Jamnagar News: ચેક (Cheque) બાઉન્સના કેસમાં જામનગર (Jamnagar) સ્થિત સ્વામી વિવેકાનંદ ક્રેડિટ કો-ઓપરેટિવ સોસાયટીના સભ્યને એક વર્ષની કેદ અને 82,800 રૂપિયા દંડની સજા (Punishment) ફટકારવામાં આવી છે. ગુલાબનગરના રહેવાસી મુકેશ મંડનભાઈ વકાતરે સોસાયટી પાસેથી લોન લીધી હતી. તેમણે લોન ચૂકવવા માટે ચેક આપ્યો હતો. જ્યારે સોસાયટીએ આ ચેક બેંકમાં જમા કરાવ્યો ત્યારે તે પાછો આવ્યો.

જેના કારણે સોસાયટીના વકીલે આરોપીને કાનૂની નોટિસ ફટકારી હતી.જોકે,આરોપીએ ચેક પર બાકી રકમ ચૂકવી ન હતી. તેથી, નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ્સ એક્ટની કલમ 138 હેઠળ આરોપી સામે કોર્ટમાં ફરિયાદ દાખલ કરવામાં આવી હતી.

આપને જણાવી દઈએ સમન્સ મળ્યા બાદ આરોપી કોર્ટમાં હાજર થયો હતો. કેસની સુનાવણી દરમિયાન, કોર્ટે આરોપીને અનાદરનો દોષી ઠેરવ્યો હતો. કોર્ટે આરોપીને એક વર્ષની કેદ અને 82,800 રૂપિયા દંડની સજા ફટકારી છે. આરોપી ગેરહાજર હોવાથી સજા વોરંટ જારી કરવાનો આદેશ પણ જારી કરવામાં આવ્યો છે. આ કેસમાં ફરિયાદી તરફે એડવોકેટ મીતેશભાઇ એલ.પટેલ, મણીલાલ જી.કલસરીયા, ગૌરાંગભાઇ જી.મુંજપરા, હરજીવનભાઇ એમ.ધામેલીયા અને જયદીપસિંહ જાડેજા હાજર રહ્યા હતા.
આ પણ વાંચો:જામનગરમાં ઉબડ-ખાબડ રસ્તાના કારણે માતા-પુત્ર ખુલ્લી ગટરમાં પટકાયા
આ પણ વાંચો:જામનગરના ધ્રોલમાં એક જ પરિવારના ત્રણ બાળકો ડૂબ્યા : રમતાં-રમતાં પાણી ભરેલા ઊંડા ખાડામાં ગરકાવ થયા
આ પણ વાંચો:જામનગર જી.જી. હોસ્પિટલમાં દર્દીના સગાઓએ કર્યો ડોક્ટર ઉપર હુમલો : કારણ હતું આવું
