Political/ કોંગ્રેસનાં પંજાને ઠેંગો બતાવી કીર્તિ આઝાદ જોડાશે TMC માં, શરૂ કરશે નવી ઇનિંગ

પશ્ચિમ બંગાળનાં મુખ્યમંત્રી અને TMC નાં વડા મમતા બેનર્જી હાલમાં દિલ્હીનાં પ્રવાસે છે. મળતી માહિતી મુજબ આઝાદ તેમની સાથે મુલાકાત કર્યા બાદ TMC માં સામેલ થઈ શકે છે.

Top Stories India
કીર્તિ આઝાદ

ક્રિકેટમાંથી રાજનીતિમાં પ્રવેશ કરી ચુકેલા કીર્તિ આઝાદ આજે પોતાની નવી રાજકીય ઇનિંગ શરૂ કરવા જઇ રહ્યા છે. રાજનીતિમાં આઝાદની એન્ટ્રી સાથે તેઓ ભાજપમાં, ભાજપ પછી કોંગ્રેસમાં અને હવે તૃણમૂલ કોંગ્રેસમાં જવાના છે. આઝાદ આજે કોંગ્રેસ છોડીને TMC માં જોડાશે.

આ પણ વાંચો – Covid-19 / કોરોના વિરુદ્ધ જંગમાં ભારત અગ્રેસર, આજે 536 દિવસમાં સૌથી ઓછા નોંધાયા કેસ

આપને જણાવી દઇએ કે, પશ્ચિમ બંગાળનાં મુખ્યમંત્રી અને TMC નાં વડા મમતા બેનર્જી હાલમાં દિલ્હીનાં પ્રવાસે છે. મળતી માહિતી મુજબ આઝાદ તેમની સાથે મુલાકાત કર્યા બાદ TMC માં સામેલ થઈ શકે છે. TMC માં સામેલ થવાથી પાર્ટીને બિહારમાં કીર્તિ આઝાદનાં રૂપમાં એક મોટો ચહેરો મળશે. આપને જણાવી દઈએ કે, કીર્તિ આઝાદનાં પિતા કોંગ્રેસનાં નેતા અને બિહારનાં મુખ્યમંત્રી રહી ચૂક્યા છે. કીર્તિ આઝાદે, જે 1983 વર્લ્ડકપ ટીમનો ભાગ હતા, તેણે ભારતીય જનતા પાર્ટી સાથે રાજકીય ઇનિંગ્સની શરૂઆત કરી હતી. જોકે, ભાજપનાં નેતા અરુણ જેટલી સાથે તેમના સંબંધો એટલા વધી ગયા હતા કે તેઓ છેલ્લી લોકસભા ચૂંટણી પહેલા કોંગ્રેસમાં જોડાઈ ગયા હતા.

કીર્તિ આઝાદે કોંગ્રેસની ટિકિટ પર 2019ની સામાન્ય ચૂંટણી લડી હતી પરંતુ તે જીતી શક્યા ન હતા. કીર્તિ આઝાદને દિલ્હી કોંગ્રેસ અધ્યક્ષ બનાવવાની વાત પણ ચાલી રહી હતી, પરંતુ તેમ ન થતા તે પાર્ટીમાં લાંબા સમય સુધી ઉપેક્ષિત અનુભવી રહ્યા હતા. હવે એવા સમાચાર છે કે કીર્તિ આઝાદ TMC માં જોડાવા જઈ રહ્યા છે. ત્યારે જોવાનુ રહેશે કે આ મામલે કોંગ્રેસ પાર્ટી શું પ્રતિક્રિયા આપે છે. ઉલ્લેખનીય છે કે, કીર્તિ આઝાદ 26 વર્ષ સુધી ભારતીય જનતા પાર્ટીમાં રહ્યા. બાદમાં તેમણે પાર્ટી છોડી દીધી હતી. તેઓ ત્રણ વર્ષ પહેલા ભાજપ છોડીને કોંગ્રેસમાં જોડાયા હતા. કીર્તિ આઝાદ બિહારનાં વરિષ્ઠ નેતા અને પૂર્વ મુખ્યમંત્રી ભાગવત ઝા આઝાદનાં દિકરા છે. તેઓ દિલ્હીથી એક વખત ધારાસભ્ય અને દરભંગાથી ત્રણ વખત સાંસદ પણ રહી ચૂક્યા છે.