Ahmedabad News/ અમદાવાદમાં લિસ્ટેડ બુટલેગરના ઘર પર બુલડોઝર ફેરવાયું

આજથી અમદાવાદ સહિતના શહેરોમાં ગુજરાત પોલીસ એક્શનમાં જોવા મળશે.

Top Stories Ahmedabad Gujarat

Ahmedabad News: DGPનાં આદેશ બાદ ગુનાહિત પ્રવૃત્તિઓ (Criminal Activities)માં સંડોવાયેલા 7612 વ્યક્તિઓની યાદી તૈયાર કરવામાં આવી છે. આજે અમદાવાદ (Ahmedabad)ના સરખેજમાં લિસ્ટેડ સ્મગલર બાબુ રાઠોડનું ગેરકાયદેસર બાંધકામ તોડી પાડવામાં આવ્યું. આ પોલીસની હાજરીમાં બુલડોઝર (Bulldozer) ચલાવવામાં આવ્યું હતું. લિસ્ટેડ બુટલેગર બાબુ રાઠોડ વિરુદ્ધ ડ્રગ્સ અને મારામારી કરવી સહિતના 23 ગુનાઓ પોલીસ ચોપડે નોંધાયેલા છે.

ગુજરાત પોલીસે (Gujarat Police) ચાર મેટ્રો શહેરો સહિત વિવિધ જિલ્લાઓમાં 7612 ગુનેગારો (Criminals)ની ગુનાહિત પ્રોફાઇલ તૈયાર કરીને કાયદાનો પાઠ ભણાવવાનું કામ શરૂ કર્યું છે. રીઢા ગુનેગારો સામે ‘પાસા’ અને ‘તડીપાર’ કરવા સહિતની કાર્યવાહી કરવામાં આવશે અને તેમના ઘર પર બુલડોઝર ચલાવવામાં આવશે. આજથી અમદાવાદ સહિતના શહેરોમાં ગુજરાત પોલીસ એક્શનમાં જોવા મળશે.

સુરત પોલીસે તૈયાર કરેલી 1400 ગુનેગારોની યાદીમાં 350 હાર્ડકોર ગુનેગારોની યાદી તૈયાર કરવામાં આવી છે. શહેરભરમાં અસામાજિક તત્વો દ્વારા આચરાતી ગુનાહિત પ્રવૃત્તિઓને રોકવા માટે સુરત પોલીસે હવે તૈયારીઓ કરી છે. સોશિયલ મીડિયા પર પોસ્ટ કરનારા લોકોની યાદી પણ તૈયાર કરવામાં આવી છે. આગામી દિવસોમાં તેની સામે કાર્યવાહી કરવામાં આવશે.

રાજકોટ શહેર પોલીસ કમિશનર બ્રજેશ કુમાર ઝા, સંયુક્ત પોલીસ કમિશનર મહેન્દ્ર બાગરિયા, ડીસીપી પાર્થરાજસિંહ ગોહિલ, સજ્જનસિંહ પરમાર અને જગદીશ બાંગરવાના માર્ગદર્શન હેઠળ તમામ પોલીસ સ્ટેશનો દ્વારા એક ખાસ યાદી તૈયાર કરવામાં આવી છે અને ગુનામાં સંડોવાયેલા આરોપીઓની યાદી તૈયાર કરવામાં આવી છે, જેમાં કુલ 756 આરોપીઓની યાદી તૈયાર કરીને રાજ્યના ગૃહ વિભાગને સુપરત કરવામાં આવી છે. રાજકોટ પોલીસે તૈયાર કરેલી યાદી રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનની ટાઉન પ્લાનિંગ શાખાને પણ સોંપવામાં આવી છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:શહેરમાં અસામાજિક તત્વોનો આતંક, મોડી રાત્રે મચાવ્યો હોબાળો

આ પણ વાંચો:અમદાવાદના નિકોલમાં ગરબામાં ગુંડાગીરી, અસામાજિક તત્વોનો આતંક

આ પણ વાંચો:અમદાવાદના 15 MLA અસામાજિક તત્વોના ત્રાસ મામલે શું કહે છે ? જ્યાં પરપ્રાંતિયો વધુ છે ત્યાં બનાવો બને છે