આણંદ/ હવે આણંદની ક્રીસેન્ટ રેસ્ટોરેન્ટ વિવાદમાં, મસાલા પાપડમાંથી નીકળ્યો વંદો

આણંદની ક્રીસેન્ટ રેસ્ટોરેન્ટમાં મસાલા પાપાડની પ્લેટમાંથી વંદો નીકળ્યો હોવાનું સામે આવ્યું છે. ક્રીસેન્ટ રેસ્ટોરેન્ટની ઘોર બેદરકારી સામે આવી છે.

Top Stories Gujarat Others
વંદો
  • આણંદઃ મસાલા પાપાડની પ્લેટમાંથી નીકળ્યો વંદો
  • સોશીયલ મીડિયા પર ઘટનાનો વિડીયો થયો વાઇરલ
  • મસાલા પાપાડમાં વંદો મળી આવતા ચકચાર
  • આણંદની ક્રીસેન્ટ રેસ્ટોરેન્ટની ઘટના હોવાની માહિતી

Anand News: જમવાની વસ્તુઓમાંથી વંદા નીકળવાનો સિલસિલો યથાવત જોવા મળી રહ્યો છે. ફરી એક વખત આવી જ એક ઘટના સામે આવી છે. આણંદની ક્રીસેન્ટ રેસ્ટોરેન્ટમાં મસાલા પાપાડની પ્લેટમાંથી વંદો નીકળ્યો હોવાનું સામે આવ્યું છે. ક્રીસેન્ટ રેસ્ટોરેન્ટની ઘોર બેદરકારી સામે આવી છે. મસાલા પાપાડની પ્લેટમાંથી વંદો નીકળ્યા બાદ અનેક સવાલ ઉઠી રહ્યા છે. મોટી હોટલોમાં ગ્રાહકોના આરોગ્ય સાથે ચેડાં કેટલા યોગ્ય ? આણંદ ફૂડ વિભાગ ઘટનાથી અજાણ ?

અગાઉ, અંકલેશ્વરની ડિસેન્ટ હોટલમાં સેન્ડવીચમાંથી મકોડા નીકળ્યા છે. ગ્રાહકે સેન્ડવીચનો સ્વાદ લેતા પ્રથમ કોળિયા બાદ મકોડા દેખાયા હતા. સેન્ડવીચમાં મકોડા નીકળતા ગ્રાહક રોષે ભરાયો હતો. સેન્ડવીચમાં મકોડા નીકળતા ગ્રાહકે રૂપિયા 240 ચૂકવી બિલ મેળવી આક્રોશ ઠાલવ્યો હતો. આ મામલે ફ્રુડ એન્ડ ડ્રગ વિભાગના અધિકારીઓને વોટસઅપ મારફતે ફરિયાદ કરવા સાથે લેખિત રજૂઆત કરાઇ હતી.


whatsapp ad White Font big size 2 4 હવે આણંદની ક્રીસેન્ટ રેસ્ટોરેન્ટ વિવાદમાં, મસાલા પાપડમાંથી નીકળ્યો વંદો


આ પણ વાંચો:વિદ્યાર્થીઓને ચોક્કસ પ્રકારનું જ સ્વેટર પહેરવાની ફરજ ના પાડે, શાળાના સંચાલકો માટે ખાસ પરિપત્ર

આ પણ વાંચો:અમરાઈવાડીમાં એસિડ એટેક, યુવતીને આપેલી ધમકીનું ઓડિયો રેકોર્ડિંગ આવ્યું સામે

આ પણ વાંચો:ગાય,ગંદકી અને રાજકારણ, પ્લાસ્ટિક ખાવાથી ગાયો મરે છે

આ પણ વાંચો:ઘર કંકાસમાં સગા પુત્રોએ લાકડી અને કોદાળીના ઘા ઝીકી પિતાની કરી હત્યા