MANTAVYA Vishesh/ માલદીવની ચીન સાથે ગુપ્ત સૈન્ય ડીલ, શું છે મુઈજ્જુનો ઈરાદો?

મુઈજ્જુ દ્વારા માલદીવ માથી ભારતીય સૈનિકોને બહાર કાઢવાનો હુકમ કરવામાં આવ્યો છે,અને હવે ચીન સાથે ગુપ્ત સૈન્ય ડીલ પણ કરવામાં આવી રહિ છે.ત્યારે ભારત પણ એક્શનમાં છે… જુઓ અમારો વિશેષ અહેવાલ

Top Stories Mantavya Exclusive Mantavya Vishesh
Mantavya Vishesh
  • શું છે મુઈજ્જુનો ઈરાદો?
  • માલદીવનાં ચીન સાથે ગુપ્ત કરાર
  • સૈન્યને લઈ માલદીવનાં ચીન સાથે કરાર
  • મુઈજ્જુનો ભારતીય સૈનિકોને હટાવાનો હુકમ
  • આખરે શું છે મુઈજ્જુનો ઈરાદો?

ભારત સાથે ચાલી રહેલા તણાવ વચ્ચે માલદીવે ચીન સાથે નવા સૈન્ય કરાર પર હસ્તાક્ષર કર્યા છે. આ ગુપ્ત કરાર પાછળ માલદીવનો હેતુ ચીન પાસેથી શસ્ત્રો મેળવવાનો છે. આ પહેલા માલદીવે તુર્કી સાથે ઘાતક ડ્રોન ખરીદવાનો કરાર પણ કર્યો હતો.અને માલદીવના રાષ્ટ્રપતિ મુઈઝુ અમેરિકા પાસેથી પણ હથિયાર લઈ રહ્યા છે.તો હાલ માલદીવ અને ભારત વચ્ચેના સંબંધોમાં તણાવ વધુ વધતો જોવા મળી રહ્યો છે. 85 ભારતીય સૈનિકોને ભારત પરત જવાનો આદેશ આપ્યા બાદ માલદીવ સરકારે હવે ચીન સાથે બે ગુપ્ત સૈન્ય સોદા કર્યા છે, અને આ સમજૂતીઓને ચીન અને માલદીવ વચ્ચેના દ્વિપક્ષીય સંરક્ષણ સંબંધોના નવા અધ્યાયની શરૂઆત માનવામાં આવી રહી છે. તો આ સમજૂતીઓ પર માલદીવના રક્ષા મંત્રી ઘસાન મૌમુન અને ચીની સેનાના મેજર જનરલ ઝાંગ બાઓકુને હસ્તાક્ષર કર્યા છે. માલદીવના મીડિયા અનુસાર, આ કરારોને ગુપ્ત રાખવામાં આવ્યાં છે અને તેના વિશે કોઈને જાણ કરવામાં આવી રહી નથી. આ પહેલા માલદીવના રાષ્ટ્રપતિ મોહમ્મદ મુઈઝુએ મોનિટરિંગ સિસ્ટમ બનાવવાની જાહેરાત કરી હતી. લક્ષદ્વીપ વિવાદ અને તેમની ચીન મુલાકાત બાદથી માલદીવના રાષ્ટ્રપતિ સતત ભારત વિરુદ્ધ ઝેર ઓકતા રહ્યા છે અને  હવે તેઓ આવા ઘણા પગલા લઈ રહ્યા છે જેનાથી ભારત માટે ખતરો વધી શકે છે.

એવું માનવામાં આવે છે કે ચીન માલદીવમાં શક્તિશાળી રડાર લગાવી શકે છે જેથી માલદીવ ભારતના દરેક યુદ્ધ જહાજ પર નજર રાખી શકશે. માલદીવના સંરક્ષણ મંત્રાલયે દાવો કર્યો છે કે આ કરારમાં એવી જોગવાઈ છે કે ચીન માલદીવને મફતમાં સૈન્ય પ્રદાન કરી શકે છે. માલદીવે ચીન સાથેના આ સોદાઓની કોઈ વિગતો પોતાના લોકો સમક્ષ જાહેર કરી નથી, ત્યારે આ કારણે માલદીવના મીડિયામાં ચીનનાં ઈરાદાને લઈને પણ સવાલો ઉઠી રહ્યાં છે. એક તરફ માલદીવમાં મુઈઝૂની સત્તાધારી પાર્ટીએ હંમેશા ચીન સાથે ગાઢ સંબંધો જાળવી રાખ્યા છે..તો મુઇઝુ તુર્કી થી લઈ અમેરિકા સુધી તમામ પાસે હથિયારો મંગાવી રહ્યો છે.સૌથી પહેલા 2013 થી 2018 ની વચ્ચે તત્કાલિન રાષ્ટ્રપતિ અબ્દુલ્લા યામીને પણ ચીન સાથે ઘણા મોટા પ્રોજેક્ટ્સ કર્યા જેના કારણે આખો દેશ ચીનનાં દેવા નીચે દબાઈ ગયો હતો. ત્યારે માલદીવ હજુ પણ ચીનનું દેવું ચૂકવી રહ્યું છે. આ એ જ યામીન છે જેણે માલદીવમાં ભારત વિરુદ્ધ ‘ઈન્ડિયા આઉટ’ અભિયાન શરૂ કર્યું હતું. મુઈજ્જુ પણ આ ઈન્ડિયા આઉટ અભિયાન સાથે સંકળાયેલા હતા. જ્યારથી મુઈઝુએ રાષ્ટ્રપતિ પદ સંભાળ્યું છે ત્યારથી ભારત અને માલદીવ વચ્ચેના સંબંધો પાતાળમાં ગયા છે… અને મુઇજુ ચીન સાથે સતત પોતાનાં સંબંધોને વિસ્તારી રહ્યાં છે. મુઈઝુ એ સત્તામાં આવતાની સાથે જ તેણે ભારતીય સૈનિકોને ત્યાંથી જવાનું કહ્યું અને આ માટે તેમણે 10મી મેની તારીખ પણ નક્કી કરી છે.

આટલું જ નહીં મુઈઝુ હવે ગરીબી વચ્ચે માલદીવની સૈન્ય ક્ષમતા વધારવા પર ભાર આપી રહ્યું છે. માલદીવના રાષ્ટ્રપતિએ પાકિસ્તાનના મિત્ર તુર્કી સાથે બાયરક્તર એટેક ડ્રોન માટે કરાર પર હસ્તાક્ષર કર્યા છે. આ એ જ ડ્રોન છે જેણે યુક્રેનમાં રશિયન સેનાનો ઘણો વિનાશ કર્યો છે. સત્તા સંભાળ્યા પછી, મુઇઝુ પ્રથમ વ્યક્તિ છે તુર્કી ગયા છે..મુઈઝૂ અમેરિકા પાસેથી પણ પૈસા માંગી રહ્યું છે જેથી માલદીવ નેવી માટે હથિયારો ખરીદી શકાય અને તેને મજબૂત કરી શકાય. મુઈઝુ આ નિર્ણયોથી સ્પષ્ટ છે કે આગામી સમયમાં ભારત અને માલદીવ વચ્ચે સરહદ પર તણાવ વધી શકે છે. જોકે આ તમામ બાબતોને ધ્યાનમાં રાખીને ભારતે મિનિકોય આઇલેન્ડ પર INS જટાયુ નેવલ બેઝ બનાવી દિધુ છે જે માલદીવથી થોડે દૂર છે.

તો ચીનના ઈશારે ભારત પર નજર રાખનાર માલદીવના રાષ્ટ્રપતિ મોહમ્મદ મુઈઝુને હવે જડબાતોડ જવાબ મળવા જઈ રહ્યો છે. માલદીવથી માત્ર 507 કિમી દૂર સ્થિત લક્ષદ્વીપના મિનિકોયમાં ભારત તેના એર અને નેવલ બેઝ INS જટાયુનું ઉદ્ઘાટન કરવા જઈ રહ્યું છે. વિશ્લેષકોનું કહેવું છે કે ભારતનો આ નેવલ બેઝ એક રીતે અરબી સમુદ્રમાં માલદીવનો વિકલ્પ છે. લક્ષદ્વીપમાં ભારતીય નૌકાદળના બેઝનું નિર્માણ પૂર્ણ થવાનો અર્થ એ છે કે ટૂંક સમયમાં ભારતના સૌથી ઘાતક લડાકૂ વિમાન જેમ કે રાફેલ લક્ષદ્વીપમાં ઉતરાણ કરી શકશે. એટલું જ નહીં માલદીવમાં મુઈજ્જુ થઈને ચીન સુધી ભારતીય ફાઈટર પ્લેનની ગર્જના સંભળાશે. તેની અસર સમગ્ર પશ્ચિમ હિંદ મહાસાગરમાં જોવા મળશે. આ એ જ વિસ્તાર છે જ્યાં ચીનના જાસૂસી જહાજો અને યુદ્ધ જહાજો આવતા રહે છે અને ત્યાં ચીન ખૂબ જ ઝડપથી પોતાનો પ્રભાવ વધારવાનો પ્રયાસ કરી રહ્યું છે.

ભારત આ નેવલ બેઝનું ઉદ્ઘાટન કરવા જઈ રહ્યું છે તે એવા સમયે થઈ રહ્યું છે જ્યારે માલદીવથી ભારતીય સૈનિકોની પ્રથમ બેચ આવી રહી છે. મુઈઝુના આદેશ પર ભારતીય સૈનિકોને પાછા ખેંચવામાં આવી રહ્યા છે. અગાઉ ચૂંટણી પ્રચાર દરમિયાન મુઈઝુએ આ સૈનિકો વિરુદ્ધ ‘ઈન્ડિયા આઉટ’ અભિયાન ચલાવ્યું હતું. મુઈજ્જુએ ભારત સાથે માલદીવની પરંપરાગત મિત્રતામાં ઝેર ઓક્યું છે અને હવે તે ચીનના ઈશારે સતત ઝેર ફૂંકી રહ્યો છે. તો ચીનના પ્રવાસથી પરત ફર્યા બાદ મુઈઝુએ તુર્કી પાસેથી યુક્રેનનું બાયરક્તર એટેક ડ્રોન ખરીદવાની જાહેરાત કરી છે, અને મુઈઝુએ કહ્યું છે કે તેઓ આના દ્વારા ભારતીય સરહદને અડીને આવેલા માલદીવના વિસ્તાર પર નજર રાખશે.

તો એક તરફ માલદીવે તુર્કી સાથે આ બહુ-મિલિયન ડૉલરના ડ્રોન સોદા પર એવા સમયે હસ્તાક્ષર કર્યા છે જ્યારે તેમનો દેશ ઋણમાં ડૂબી ગયો છે. માલદીવ પર ચીનનું સૌથી વધુ દેવું છે. માલદીવમાં મૂઈઝુની નવી સરકારે ભારત છોડીને ચીન પ્રત્યેની નિષ્ઠાનું વચન આપ્યું છે, જેને ભારતના વ્યૂહાત્મક હિતો માટે મોટો ફટકો માનવામાં આવી રહ્યો છે. માલદીવનું વ્યૂહાત્મક મહત્વ તેના કદ કરતાં તેના સ્થાનમાં વધુ છે. તે 960 કિલોમીટર લાંબી સબમરીન રીજ પર સ્થિત છે જે ઉત્તરથી દક્ષિણ તરફ જાય છે, જે હિંદ મહાસાગરની મધ્યમાં દીવાલ તરીકે કામ કરે છે. હિંદ મહાસાગર પ્રદેશમાં સંદેશાવ્યવહારની બે મહત્વપૂર્ણ દરિયાઈ માર્ગો છે જે દક્ષિણપૂર્વ એશિયા અને પશ્ચિમ એશિયા વચ્ચે દરિયાઈ વેપારને સરળ બનાવે છે. આ માર્ગો માલદીવના દક્ષિણ અને ઉત્તર છેડે આવેલા છે. મલક્કાની સામુદ્રધુની, એડન અને હોર્મુઝની ખાડી આંતરરાષ્ટ્રીય વેપાર અને ઉર્જા પ્રવાહ માટે આ માર્ગો પર ઘણો આધાર રાખે છે. હિંદ મહાસાગર આંતરરાષ્ટ્રીય વેપાર માટે પ્રાથમિક માર્ગ હોવા છતાં, માલદીવ તેના માટે ‘ગેટવે’ની ભૂમિકા ભજવે છે. ત્યારે લક્ષદ્વીપ ટાપુઓમાં નૌકાદળના હવાઈ મથકના નિર્માણ સાથે, ભારતનો હેતુ હિંદ મહાસાગર ક્ષેત્રમાં તેની હાજરી અને પ્રભાવ જાળવી રાખવાનો છે.

ત્યારે ભારતનું આ પગલું તેના વ્યૂહાત્મક હિતોને સુરક્ષિત રાખવા અને પ્રાદેશિક શક્તિ તરીકે પોતાનું સ્થાન જાળવી રાખવા માટે જરૂરી છે. INS જટાયુ નામનો ભારતનો બેઝ આ ક્ષેત્રમાં નૌકાદળની હાજરીને વધારશે. INS જટાયુ બેઝ મિનિકોય દ્વીપ પર હશે, જે લક્ષદ્વીપના સુંદર ટાપુઓમાંથી એક છે. મિનિકોય આઇલેન્ડ 9-ડિગ્રી ચેનલની નજીક સ્થિત છે, જે એક વ્યસ્ત શિપિંગ માર્ગ છે, જે માલદીવના સૌથી ઉત્તરીય ટાપુથી લગભગ 130 કિલોમીટર દૂર છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી જ્યારે લક્ષદ્વીપ ટાપુની મુલાકાતે ગયા ત્યારે ભારત અને માલદીવ વચ્ચે રાજદ્વારી વિવાદ સર્જાયો હતો. માલદીવની નવી સરકારે ભારતને તેના સૈનિકો પાછા ખેંચવા કહ્યું અને ચીનના જાસૂસી જહાજનું સ્વાગત કર્યું, જેને શ્રીલંકાએ અગાઉ ત્યાં ડોક કરવાની પરવાનગી નકારી દીધી હતી. ત્યારે ભારતીય જનતાએ પર્યટન માટે માલ્દિવનો બહિષ્કાર કરીને તેનો યોગ્ય જવાબ આપ્યો.

એક અહેવાલ મુજબ ભારત માટે આ ક્ષમતા વિકસાવવી જરૂરી હતી. INS જટાયુમાં ઉડ્ડયન સુવિધા હશે. આનાથી ભારતને માત્ર દરીયાઈ દેખરેખ જ નહિ પરંતું આપણા દરિયાઈ પડોશના વિકાસને વધુ સારી રીતે મોનિટર કરવામાં પણ મદદ મળશે. શરૂઆતમાં INS જટાયુને અધિકારીઓ અને માણસોની નાની ટુકડી સાથે કાર્યરત કરવામાં આવશે. જો કે, તેને વિસ્તારવાની યોજના છે જેથી રાફેલ જેવા ફાઇટર એરક્રાફ્ટ અહીંથી ઉડી શકે. તો INS જટાયુનો ઉદ્ઘાટન સમારોહ ગુપ્ત રીતે થવાનો નથી. ભારત સુનિશ્ચિત કરી રહ્યું છે કે પડોશી સત્તાધીશો નોંધ લે, કારણ કે ભારતીય નૌકાદળના બંને એરક્રાફ્ટ કેરિયર્સ ઉદ્ઘાટન દરમિયાન હાજર રહેશે, અને પોતાનાં બળનું પ્રદર્શન કરશે. રક્ષા મંત્રી રાજનાથ સિંહ અને કુલ 15 યુદ્ધજહાજ આ સમારોહ દરમિયાન હાજર રહેશે.અને હિંદ મહાસાગરમાં ચીનની નૌકાદળની હાજરી વધી રહી હોવાથી, ભારત ટાપુના પ્રદેશોમાં તેના સંરક્ષણને મજબૂત કરીને જવાબ આપશે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો શહેરી જનજીવન સુખાકારીની દિશામાં મહત્વપૂર્ણ નિર્ણય

આ પણ વાંચો:પોરબંદરના ધારાસભ્ય અર્જુન મોઢવાડિયાના કોંગ્રેસ રામ રામ….

આ પણ વાંચો:વડોદરા બેઠક પર શંકર-સીતાની ચર્ચા વચ્ચે આવ્યું રાકેશ અસ્થાનાનું નામ, ગુજરાતની 11 બેઠકો પર કેટલા ‘સરપ્રાઈઝ’?

આ પણ વાંચો:લોકસભા ચૂંટણી પહેલા કોંગ્રેસને ઝટકો, આ દિગ્ગજ નેતા છોડશે કોંગ્રેસનો હાથ