ઋતિક રોશનની અપકમિંગ ફિલ્મ સુપર 30ની રિલીઝ ડેટ ફરી બદલાઈ છે. અભિનેતા ઋતિક રોશને ટ્વિટ કરીને આ અંગે માહિતી આપી છે. ઋતિક રોશને ફિલ્મ સુપર-30ને લઈ એક હ્રદયસ્પર્શી ટ્વિટ કર્યું છે.
ઋતિક રોશનની અપકમિંગ ફિલ્મ સુપર-30ની રિલીઝ ડેટ ફરી બદલાઈ છે. અભિનેતા ઋતિક રોશને ટ્વિટ કરીને આ અંગે માહિતી આપી છે. જે સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહ્યું છે. ઉલ્લેખનીય છે કે ઋતિક રોશનની સુપર-30 અને કંગના રણાવત-રાજકુમાર રાવની ‘મેન્ટલ હૈ ક્યા’ એક જ દિવસે રિલીઝ થવાની હતી. જો કે હવે સુપર-30ની રિલીઝ ડેટ બદલાઈ ગઇ છે.
કંગના અને ઋતિકની ફિલ્મ એક જ દિવસે રિલીઝ થવાની વાતથી જ સોશિયલ મીડિયા પર માહોલ ગરમાયો હતો. જો કે હવે ઋતિક રોશને એક લાગણીસભર પોસ્ટ કરીને ફિલ્મની રિલીઝ ડેટ બદલાવાની જાહેરાત કરી છે.