Not Set/ લાદેનના દીકરા હમજા બિન લાદેન પર 10 લાખ ડોલરનું ઇનામ

અમેરિકા, અમેરિકાએ અલકાયદાના ચીફ રહી ચૂકેલા ઓસામા બિન લાદેનના દીકરા હમજા બિન લાદેનનું ઠેકાણું જણાવનારને 10 લાખ ડોલરનું ઇનામ આપવાની જાહેરાત કરી છે. અમેરિકાએ શુક્રવારે કહ્યું કે, હમજા પિતાની મોતનો બદલો લેવા માટે અમેરિકા અને તેના સહયોગી દેશો પર હુમલાનું કાવતરું ઘડી રહ્યો છે. 10 લાખ ડૉલરને ભારતીય રૂપિયામાં ગણીએ, તો 7 કરોડ 8 લાખ […]

Top Stories World Videos
mantavya 4 લાદેનના દીકરા હમજા બિન લાદેન પર 10 લાખ ડોલરનું ઇનામ

અમેરિકા,

અમેરિકાએ અલકાયદાના ચીફ રહી ચૂકેલા ઓસામા બિન લાદેનના દીકરા હમજા બિન લાદેનનું ઠેકાણું જણાવનારને 10 લાખ ડોલરનું ઇનામ આપવાની જાહેરાત કરી છે. અમેરિકાએ શુક્રવારે કહ્યું કે, હમજા પિતાની મોતનો બદલો લેવા માટે અમેરિકા અને તેના સહયોગી દેશો પર હુમલાનું કાવતરું ઘડી રહ્યો છે.

10 લાખ ડૉલરને ભારતીય રૂપિયામાં ગણીએ, તો 7 કરોડ 8 લાખ 15 હજાર રૂપિયાથી વધુની રકમ થાય છે.અમેરિકન વિદેશ મંત્રાલયે શુક્રવારે આ ઇનામની જાહેરાત કરતા કહ્યું કે હમઝા અમેરિકા અને તેના સાથીઓ પર હુમલાની ફિરાકમાં છે.

તેણે હુમલાની ધમકી પણ આપી છે. અમેરિકન વિદેશ વિભાગના એક અધિકારી એમટી ઇવાનોફે કહ્યું કે આ પગલું અમેરિકાના આતંકવાદ વિરુદ્ધ મોજૂદ દરેક હથિયારના ઉપયોગની પ્રતિબદ્ધતા દર્શાવે છે.