઈ કિંમત નથી, તે અમૂલ્ય છે.

આ મોડેલ હાલમાં સુરત જ્વેલરી મેન્યુફેક્ચરિંગ એસોસિએશન દ્વારા સરસાણા કન્વેન્શન સેન્ટર, સુરત ખાતે આયોજિત રૂટ્ઝ-બી2બી જેમ્સ એન્ડ જ્વેલરી પ્રદર્શનમાં પ્રદર્શિત કરવામાં આવ્યું છે. આ જોવા માટે ઘણા લોકો આવી રહ્યા છે. બીજી તરફ વડાપ્રધાનના આગમન પહેલા સુરત એરપોર્ટને ઈન્ટરનેશનલ એરપોર્ટ જાહેર કરવામાં આવ્યું છે. વડાપ્રધાન એરપોર્ટનું ઉદ્ઘાટન પણ કરવાના છે.
આ પણ વાંચો:અમેરિકા મોકલવાના કબૂતરબાજી કૌભાંડમાં ફરાર આરોપી ઝડપાયો
આ પણ વાંચો:જામનગરની ગર્વમેન્ટ ડેન્ટલ કોલેજ અને હોસ્પિટલને ISP દ્વારા રાષ્ટ્રીય કક્ષાનો એવોર્ડ એનાયત
આ પણ વાંચો:અમદાવાદ ઇલેક્ટ્રિક વાહનોનું વેચાણ વધ્યું, નવા 12 ઇલેક્ટ્રિક વાહન ચાર્જિંગ સ્ટેશન કર્યા તૈયાર
આ પણ વાંચો:સુરતમાં ભરચક રોડ પર સ્કેટિંગ કરતા યુવાનનો વીડિયો વાયરલ, પોલીસે શરૂ કરી તપાસ
