ગુજરાત ગૌરવ યાત્રા/ ભાજપ અધ્યક્ષ જેપી નડ્ડાએ કર્યું ગુજરાત ગૌરવ યાત્રાનું ઉદ્ઘાટન, દિગ્ગ્જ નેતાઓ રહ્યાં હાજર

આ કાર્યક્રમમાં રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નડ્ડાએ સંબોધન કરતા જણાવ્યું કે, આજે ગૌરવ યાત્રા થકી માં બહુચરાજીના આશિર્વાદ મેળવવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું છે. આ ગૌરવ યાત્રા…

Top Stories Gujarat
Gujarat Gaurav Yatra

Gujarat Gaurav Yatra: ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી. જેપી નડ્ડાએ ગુજરાત ગૌરવ યાત્રા શરૂ કરી છે. આ સાથે ભાજપે આજથી ચૂંટણી પ્રચાર શરૂ કરી દીધો છે. બહુચરાજી માતાના મંદિરથી ગૌરવ યાત્રાનો પ્રારંભ થયો છે. આ પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ ઉપસ્થિત રહ્યા હતા. તો કેન્દ્રીય મંત્રી પુરુષોત્તમ રૂપાલ, ભાજપ પ્રમુખ સી.આર. પાટીલ, નીતિન પટેલ અને રજની પટેલ પણ હાજર રહ્યા હતા. બહુચરાજી માતાના મંદિરે માતાજીના દર્શન કર્યા બાદ જે.પી. નડ્ડાએ ગૌરવ યાત્રા શરૂ કરી.

આ કાર્યક્રમમાં રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નડ્ડાએ સંબોધન કરતા જણાવ્યું કે, આજે ગૌરવ યાત્રા થકી માં બહુચરાજીના આશિર્વાદ મેળવવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું છે. આ ગૌરવ યાત્રા ભારતીય જનતા પાર્ટીની ગૌરવ યાત્રા નથી. આ યાત્રા નિકાળનાર ભાજપ હોઇ શકે, આ ગૌરવ યાત્રા માત્ર ગુજરાતની નથી. આ ગૌરવ યાત્રા ભારતના ગૌરવને સ્થાપિત કરતી યાત્રા છે. આજે દેશ આત્મ નિર્ભર, વોકલ ફોર લોકલ, વિકસીત ભારત બનાવવા વડાપ્રઘાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં દેશ જે ઉચાંઇ પર જઇ રહ્યુ છે તે યાત્રાની ગંગોત્રી ગુજરાત છે. ગુજરાતે દેશને સાધુ સંતો, સામાજીક સુઘારકો, પ્રખર નેતાઓ આપ્યા છે. આ ગૌરવ યાત્રાથી ગુજરાતનો એક એક નાગરીક ગૌરવવાંતીત થશે. રાજકીય નેતા કેવી રીતે પ્રદેશ અને દેશની તસવીર બદલે તેનું જીવતું ઉદાહરણ આપણે ગુજરાતથી જોયુ છે અને હવે દેશની વિકાસ યાત્રા જોઇ રહ્યા છે.

જેપી નડ્ડાએ વધુમાં જણાવ્યું કે, કોંગ્રેસે ભાઇને ભાઇથી લડાવે છે. જ્યા પાણી જોઇતુ હતું ત્યા પાણી ન આપ્યુ. જે વિકાસની યાત્રા ચાલતી તેને અટકાવાનો પ્રયાસ કર્યો. આજે સમય તો જુઓ કોંગ્રેસ આજે અટકેલી ફસાયેલી અને ભટકેલી છે.એક બાજુ મમતાએ નેનો પ્લાન્ટને ના પાડી દીધી તો બીજી બાજુ આપણા ગુજરાતના તે સમયના મુખ્યમંત્રી નરેન્દ્રએ  નેનો પ્લાન્ટનુ ગુજરાતમાં સ્વાગત કર્યુ. કોરોના મહામારીથી દેશને વડાપ્રઘાન નરેન્દ્ર મોદીએ બચાવી લીધું. દેશને કોરોના સામે રક્ષણ મળે તે માટે એક નહી બે-બે રસી ફ્રીમાં આપી. યુક્રેનમાં યુદ્ધ સમયે દેશના યુવા વિદ્યાર્થીઓને પરત લાવવાનું સફળતાથી કામ કર્યુ. બંને દેશ વચ્ચે ચાલી રહેલા યુદ્ધને PM મોદી સાહેબે એક ફોન કરી અટકાવ્યું અને 22 હજાર વિદ્યાર્થીઓને સલામત ભારત લાવ્યા. પહેલા કોંગ્રેસની સરકારમાં દિવસભર નેશનલ હાઇવે માત્ર 12 કિ.મી બનતા પરંતુ આજે 37 કિ.મી બને છે. એક સમયે દેશમાં રેલ લાઇન એક વર્ષમાં 375 કિ.મી બનતી આજે 1458 કિ.મી રેલા લાઇન બને છે. એક સમયે 27 હજાર કરોડ એગ્રી કલ્ચરનું બજેટ હતું આજે એક લાખ 24 હજાર કરોડ બજેટ છે. દેશના ખેડૂતોને કિસાન સમાન નિધી મળે છે. આજે મોદીજી 11 કરોડ ખેડૂતોને તેમના ખાતમાં 2-2 હજાર રૂપિયા સીધા જમા કરાવે છે. પાછલા 21 વર્ષમાં ગુજરાતની છબી બદલાઇ છે. આજે ગુજરાત સ્ટાર્ટ અપમાં, સોલર, ઇઝ ઓફ ડુઇંગ બીઝનેસ, પાવર એનર્જી, સર પ્લસ પાવર, શિક્ષણ, હેલ્થમાં ગુજરાત આગળ છે.

આ કાર્યક્રમમાં કેન્દ્રીયમંત્રી પરષોત્તમ રૂપાલાએ સંબોધન કરતા જણાવ્યું કે, માં બહુચરાજીની પાવન ઘરતી પરથી આજથી ગૌરવ યાત્રાનો પ્રારંભ થયો છે. દિવાળીનો તહેવાર નજીક છે ત્યારે ખૂબ મોટી સંખ્યામાં કાર્યકરો અને જનતા ઉપસ્થિત છે સાથે જનતાને કહેવુ છે લોકશાહીનો તહેવાર પણ નજીક આવી રહ્યો છે. પહેલા આ વિસ્તારમાં ગાંડા બાવળના વૃક્ષો જોવા મળતા પરંતુ આજે આ વિસ્તારમાં ઓટો ઇન્ડસ્ટ્રી આવવાથી આ વિસ્તાર મોંઘો બન્યો છે. કલોલમાં નેનો યુરિયાનું પ્રોડકશન શરૂ થઇ ગયું છે. ખેડૂતોને પહેલા ખંભે 50 કિલોની બેગ લઇ ખેતરમાં જતા હતા તેના બદલે હવે ખીસ્સામાં 500 એમ.એલની બોટલ લઇ ખેતી કરવા જઇ શકાય એવી ક્રાંતીકારી શોધ થઇ છે. આજે વડાપ્રઘાન મોદીના અથાગ પ્રયત્નોથી માં નર્મદાનું નીર કેવડીયાથી કચ્છ સુઘી પહોંચ્યું છે.

આ કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે સંબોધન કરતા જણાવ્યું કે, વડાપ્રઘાન મોદીએ માર્ગદર્શનમાં છેલ્લા બે દાયકાથી ગુજરાત વિકાસનું ગ્રોથ એન્જિન બન્યું છે. દરેક ક્ષેત્રે વિકાસના પાયા નખાયા છે. દેશમાં આવેલ કોરોના મહામારીમાં દેશનો કોઇ ગરીબ ભૂખ્યો ન સુવે તેના માટે પણ PM મોદીએ ચિંતા કરી અને 80 કરોડ લોકોને નિ:શુલ્ક અનાજ આપવાની વ્યવસ્થા કરાવી હતી. કોરોના પછી પણ ગુજરાત નાણાકીય વ્યવસ્થામાં નિતિ આયોગ પ્રમાણે આજે નંબર વનની પોઝીશન પર છે. PM મોદી, દેશના ગૃહમંત્રી અમિત શાહ, રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નડ્ડા તેમજ પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલના નેતૃત્વમાં આવનાર ચૂંટણીમાં ભવ્ય જીત મેળવવા પ્રયાસ કરીએ.

આ પણ વાંચો: Diwali gift / રાજ્ય સરકારના કર્મચારીઓ અને પેન્શનરોની દિવાળી સુધરશે, લેવાયો મહત્વનો નિર્ણય