- વડોદરામાં જિલ્લા કક્ષાના સ્વતંત્ર પર્વની ઉજવણી
- કાર્યક્રમમાં હાજર 6 જવાનો બેભાન થયા
- સ્વાતંત્ર્ય દિનની પરેડમાં આવેલા 6 જવાનો બેભાન
- ગૃહ પ્રધાનની ચાલુ સ્પીચમાં જવાનો થયા બેભાન
આજે ભારત 75માં સ્વાતંત્ર્ય દિનની ઉજવણી કરી રહ્યો છે. ત્યારે ગુજરાતનાં વડોદરાથી પરેડમાં હાજરી આપેલા જવાનોને લઇને એક મોટા સમાચાર સામે આવ્યા છે. જણાવી દઇએ કે, આજે સ્વાતંત્ર્ય દિનની ઉજવણીમાં પરેડમાં ભાગ લેવા આવેલા 6 જવાનો અચાનક બેભાન થઇ ગયા હોવાનુ સામે આવી રહ્યુ છે.
આ પણ વાંચો – Independence Day / દુનિયાનાં આ પાંચ દેશો પણ 15 મી ઓગસ્ટે જ મનાવે છે પોતાનો સ્વતંત્રતા દિવસ
આપને જણાવી દઇએ કે, ગુજરાત સહિત સમગ્ર દેશમાં આજે સ્વાતંત્ર્ય દિનની ઉજવણી કરી રહ્યો છે. ત્યારે ગુજરાતનાં વડોદરા શહેરમાં પરેડમાં ભાગ લઇ રહેલા 6 જવાનો અચાનક બેભાન થઇ ગયા હોવાનુ સામે આવી રહ્યુ છે. જણાવી દઇએ કે, વડોદરામાં રાજ્યનાં ગૃહમંત્રી પ્રદિપસિંહ જાડેજા ધ્વજવંદન બાદ સ્પીચ આપી રહ્યા હતા, જે દરમ્યાન અચાનક 6 જવાનો બેભાન થઇ ગયા હતા. જે બાદ ત્યા હાજર અન્ય જવાનો આ બેભાન થયેલા જવાનોને ઉચા કરીને તાત્કાલિક સારવાર અર્થે લઇ ગયા હતા.
આ પાણ વાંચો – દંડ / ફરાળના નામે ભેળસેળયુક્ત ચીજવસ્તુઓ વેચતા વેપારીઓ ચેતજો, રાજકોટમાં ત્રણ જવાબદારોને 2,95,000 હજાર દંડ ફટકારાયો
ઉલ્લેખનીય છે કે, આજે દેશનાં 75માં સ્વાતંત્ર્ય દિવસે વડાપ્રધાન મોદીએ 8 મી વખત લાલ કિલ્લાથી ત્રિરંગાને ફરકાવ્યો હતો. વળી ગુજરાતમાં મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જુનાગઢ ખાતે ધ્વંજવંદન કર્યુ હતુ. આ પ્રસંગે રાજ્યપાલ આચાર્ય દેવવ્રત પણ ઉપસ્થિત રહ્યાં છે. જૂનાગઢમાં આજે રાજ્યકક્ષાના સ્વતંત્રતા પર્વ (15th August) ની ઉજવણી પર મુખ્યમંત્રી વિજય રૂપાણી બિલખા રોડ પરના PTC ગ્રાઉન્ડમાં તિરંગો ફરકાવ્યો છે. તેમણે ધ્વજવંદન કર્યા બાદના સંબોધનમાં કહ્યું કે, છેલ્લા બે વર્ષથી આપણે કોરોના સામે લડી રહ્યા છે. કોરોનાની બીજી લહેરના અનુભવો આધારે ત્રીજી લહેરની તૈયારી કરી રહ્યા છીએ. ભગવાન કરે ને ત્રીજી લહેર ન આવે. વેક્સિનમાં 4 કરોડ ડોઝ આપી ગુજરાત દેશમાં પ્રથમ ક્રમે છે.
જુઓ સમગ્ર અહેવાલ મંતવ્ય ન્યૂઝ સાથે…
