Bihar News/ કેન્દ્રીય મંત્રી નિત્યાનંદ રાયના સગા ભાણેજોનો સામસામે ગોળીબાર,એકનું મોત

નિત્યાનંદ રાયના બનેવીના નવગચીયાના જગતપુરમાં બની હતી. મળતી માહિતી મુજબ સામાન્ય વિવાદમાં બંનેએ એકબીજા પર ગોળી મારી હતી.

Top Stories India
1 2025 03 20T132720.554 કેન્દ્રીય મંત્રી નિત્યાનંદ રાયના સગા ભાણેજોનો સામસામે ગોળીબાર,એકનું મોત

Bihar News: એક નાની એવી તકરાર ક્યારે મોટું સ્વરૂપ લઈલે એ કોઈ કહી નથી શકતું આવીજ ઘટના જગતપુરમાં રહેતા ગુલ્લો યાદવના ઘરે બની હતી. જી હા…કેન્દ્રીય ગૃહ રાજ્ય મંત્રી નિત્યાનંદ રાયના બે ભાણેજ જયજીત યાદવ અને વિકલ યાદવે વિવાદમાં એકબીજાને ગોળી મારી દીધી હતી.જેમાં વિકલનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું જ્યારે જયજીતની હાલત નાજુક છે.

આપને જણાવી દઈએ આ ઘટના ગુરુવારે સવારે નિત્યાનંદ રાયના બનેવીના નવગચીયાના જગતપુરમાં બની હતી. મળતી માહિતી મુજબ સામાન્ય વિવાદમાં બંનેએ એકબીજા પર ગોળી મારી હતી. ત્યાના લોકો અનુસાર, સવારે 6.30 વાગ્યે જયજીતને પાણી આપનાર નોકરે તેની હથેળી પાણીના વાસણમાં બોળીને પાણી આપ્યું, જેના કારણે વિકલ સાથે ઝઘડો શરૂ થયો. અને આ ઝઘડાએ પછી ઉગ્ર સ્વરૂપ લીધું હતું.

આ બંને ભાઈઓને પહેલેથીજ એક બીજા સાથે તકરાર થતી રહેતી હતી અને એક બીજા સાથે બનતું ન હતું. અને આજ કારણે  પાણી બાબતે નજીવી તકરારમાં વિકલે ઘરમાંથી પિસ્તોલ લાવીને જયદીપને મોઢા પર ગોળી મારી હતી. જોકે ગોળી જડબામાં વાગી અને બહાર નીકળી ગઈ હતી.આ દરમિયાન જયજીત પહેલા જમીન પર પડ્યો પરંતુ થોડીવારમાં જ તે તાકાતથી ઉભો થયો અને તેને વિકલનો સામનો કર્યો અને તેની પાસેથી પિસ્તોલ છીનવી લીધી. આ પછી તેને નજીકથી વિકલને ગોળી મારી દીધી હતી.

ગોળી વાગતાજ  વિકલનું ઘટનાસ્થળે જ મોત થયું હતું. જો કે, તેના શ્વાસ શરૂ હોવાની આશામાં તેના પરિવારજનો તેને નવગચીયા હોસ્પિટલ લઈ ગયા, જ્યાં ડોક્ટરોએ તેને મૃત જાહેર કર્યો હતો. અતિશય રક્તસ્ત્રાવના કારણે જયજીતની હાલત પણ નાજુક છે. તબીબોએ તેને સારી સારવાર માટે બહાર લઈ જવા કહ્યું છે, જે માટેની કવાયત શરૂ કરી દેવામાં આવી છે. ઘટનાની માહિતી મળતાં જ રેન્જ આઈજી વિવેક કુમારે એસપી નવગચિયાને પરિસ્થિતિનું ધ્યાન રાખવા અને સુરક્ષાના તમામ પગલાં લેવા જણાવ્યું છે.

વધુમાં આ બનાવ અંગે નવાગાચીયા પરબત્તા પોલીસે તપાસ શરૂ કરી છે. પોલીસની ટીમે FSL ટીમને જાણ કરી હતી અને ઘટના સ્થળની સ્ટાઈલીંગ અને વીડિયોગ્રાફી કરવામાં આવી હતી. આ સાથે ઈલેક્ટ્રોનિક પુરાવા એકત્ર કરવાની કામગીરી પણ શરૂ કરી દેવામાં આવી છે.અને આ બાબતે વધુ તપાસ કરવામા આવી રહી છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:કોંગ્રેસમાં મોટો ફેરબદલ: બઘેલને પંજાબના પ્રભારી બનાવાયા, અજય લલ્લુને બઢતી, બિહારમાં આશ્ચર્ય

આ પણ વાંચો:કોંગ્રેસમાં મોટો ફેરબદલ: બઘેલને પંજાબના પ્રભારી બનાવાયા, અજય લલ્લુને બઢતી, બિહારમાં આશ્ચર્ય

આ પણ વાંચો:બિહારમાં ચાલતી ટ્રેનમાં ચડવાનો પ્રયાસ કરતી વખતે 16 વર્ષના વિદ્યાર્થીનો પગ કપાયો, સ્ટેશન પર અંધાધૂંધી