Not Set/ ક્રિકેટ/ બેવડી સદી ફટકારી ડોન બ્રેડમેનનને પાછળ પાડી દીધા રોહિત શર્માએ

રાંચી, વિરાટ કોહલી બાદ હવે રોહિત શર્મા રેકોર્ડની વણઝાર કરી રહ્યો છે.32 વર્ષના રોહિત શર્માએ સાઉથ આફ્રિકા સામે ત્રણ ટેસ્ટ મેચોની સીરિઝમાં ત્રીજી સદી ફટકારી છે. રાંચી ટેસ્ટના બીજા દિવસે તેણે પોતાની બેવડી સદી પૂરી કરવા સાથે અન્ય કેટલાક રેકોર્ડ્સ પણ પોતાના નામે કર્યા. રોહિતે ભારતની ધરતી પર પોતાની 12મી ટેસ્ટ (18મી ઈનિંગ્સ)માં રમતા 99.84ની […]

Top Stories Sports
રાંચી,
વિરાટ કોહલી બાદ હવે રોહિત શર્મા રેકોર્ડની વણઝાર કરી રહ્યો છે.32 વર્ષના રોહિત શર્માએ સાઉથ આફ્રિકા સામે ત્રણ ટેસ્ટ મેચોની સીરિઝમાં ત્રીજી સદી ફટકારી છે. રાંચી ટેસ્ટના બીજા દિવસે તેણે પોતાની બેવડી સદી પૂરી કરવા સાથે અન્ય કેટલાક રેકોર્ડ્સ પણ પોતાના નામે કર્યા.
રોહિતે ભારતની ધરતી પર પોતાની 12મી ટેસ્ટ (18મી ઈનિંગ્સ)માં રમતા 99.84ની એવરેજ હાંસેલ કરી લીધી છે. ઘરઆંગણે ઓછામાં ઓછી 10 ટેસ્ટ મેચોમાં રમી ચૂકેલા ખેલાડીઓની સૌથી વધુ એવરેજની વાત કરીએ તો રોહિતે મહાન ઓસ્ટ્રેલિયન બેટ્સમેન ડોન બ્રેડમેનને પાછળ છોડી દીધા છે.
ડોન બ્રેડમેને પોતાની ધરતી પર 33 ટેસ્ટની 50 ઈનિંગ્સમાં 98.22ની એવરેજથી 4322 રન બનાવ્યા હતા. જ્યારે રોહિતે ભારતમાં 12 ટેસ્ટ મેચોમાં અત્યાર સુધી 99.84ની એવરેજથી 1298 રન બનાવ્યા છે. જેમાં 6 સદી અને 5 અડધી સદી શામેલ છે.રોહિતનો હાઈએસ્ટ સ્કોર 212 રનનો છે.
રોહિત શર્મા ટેસ્ટ અને વન-ડે ઈન્ટરનેશનલ બંનેમાં 200+ રન કરનાર દુનિયાનો ચોથો બેટ્સમેન બની ગયો છે. આ પહેલા સચિન તેંડુલકર, વિરેન્દ્ર સેહવાગ અને ક્રિસ ગેઈલ આ રેકોર્ડ પોતાના નામે કરી ચુક્યા છે.
રોહિત શર્મા સાઉથ આફ્રિકા સામેની હાલની ટેસ્ટ સીરિઝમાં અત્યાર સુધી 19 છગ્ગા ફટકારી ચૂક્યો છે. એક ટેસ્ટ સીરિઝમાં સૌથી વધુ સિક્સર મારવાની વાત કરીએ તો આ એક રેકોર્ડ છે. આ પહેલા આ રેકોર્ડ વેસ્ટ ઈન્ડીઝના બેટ્સમેન શિમરોન હેટમેયરના નામે (15 સિક્સર) હતો.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.