પ્રતિબંધ/ સ્વિઝરલેન્ડમાં જાહેર સ્થળોએ બુરખા અથવા માસ્ક પહેરવા પર પ્રતિબંધ! લોકોએ મતદાન દ્વારા કર્યો નિર્ણય

દેશમાં કેટલીક મુસ્લિમ મહિલાઓને માસ્ક અને બુરખાથી ચહેરાને ઢાકવાની અને પ્રદર્શનકારીઓ દ્વારા ઉપયોગ કરવામાં આવતા માસ્ક પર પ્રતિબંધ મૂકવાની દરખાસ્તને મંજૂરી આપી હતી.

Top Stories World
khurkha સ્વિઝરલેન્ડમાં જાહેર સ્થળોએ બુરખા અથવા માસ્ક પહેરવા પર પ્રતિબંધ! લોકોએ મતદાન દ્વારા કર્યો નિર્ણય

સ્વિઝરલેન્ડમાં જાહેર સ્થળોએ બુરખા અથવા માસ્ક પહેરવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. લોકોએ દેશમાં કેટલીક મુસ્લિમ મહિલાઓને માસ્ક અને બુરખાથી ચહેરાને ઢાકવાની અને પ્રદર્શનકારીઓ દ્વારા ઉપયોગ કરવામાં આવતા માસ્ક પર પ્રતિબંધ મૂકવાની દરખાસ્તને મંજૂરી આપી હતી. આ દરખાસ્તને એક મતદાન દરમિયાન મંજૂરી મળ્યા પછી, રેસ્ટોરન્ટ, રમતના મેદાન, સાર્વજનિક પરિવહન સાધનો અથવા રસ્તાઓ પર ચાલતી વખતે ચહેરો ઢાકવા પર પ્રતિબંધ રહેશે. જો કે, ધાર્મિક સ્થળોએ જતા સમયે માસ્ક પહેરવા અને તેમના સ્વાસ્થ્યના કારણો, જેમ કે કોવિડ -19 થી બચવા માટે માસ્ક અને બુરખા પહેરવાની છૂટ આપવામાં આવી છે.

આ પણ વાંચો : 22 પ્રતિભાશાળી મહિલાઓનું વિમેન્સ ડે ની પૂર્વ સંધ્યાએ મંતવ્ય ન્યૂઝ તરફથી સન્માન

બ્રોડકાસ્ટર એસઆરએફએ આંશિક પરિણામોના આધારે જણાવ્યું હતું કે 50 ટકાથી વધુ લોકોએ પ્રતિબંધની તરફેણમાં મત આપ્યો છે. લગભગ 54 ટકા મતદારો બુરખા, માસ્કને ગેરકાયદેસર જાહેર કરવાની તરફેણમાં હતા. અગાઉના ઓપિનિયન પોલમાં પણ સંકેત આપવામાં આવ્યા હતા કે બુરખા પર પ્રતિબંધ મૂકવો કાયદો બની જશે.

આ વર્ષની શરૂઆતમાં, લ્યુર્સિન યુનિવર્સિટીએ એક સર્વેમાં દાવો કર્યો હતો કે સ્વિઝરલેન્ડમાં કોઈ પણ મહિલા બુરખા પહેરતી નથી. જ્યારે 30 ટકા મહિલાઓ એવી છે જે જાહેર સ્થળોએ જતા સમયે માસ્કથી ચહેરો ઢાંકી દે છે. આ સંદર્ભ સ્વિઝરલેન્ડમાં રહેતા મુસ્લિમ સમુદાયની વિરુદ્ધ જોવા મળી રહ્યો છે.

આ પણ વાંચો : ફ્રાન્સના અબજોપતિ રાજકારણી ઓલિવિયર ડસોલ્ટનું હેલિકોપ્ટર દુર્ઘટનામાં મોત