વિધાનસભાની પેટા ચૂંટણી/ મોરવા હડફ બેઠકની વિધાનસભાની પેટાચૂંટણી જાહેર, આ તારીખે યોજાશે ચૂંટણી

મોરવા હડફ બેઠકની વિધાનસભાની પેટાચૂંટણી જાહેર, આ તારીખે યોજાશે ચૂંટણી

Top Stories Gujarat Others

ગુજરાત રાજ્યમાં ચૂંટણીની મૌસમ જામી છે. હાલમાં જ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી સંપન્ન થઇ છે. ત્યાં વધુ એક વિધાનસભા માટે પેટા ચૂંટણીની જાહેરાત ચૂંટણી પંચ દ્વારા કરવામાં આવી છે. પંચમહાલ જીલ્લાના મોરવા હડફ  વિધાનસભાની ખાલી પડેલી બેઠક ઉપર ચૂંટણીની જાહેરત કરવામાં આવી છે. આગામી 17 એપ્રિલે આ બેઠક માટે મતદાન યોજાશે. જયારે 2 મેના રોજ મતગણતરી હાથ ધરાશે.

ઉલ્લેખનીય છે કે અપક્ષ ધારાસભ્ય  ભુપેન્દ્ર ખાંટના નિધન પગલે આ વિધાનસભા બેઠક ખાલી પડી હતી. વર્ષ ૨૦૧૭ માં યોજાયેલી વિધાનસભાની ચૂંટણીમાં પંચમહાલ જિલ્લાની આદિવાસી અનામત બેઠક મનાતી મોરવા હડફ પરથી અપક્ષ તરીકે ચૂંટાયેલા ભૂપેન્દ્ર ખાંટના ધારાસભ્ય પદને લઈને વિવાદ થયો હતો. જેમાં ભૂપેન્દ્ર ખાંટના જાતિ પ્રમાણ પત્રને લઈને હાઈકોર્ટમાં અપીલ કરવામાં આવી હતી. આ બેઠક ઉપર ભાજપના ઉમેદવારે અપક્ષ ઉમેદવાર તરીકે ઉભેલા ભૂપેન્દ્ર ખાંટ આદિવાસી નહીં હોવાનો આક્ષેપ કર્યો હતો.

ભૂપેન્દ્ર ખાંટ વિરુદ્ધ જાતિ પ્રમાણપત્રને લઇને કોર્ટમાં કેસ ચાલી રહ્યો હતો. જેના પગલે વિધાસભામાં અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદીએ મોરવા હડફના અપક્ષ ધારાસભ્ય ભૂપેન્દ્ર ખાંટ સામે કાર્યવાહી કરી તેમને સસ્પેન્ડ કર્યા હતા. અને થોડા મહિના પહેલા તેમનું નિધન થયું છે. જેને પગલે બેઠક ખાલી પડી છે.