દેવભૂમિ દ્વારકા/ વિદ્યાર્થીઓને ચોક્કસ પ્રકારનું જ સ્વેટર પહેરવાની ફરજ ના પાડે, શાળાના સંચાલકો માટે ખાસ પરિપત્ર

દેવભૂમિ દ્વારકા જિલ્લાની શાળાઓમાં નિયત સ્વેટર જ પહેરવાનો દુરાગ્રહ ન રાખવા શિક્ષણ વિભાગ દ્વારા તમામ શાળા સંચાલકોને તાકીદ કરાયા.

Top Stories Gujarat Others
YouTube Thumbnail 2023 12 10T165034.625 વિદ્યાર્થીઓને ચોક્કસ પ્રકારનું જ સ્વેટર પહેરવાની ફરજ ના પાડે, શાળાના સંચાલકો માટે ખાસ પરિપત્ર
  • જિલ્લા શિક્ષણાધિકારી દ્વારા બહાર પડાયો પરિપત્ર
  • શાળાઓ ચોક્કસ પ્રકારના સ્વેટર પહેરવા આગ્રહ નહીં કરી શકે
  • દબાણ કરે તો વાલી શિક્ષણાધિકારીનો સંપર્ક કરી શકશે
  • ઠંડીનો ચમકારો વધતાં લેવાયો નિર્ણય

@ખુશાલ ગોકાણી  

Dwarka News:દેવભૂમિ દ્વારકા જિલ્લા શિક્ષણાધિકારી કચેરી દ્વારા શાળા સંચાલકો શાળામાં બાળકોને ચોક્કસ પ્રકારના જ સ્વેટર પહેરવા આગ્રહ કરી શકશે નહી તે અંગે પરિપત્ર બહાર પાડવામાં આવ્યો હતો. તે સાથે જ જણાવ્યું હતું કે જો કોઈ શાળા સંચાલકો વિદ્યાર્થીઓને નિયત પ્રકારના સ્વેટર, ગરમ વસ્ત્ર માટે દબાણ કરે તો વિદ્યાર્થીઓના વાલીઓ જિલ્લા શિક્ષણ અધિકારીનો સંપર્ક કરી જાણ કરી શકે છે.

સમગ્ર રાજ્ય સાથે દેવભૂમિ દ્વારકા જિલ્લામાં પણ હાલ શિયાળાનો ઠંડીભર્યો માહોલ પ્રવર્તી રહ્યો છે. જેમાં ઠંડીની અસર ખાસ કરીને બાળકો તેમજ બુઝુર્ગોમાં વધુ જોવા મળે છે. ત્યારે વહેલી સવારે શાળાએ જતા બાળકોને શાળા સંચાલકો ચોક્કસ પ્રકારના જ સ્વેટર પહેરવાનો આગ્રહ ન કરી શકે તે અંગેની જાણ કરતો પત્ર જિલ્લાની તમામ શાળાઓને શિક્ષણાધિકારી કચેરી દ્વારા પાઠવવામાં આવ્યો છે.

શાળાએ આવતા વિદ્યાર્થીઓ પોતાના ઘરેથી કોઈ પણ પ્રકારના ગરમ કપડાં પહેરીને આવે તે માન્ય રાખવા તેમજ કોઈપણ વિદ્યાર્થીને ચોક્કસ પ્રકારના ગરમ કપડાં પહેરવાની ફરજ પાડી શકાશે નહીં, તે અંગેનો એક લેખિત પત્ર  જિલ્લા શિક્ષણાધિકારીની કચેરી દ્વારા જિલ્લાની તમામ પ્રાથમિક માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓના આચાર્યોને પાઠવવામાં આવ્યો છે. જિલ્લા શિક્ષણ અધિકારી એસ.જે. ડુમરાણીયાએ જણાવ્યું હતું કે બાળકોની સુરક્ષા સલામતીને પ્રાધાન્ય આપી, બાળકોની સંવેદના મુજબ તેઓને અનુકૂળ લાગે તેવા ગરમ વસ્ત્રો તેમજ કાનની ટોપી પહેરીને માટે કોઈપણ પ્રકારના દબાણ વગર છૂટ આપવા શાળા સંચાલકોને જણાવ્યું છે. જો કોઈપણ શાળા સંચાલકો દ્વારા નિયત પ્રકારના સ્વેટર, ગરમ વસ્ત્ર માટે દબાણ કરવામાં આવતું હોય તો જિલ્લા શિક્ષણ અધિકારીનો સંપર્ક સાધવા પણ તેમણે વધુમાં જણાવ્યું હતું.


whatsapp ad White Font big size 2 4 વિદ્યાર્થીઓને ચોક્કસ પ્રકારનું જ સ્વેટર પહેરવાની ફરજ ના પાડે, શાળાના સંચાલકો માટે ખાસ પરિપત્ર


આ પણ વાંચો:દ્વારકા સિરપકાંડના વ્હાઇટ કોલર બુટલેગરોની ધરપકડ, અન્ય ચાર ફરાર

આ પણ વાંચો:અંબાજી પ્રસાદ કેસમાં આરોપી જતીન શાહે કર્યો આપઘાત

આ પણ વાંચો:બાળકને કાર ચલાવવા આપતા પત્ની અને સાઢુભાઇ વિરુધ્ધ પતિનએ નોંધવી ફરિયાદ

આ પણ વાંચો:વ્યાજખોરનો આતંક યથાવત,અમરોલીનો પરિવાર વ્યાજના વિષચક્રમાં ફસાયો

આ પણ વાંચો:53 વર્ષ જુના ST ડેપોની જર્જરીત હાલત, ઠેર ઠેર કચરો અને દારૂની બોટલ મળી જોવા