ગુજરાતમાં આગના બનાવો દિવસેને દિવસે વધતાં જોવા મળી રહ્યા છે.ત્યારે ક્યારેક આગ ભયંકર સ્વરૂપ ધારણ કરતી હોય છે.જેના લીધે લાખો કરોડોના માલનું નુકશાન થતું હોય છે.જેમાં આજે અમરેલીના લાઠીના આસોદર ગામમાં આગ લાગી હતી. ગામના રહેણાક વિસ્તારમાં અચાનક આગ લગતા ગ્રામજનો ઘટના સ્થળે પહોચ્યા હતા.
આગના લીધે ઘરની તમામ ઘરવખરી બળીને ખાખ થાય ગઈ હતી.સ્થાનિકોએ ઘટના સ્થળે પહોચીને પાણીનો મારો ચલાવીને ભારી જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો.મળતી માહિતી અનુસાર આગ ઘરમાં શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાનું જાણવા મળ્યું છે.
મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –
નાગરીકોની શિસ્તબધ્ધતા અને તંત્રની અથાગ મહેનતનાં કારણે ગુજરાતમાં કોરોના નામશેષ થવાનાં આરે પહોંચી ચૂક્યો છે. ગાફેલ રહેવાની બીલકુલ જરુર નથી કારણ કે કોરોનાની સંપૂર્ણ નાબૂદીમાં હજુ થોડો સમય લાગશે. જો કે, ગુજરાતનાં આ સદનસીબ છે કે કોરોનાની ચાલ મંદી પડી છે, બાકી વિશ્વનાં અનેક દેશમાં આજે પણ કોરોના કહેર વર્તાવી જ રહ્યો છે. આવા સમયે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે અને જે આપણે કરી પણ બતાવ્યું છે. છતા પણ બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય, ચાલો સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવીએ…
