જુઓ વીડિયો/ સુરતમાં ભરચક રોડ પર સ્કેટિંગ કરતા યુવાનનો વીડિયો વાયરલ, પોલીસે શરૂ કરી તપાસ

સુરતમાં બ્રિજ પર સ્કેટિંગ કરતા યુવકનો વીડિયો વાઈરલ થયો છે. જેમાં રોલો પાડવા માટે એક યુવક બ્રિજ પર સ્કેટિંગ કરી રહ્યો છે.

Top Stories Gujarat Surat
સ્કેટિંગ
  • સુરતમાં સ્કેટિંગ સાથે યુવાનના સ્ટંટ
  • બ્રિજ પર યુવાનના સ્ટંટના વિડીયો વાયરલ
  • સહારા દરવાજા બ્રિજ પરની ઘટના
  • સ્કેટિંગ શૂઝ સાથે પ્રેક્ટિસનો વિડીયો વાયરલ

@દિવ્યેશ પરમાર 

Surat News: સુરતમાં સહારા દરવાજા બ્રિજ પરથી એક યુવક સ્કેટિંગ પ્રેક્ટિસ કરતો હોવાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે.ભરચમ રોડમાં આ રીતે સ્કેટિંગ કરી અન્ય વાહન ચાલકોના જીવ જોખમમાં મુકનાર આ યુવાન સામે પોલીસે તપાસના આદેશ કર્યા છે

સુરતમાં અવાર નવાર લોકોની લાપરવાહી અથવા તો સ્ટંટ બાજીના વીડિયો વાયરલ થતા હોય છે.કોઈ છુટ્ટા હાથે બાઈક ચલાવે તો કોઈ ચાલુ બાઈકે વહીલ ઊંચું કરી સ્ટંટ કરતા હોય છે.તેવી જ એક લાપરવાહીનો વીડિયો સામે આવ્યો હતો જેમા.એક યુવાન સ્કેટિંગ કરતા નજરે પડી રહ્યો છે.ખુબજ ભરચક રોડ માં આ પ્રકારે skating કરવું ખુબજ જોખમી હોવા છત્તા અન્ય વાહન ચાલકોના જીવ જોખમ માં.મૂકી સ્કેટિંગ કરનાર યુવક સામે લોકો મા રોષ જોવા મળ્યો હતો.

આ વીડિયો સુરત ના સહારા દરવાજા ફલાઈ ઓવર બ્રિજ પર આ પ્રકાર ની જોખમી અને લોકોને હાનિ પહોંચાડે તેવી પ્રેક્ટિસ કરવી કેટલી યોગ્ય.આ પ્રેક્ટિસ એક પ્રકારનો સ્ટંટ હોય તેવું લાગી રહ્યું છે.યુવક skating દરમ્યાન બાજુ માંથી પસાર થતી બાઈકના ચાલક નો હાથ પકડી સ્ટંટ કર્યો હતો.ટ્રાફિકથી ધમધમતા ફલાઈ ઓવર બ્રિજ પર જો સ્કેટિંગ દરમ્યાન યુવક જરા પણ આમતેમ જાય તો ખૂબ મોટી દુર્ઘટના સર્જાય તેવુ લાગી રહ્યું છે જોકે  આ વીડિયો પોલીસ સુધી પહોંચી જતા પોલીસે પણ આ મામલે તપાસ શરૂ કરી છે.


whatsapp ad White Font big size 2 4 સુરતમાં ભરચક રોડ પર સ્કેટિંગ કરતા યુવાનનો વીડિયો વાયરલ, પોલીસે શરૂ કરી તપાસ


આ પણ વાંચો:જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લા સહિત સમગ્ર હાલાર પંથકમાં રખડતા શ્વાનનો આતંક

આ પણ વાંચો:સુરત મહાનગર પાલિકાની ઘોર બેદરકારી, જાણો શું છે મામલો

આ પણ વાંચો:સોશિયલ મીડિયા થકી બાઈક ચોરનું હદય પરિવર્તન, જાણો બાઈક માલિકે શું કર્યું…

આ પણ વાંચો:સુરતમાં સુરાણા અને કંસલ જૂથના લગભગ 260 કરોડથી વધુના ડોક્યુમેન્ટ જપ્ત