- યાત્રાધામ દ્વારકા ખાતે મંદિરમાં ઘુસ્યા પાણી
- શ્રી કૃષ્ણ મંદિરમાં ઘૂસ્યા દરિયાના પાણી
- બિપરજોઇ વાવાઝોડાની અસરના પગલે ઘુસ્યા પાણી
- દરિયાનું પાણી ઘૂસ્યું કૃષ્ણ મંદિરમાં
અરબ સાગરમાં સર્જાયેલ ચક્રવાત બિપરજોય હવે અતિપ્રચંડ બની રહ્યું છે. દરિયા કાંઠાના વિસ્તારોમાં જોરદાર અસર વર્તાઈ રહી છે. વાવાઝોડાની અસરના કારણે સમુદ્રમાં ખૂબ જ કરંટ જોવા મળી રહ્યા છે. જેના કારણે દરિયાનું પાણી શ્રીકૃષ્ણ મંદિરમાં ઘુશી ચૂક્યું છે. ગોમતીઘાટ પર આવેલ શ્રીકૃષ્ણ મંદિરમાં ગોઠણડૂબ પાણી ભરાયાના વીડિયો સામે આવ્યા છે. તો બીજી તરફ ભક્તિના માર્ગે પણ વાવાઝોડાનો સામનો થઈ રહ્યો છે. વાવાઝોડાના મહાસંકટથી રક્ષણ મેળવવા દ્રારકાધીશના જગત મંદિર પર એક સાથે બે ધજા ફરકાવવામાં આવી છે. સામાન્ય દિવસે એક જ ધજા ફરકાવવામાં આવે છે પણ આજે બીજી ધજા વાવાઝોડા સામે રક્ષણના હેતુથી ચઢાવવામાં આવી છે.
અરબી સમુદ્રમાં સર્જાયેલી મોટી આફત બિપરજોય વાવાઝોડું ગુજરાતની તરફ આગળ વધી રહ્યું છે. જેની અસરથી છેલ્લા બે-ત્રણ દિવસથી રાજ્યના દરિયાકાંઠાના વિસ્તારો જ નહીં પરંતુ રાજ્યના અંદરના ભાગોમાં પણ ભારે પવન ફૂંકાવવાની સાથે ધોધમાર વરસાદ પડી રહ્યો છે.
અરબી સમુદ્રમાં સૌરાષ્ટ્ર-કચ્છના દરિયાકાંઠા તરફ આગળ ધપી રહેલું બિપરજોય વાવાઝોડું મંગળવારે નરમ પડ્યું હતું છતાં તેની તીવ્રતા હજુપણ ગંભીર છે અને ખતરો હજુ ટળ્યો નથી. આ ઉપરાંત વાવાઝોડાનો સૌથી વધુ ખતરો છે એવા કચ્છ અને દ્વારકા જિલ્લામાં રાજ્ય સરકારના એક-એક મંત્રી ઉપરાંત કેન્દ્રીય મંત્રી પણ ઉપસ્થિત છે. આવામાં હવે ચોમાસાને લઈને નિષ્ણાંતોએ ડરામણી આગાહી કરી છે.
હવામાન નિષ્ણાંતોના જણાવ્યા અનુસાર, વાવાઝોડું દેશના મેદાની વિસ્તારોમાં ચોમાસાના આગમનમાં વિલંબ લાવી શકે છે. સાથે જ વરસાદના પ્રમાણમાં પણ ઘટાડો નોંધાઈ શકે છે. તો વેધર રિપોર્ટ આપનારી ખાનગી એજન્સી સ્કાયમેટ પણ જણાવ્યું છે કે, મધ્ય અને ઉત્તર-પશ્ચિમ ભારતમાં છ જુલાઈ સુધી દુષ્કાળ જેવી પરિસ્થિતિ સર્જાઈ શકે છે.
આ પણ વાંચો:ગુજરાતમાં થઈ શકે છે ભયંકર તબાહી, ચોમાસા પર પણ પડશે અસર?
આ પણ વાંચો:બિપરજોય ચોમાસા પર અસર નહી કરેઃ હવામાન વિભાગે આપ્યા રાહતના સમાચાર
આ પણ વાંચો:બિપરજોય ચોમાસા પર અસર નહી કરેઃ હવામાન વિભાગે આપ્યા રાહતના સમાચાર
આ પણ વાંચો:ક્યાં અને ક્યારે લેન્ડફોલ કરશે ચક્રવાત બિપરજોય, કયા સ્થળોને થશે અસર, જાણો તમામ મહત્વની બાબતો