Not Set/ PM મોદી 100 વખત કાન પકડી ઉઠક-બેઠક કરશે : મમતા બેનર્જી

લોકસભાની ચુંટણી છઠ્ઠા ચરણ સુધી પહોચવા આવી છે ત્યારે દરેક પક્ષનાં કદ્દાવર નેતા ભાષાની શાલીનતાને હવા કાઠતા જોવા મળી રહ્યા છે. ભાષાને નીચલા સ્તર સુધી પહોચાડવામાં આજે કોઇ પાર્ટીનાં નેતા પાછી પાની નથી કરી રહ્યા. રોજ કોઇને કોઇ વિવાદાસ્પદ નિવેદનથી નેતાઓ જનતાનું ધ્યાન પોતાની તરફ ખેંચવાનો પ્રયત્ન કરે છે. જેમા જનતાનાં મતે સૌથી અગ્રેસર PM […]

Top Stories India Politics
lok sabha polls 40ad4c1c 70a8 11e9 9308 6ffbdc5c45a7 PM મોદી 100 વખત કાન પકડી ઉઠક-બેઠક કરશે : મમતા બેનર્જી

લોકસભાની ચુંટણી છઠ્ઠા ચરણ સુધી પહોચવા આવી છે ત્યારે દરેક પક્ષનાં કદ્દાવર નેતા ભાષાની શાલીનતાને હવા કાઠતા જોવા મળી રહ્યા છે. ભાષાને નીચલા સ્તર સુધી પહોચાડવામાં આજે કોઇ પાર્ટીનાં નેતા પાછી પાની નથી કરી રહ્યા. રોજ કોઇને કોઇ વિવાદાસ્પદ નિવેદનથી નેતાઓ જનતાનું ધ્યાન પોતાની તરફ ખેંચવાનો પ્રયત્ન કરે છે. જેમા જનતાનાં મતે સૌથી અગ્રેસર PM મોદી છે. જેમણે વિપક્ષીય પાર્ટી પર પ્રહારો કરવામાં ભાષાનાં સ્તરને નીચુ કરવામાં કોઇ કસર બાકી રાખી નથી. જો કે ભાષાનું સ્તર માત્ર PM મોદી દ્વારા જ નહી પણ અન્ય નેતાઓ દ્વારા રોજ નીચે લવાઇ રહ્યુ છે. જેમા હવે મમતા બેનર્જી રેસમાં કૂદી ગયા છે. તેમણે એક નિવેદનમાં PM મોદી પર નિશાનો સાધતા કહ્યુ કે, તેમને 100 વખત કાન પકડી ઉઠક-બેઠક કરવી પડશે.

પશ્ચિમ બંગાળનાં બાંકુડામાં CM મમતા બેનર્જીએ PM મોદીને ચેલેન્જ આપતા કહ્યુ કે, હુ તમને ચેલેન્જ કરુ છુ કે જો તમે તમારા આરોપોને સાબિત કરી શકો કે અમે કોયલા માફિયા છીએ, તો હુ પોતાના બધા 42 ઉમેદવારોને પાછા ખેંચી લઇશ. પરંતુ જો આપ જુઠ્ઠુ બોલી રહ્યા છો, તો તમારે જાહેરમાં 100 વખત કાન પકડી ઉઠક-બેઠક કરવી પડશે. આ નિવેદન તેમણે પીએમ મોદીનાં ગુરુવારે બાંકુરામાં એક ચુંટણી રેલીમાં કહ્યુ તેના વળતા જવાબમાં આપ્યુ હતુ.

171787 modi PM મોદી 100 વખત કાન પકડી ઉઠક-બેઠક કરશે : મમતા બેનર્જી

ઉલ્લેખનીય છે કે, PM મોદીએ રેલી દરમિયાન કહ્યુ હતુ કે,પશ્ચિમ બંગાળમાં કોયલા માફિયાઓનું રાજ ચાલી રહ્યુ છે, જેણે આ કામ કરવુ જોઇએ તેમને આ કામથી વંચિત કરવામાં આવી રહ્યા છે. તેમણે જનતાને સંબોધતા કહ્યુ હતુ કે, આપ સૌ સારી રીતે જાણો છો કે કોયલાની ખાંણોમાં તૃણમૂલ માફિયાઓનું હજુ રાજ ચાલી રહ્યુ છે.