ગુજરાત/ સુરત મહાનગર પાલિકાની ઘોર બેદરકારી, જાણો શું છે મામલો

સુરત મહાનગરપાલિકાની અનેક વખત બેદરકારી સામે આવે છે.. ત્યારે સુરતના પુણા ઇન્ટરસિટી વિસ્તારમાં મેન રોડ પર ખાડી બ્રિજ જર્જરિત હાલતમાં જોવા મળી રહ્યો છે.

Gujarat Surat
મહાનગર પાલિકાની

@દિવ્યેશ પરમાર 

Surat News: સુરત મહાનગરપાલિકાની અનેક વખત બેદરકારી સામે આવે છે.. ત્યારે સુરતના પુણા ઇન્ટરસિટી વિસ્તારમાં મેન રોડ પર ખાડી બ્રિજ જર્જરિત હાલતમાં જોવા મળી રહ્યો છે.આ બ્રિજ લોખંડની પ્લેટો થી બનાવાયો છે જોકે તેમાં અમુક લોખંડ ની પ્લેટો ઉખડી જતા દરરોજના અનેક વખતમાં થઈ ગયા છે.જેમાંથી ત્રણ જેટલા લોકોના મોત પણ થયા છે સ્થાનિકોની વારંવાર રજૂઆત છતાં કોઈ નિરાકરણ નહીં આવતા લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.

Untitled 10 5 સુરત મહાનગર પાલિકાની ઘોર બેદરકારી, જાણો શું છે મામલો

સુરત મહાનગરપાલિકા સુરત સિટીને સ્માર્ટ બનાવવા માટે અનેક રોડ રસ્તા બનાવી રહી છે.પરંતુ સુરત મહાનગરપાલિકા દ્વારા જે વર્ષો પહેલા બનાવેલા રોડ હતા તેમની તસ્દી ન લેવાતી હોય તે પ્રકારનો ઘાટ હાલ સામે આવ્યું છે.સુરત અને કડોદરાને જોડતા મેઇન રોડ પરથી દરરોજ લાખો વાહનો પસાર થાય છે.જો કે પુણા ઇન્ટરસિટી પાસે ખાડી પર બનાવવામાં આવેલા લોખંડની પ્લેટનો બ્રિજ ખૂબ ખરાબ હાલતમાં જોવા મળી રહ્યો છે.

Untitled 10 6 સુરત મહાનગર પાલિકાની ઘોર બેદરકારી, જાણો શું છે મામલો

આ બ્રિજ પર લગાવવામાં આવેલી લોખંડની પ્લેટો ઉખડી જતા દરરોજના અનેકો અકસ્માતો થઈ રહ્યા છે.તેમાંથીત્રણ જેટલા લોકોના ગંભીર ઈજાના કારણે મોત થયા છે.આટ આટલી અકસ્માતો ની વણઝાર થઈ છત્તા સુરત મહાનગરપાલિકાના અધિકારીઓનું પેટનું પાણી પણ ના હાલતું હોય તે પ્રકારનો ઘાટ સામે આવ્યો છે.

Untitled 10 સુરત મહાનગર પાલિકાની ઘોર બેદરકારી, જાણો શું છે મામલો

સ્થાનિકો દ્વારા વારંવાર બ્રિજનું સમારકામ કરવા માટે રજૂઆત કરવામાં આવી છે. એમ છતાં પણ કોઈ નિરાકરણ નહીં આવતા સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળ્યો છે.જ્યારે મંતવ્ય ન્યૂઝ ચેનલ આ જગ્યા પર પહોંચ્યું ત્યારે તેમના કેમેરામાં અકસ્માતના લાઇવ દ્રશ્યો કેદ થયા હતા. એક બાઈક ચાલક પોતાનું બાઈક લઈને પસાર થતો હતો તે દરમિયાન લોખંડની પ્લેટના કારણે બાઇક સ્લીપ થઈ ગયું હતું. સદનસીબે આ ઘટનામાં બાઈક ચાલકને ઈજાઓ ન પહોંચી હતી પરંતુ અત્યાર સુધીના અનેક વખત થયા છે.જેમાં લોકોના જીવ પણ ગયા છે. તેમનો જવાબદાર કોણ તે પણ એક મોટો પ્રશ્ન બની રહે છે. હવે જોવાનું રહેશે કે સુરત મહાનગરપાલિકાનું નિભર તંત્ર ક્યારે જાગે અને આ ખાડી પરના બ્રિજનું સમારકામ કરે.


whatsapp ad White Font big size 2 4 સુરત મહાનગર પાલિકાની ઘોર બેદરકારી, જાણો શું છે મામલો


આ પણ વાંચો:ત્રણ રાજ્યોમાં શાનદાર જીત, હવે ગુજરાતમાં લોકસભા ચૂંટણીની તૈયારીમાં વ્યસ્ત ભાજપ

આ પણ વાંચો:અમદાવાદ મેટ્રો 13 ડિસેમ્બરે ત્રણ કલાક માટે રહેશે બંધ, આ છે મુખ્ય કારણ

આ પણ વાંચો:મોરબી જિલ્લા મહિલા દૂધ ઉત્પાદક સંઘની ચૂંટણીમાં હળવદની બંને બેઠકો બિનહરીફ

આ પણ વાંચો:હેલિકોપ્ટરમાં જાન લઈને પહોંચ્યો ગુજ્જુ વરરાજો, લોકોમાં સર્જાયું ભારે કુતુહલ