- અમદાવાદ મેટ્રો ત્રણ કલાક માટે રહેશે બંધ
- બપોરે 2.00 થી 5.00 સુધી એક દિવસ બંધ
- આવતીકાલે એક દિવસ માટે ત્રણ કલાક રહેશે બંધ
- મેટ્રો કમિશનરના નિરીક્ષણને લઈને લેવાયો નિર્ણય
- મેટ્રોના પૂર્વ સઁચાલનની કામગીરીનું કરશે નિરીક્ષણ
- વસ્ત્રાલથી થલતેજ સુધીના રૂટનું કરશે નિરીક્ષણ
Ahmedabad News: અમદાવાદમાં મેટ્રો સેવા આવતીકાલે બુધવારે ચાર કલાકે બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. અમદાવાદ મેટ્રો ટ્રેનની સેવાઓ સવારે 6:20 કલાકથી રાત્રે 10:00 કલાક સુધી કાર્યરત છે. આવનારા દિવસોમાં કાંકરીયા ઈસ્ટ મેટ્રો સ્ટેશન ટુંક સમયમાં ચાલુ થવાનું છે.
ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશને આ મામલે માહિતી આપતા કહ્યું છે કે, ઈસ્ટ વેસ્ટ કોરિડોર પર નિરીક્ષણ કાર્યને પગલે ચાર કલાક મેટ્રો રેલ સેવા સ્થગિત રાખવાનો નિર્ણય લીધો છે.
જીએમઆરસીએ તેની પ્રેસ જાહેરાતમાં જણાવ્યું છે કે, મેટ્રો રેલ સુરક્ષા કમિશનરનાં નિરીક્ષણ માટે તા. 13 ડિસેમ્બર, 2023 ના રોજ ઈસ્ટ-વેસ્ટ કોરિડોર (વસ્ત્રાલ ગામ થી થલતેજ) મેટ્રો ટ્રેન સેવાઓ બપોરે 2.00 કલાકથી સાંજે 5.00 કલાક દરમિયાન સ્થગિત રહેશે.
માત્ર ઈસ્ટ-વેસ્ટ કોરિડોરમાં બંને ટર્મિનલ સ્ટેશન (વસ્ત્રાલ ગામ અને થલતેજ)થી છેલ્લી મેટ્રો ટ્રેન પ્રસ્થાનનો સમય બપોરે 01:00 કલાકનો રહેશે. સાંજે 05:00 કલાકથી મેટ્રો ટ્રેન સેવાઓ ઈસ્ટ-વેસ્ટ કોરિડોરમાં હાલના સમયપત્રક મુજબ ઉપલબ્ધ થશે.નોર્થ-સાઉથ કોરિડોર (એ.પી.એમ.સી. થી મોટેરા સ્ટેડિયમ) પર ટ્રેન સેવાઓ હાલના સમયપત્રક મુજબ આખો દિવસ ચાલુ રહેશે.
આ પણ વાંચો:પત્નીની સામે જ દીકરી પર આચર્યું દુષ્કર્મ, કોર્ટે ફટકારી 20 વર્ષની જેલની સજા
આ પણ વાંચો:ડુંગળીની નિકાસ બંધ કરી દેતા ખેડૂતો પારાવાર મુશ્કેલીમાં મુકાયા
આ પણ વાંચો:હવે આણંદની ક્રીસેન્ટ રેસ્ટોરેન્ટ વિવાદમાં, મસાલા પાપડમાંથી નીકળ્યો વંદો
આ પણ વાંચો:સરદાર વલ્લભભાઈ પટેલ સ્ટેડિયમને અપગ્રેડ કરવાની યોજના, 180 કરોડનો થશે ખર્ચ
