Bhavnagar News : ભાવનગર જિલ્લામાં બે PSI સસ્પેન્ડ થતાં પોલીસ વિભાગમાં ખળભળાટ મચી ગયો છે. ભાવનગર એસપીએ પાલીતાણાના પોલીસ સબ-ઇન્સ્પેક્ટર એ. વી. સિંગલ અને ભરતનગરના પોલીસ સબ-ઇન્સ્પેક્ટર ગણેશ પરમાર સામે આ પગલું લીધું છે. આ અધિકારીઓ દ્વારા પોતાના કામ પ્રેત્યે ઉદાસિનતા જણાતા કાર્યવાહી કરવામાં આવી હોવાનું સામે આવ્યું છે.
કયા અધિકારીઓ પર કાર્યવાહી?
મળતી માહિતી મુજબ પાલીતાણા ટાઉન પોલીસ સ્ટેશન (Palitana Town police station)માં ફરજ બજાવતા પોલીસ સબ-ઇન્સ્પેક્ટર એ. વી. સિંગલને સસ્પેન્ડ કરાયા છે. બીજા અધિકારી ભાવનગર શહેરના ભરતનગર પોલીસ સ્ટેશન (Bharatnagar police station)ના પોલીસ સબ-ઇન્સ્પેક્ટર ગણેશ પરમાર છે. આ બંને અધિકારીઓને સોંપાયેલી તપાસની કામગીરીમાં ગંભીર ગેરરીતિ કે ક્ષતિ થઈ હોવાનું સામે આવ્યું હતું.
તપાસમાં ક્ષતિ બદલ લેવાયા પગલાં
પોલીસ વિભાગની આંતરિક તપાસમાં બંને અધિકારીઓની કામગીરી શંકાસ્પદ અને નિયમ વિરુદ્ધ જણાઈ હતી. તેના આધારે ભાવનગર એસપી (Bhavnagar SP) નીતિશ પાંડેયએ તાત્કાલિક પગલાં લીધાં છે.
બે PSI સસ્પેન્ડ બાદ પોલીસ બેડામાં ફફડાટ
એક સાથે બે PSIને સસ્પેન્ડ કરાતા જિલ્લાના પોલીસ બેડામાં ભારે ખળભળાટ મચી ગયો છે. ઉચ્ચ અધિકારીઓની કડક કાર્યવાહીથી વિભાગમાં દોડધામ છે. ફરજમાં ઢીલાશ દાખવતા અધિકારીઓમાં પણ ફફડાટ વ્યાપી ગયો છે.
આ પણ વાંચો: ગીર સોમનાથમાં જુગાર રેડ બાદ ₹5 લાખના તોડકાંડનો વિવાદ, બે પોલીસ સબ-ઇન્સ્પેક્ટર સસ્પેન્ડ
આ પણ વાંચો: પ્રજ્ઞાચક્ષુને માર મારનાર પોલીસ સબ-ઇન્સ્પેક્ટર સસ્પેન્ડ
આ પણ વાંચો: સુરતમાં પોલીસની કારમાંથી દારૂની બોટલો મળી આવતાં પોલીસ સબ-ઇન્સ્પેક્ટર સસ્પેન્ડ
