Cyclone Biporjoy/ બિપરજોય વાવાઝોડાને પગલે રાજ્ય સરકારે સાવચેતીના ભાગરૂપે દ્વારકા મોકલી આપી મદદ

દ્વારકામાં સૌથી ભારે અસર સર્જાઈ શકે છે. આ સાથે જ રાજ્ય સરકારે પાંચ જેટલી  108 એમ્બ્યુલન્સ દ્વારકા મોકલી આપી છે

Top Stories Gujarat
Dwarka ambulance

બિપરજોય વાવાઝોડાને લઇને સતત અપડેટ આવી રહી છે જેમાં બિપરજોય વાવાઝોડાએ ફરી દિશા બદલી છે. આ ઉપરાંત વાવાઝોડાને લઈને થોડા રાહતરૂપ સમાચાર પણ મળી રહ્યા છે કે પવનની ગતિમાં થોડો ઘટાડો નોંધાયો છે. વાવાઝોડું ઉત્તર પશ્ચિમ તરફ આગળ વધી રહ્યું છે. આ સાથે જ પોરબંદરથી વાવાઝોડું 340 કિમી દૂર, દ્વારકાથી વાવાઝોડું 240  કિમી દૂર,નલિયાથી વાવાઝોડું 330 કિમી દૂર,જખૌથી વાવાઝોડું 310 કિમી દૂર નોધાયું છે.

દેવભૂમિ દ્વારકાના ખંભાળિયામાં જોરદાર ભારે પવન ફૂંકાઈ રહ્યો છે. ખંભાળિયામાં બિપરજોય વાવાઝોડાની અસર જોવા મળી રહી છે. ગઈકાલે મોડી રાત્રે પણ ભારે પવન સાથે ધોધમાર વરસાદ વરસ્યો હતો. ભારે પવનના કારણે કેટલાક વિસ્તારમાં વીજ પુરવઠો પણ ખોરવાયો હતો.

આ સાથે જ હવામાન વિભાગની આગાહી અનુસાર 5 દિવસ અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. 13થી 17 જૂન સુધી ભારે વરસાદની આગાહી કરવમાં આવી છે. જેમાં 13 જૂને કચ્છ,દ્વારકા,પોરબંદરમાં રેડ એલર્ટ આપવામાં આવી છે. 14 જૂને કચ્છ,દ્વારકામાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવી છે. સંભવિત વાવાઝોડાને લઈને દ્વારકામાં પવનની ઝડપ વધતી જોવા મળી રહી છે. જેને ધ્યાનમાં લઈને વહીવટી તંત્ર દ્વારા 144ની કલમ લાગુ કરવામાં આવી છે. દરિયાના નજીક લોકોની અવરજવર પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો છે.

દ્વારકામાં વરસાદી માહોલ પણ યથાવત રહ્યો છે. આ સાથે જ 25 ફૂટ ઊંચા મોજા ઉછળી રહ્યા છે. દ્વારકામાં સૌથી ભારે અસર સર્જાઈ શકે છે. આ સાથે જ રાજ્ય સરકારે પાંચ જેટલી  108 એમ્બ્યુલન્સ દ્વારકા મોકલી આપી છે. સ્થિતિને અનુરૂપ અત્યારે દ્વારકા જિલ્લામાં કુલ 16 એમ્બ્યુલન્સને સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે. આ ઉપરાંત સાવચેતીના ભાગરૂપે બીજી વધુ એમ્બ્યુલન્સ પણ મોકલી આપવામાં આવી છે.

 

આ પણ વાંચો:બિપરજોય વાવાઝોડાની અસરના પગલે શ્રી કૃષ્ણ મંદિરમાં ઘસ્યું પાણી

આ પણ વાંચો:કચ્છમાં વાવાઝોડા સામે લડવાનું સુકાન કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાએ સંભાળ્યું

આ પણ વાંચો:‘બિપરજોય’નો વધતો પ્રકોપ, ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોમાંથી લગભગ 37,800 લોકોનું કરાયું સ્થળાંતર

આ પણ વાંચો:ગુજરાતમાં થઈ શકે છે ભયંકર તબાહી, ચોમાસા પર પણ પડશે અસર?

આ પણ વાંચો:બિપરજોય ચોમાસા પર અસર નહી કરેઃ હવામાન વિભાગે આપ્યા રાહતના સમાચાર