Women's Day / 22 પ્રતિભાશાળી મહિલાઓનું વિમેન્સ ડે ની પૂર્વ સંધ્યાએ મંતવ્ય ન્યૂઝ તરફથી સન્માન

આમ તો મહિલાઓ માટે દરેક દિવસો સ્પેશિયલ જ હોવા જોઈએ. કારણ કે મહિલા વર્કિંગ હોય કે પછી હાઉસવાઈફ, તેમની જવાબદારીઓ તો 365 દિવસ એટલીને એટલી જ રહે છે. પણ ‘વિમેન્સ ડે’ એટલે મહિલાઓ પ્રત્યે માન દર્શાવવાનો દિવસ. આ દિવસે સમગ્ર વિશ્વમાં માત્ર મહિલા.. મહિલા.. અને માત્ર મહિલાઓની જ વાતો કરવામાં આવતી હોય છે. ત્યારે આ ખાસ દિવસે મંતવ્ય ફાઉન્ડેશન દ્વારા વિમેન્સ એમિનન્સ એવોર્ડ 2021 ફંક્શનનું આયોજન કરવામાં આવ્યુ હતું. આ ખાસ દિવસને વધુ ખાસ બનાવવા માટે આપણી વચ્ચે ખાસ મહેમાનો પણ ઉપસ્થિત રહ્યાં હતા.

મંતવ્ય ન્યુઝના આ કાર્યક્રમમાં વિવિધ ક્ષેત્રમાં સ્વનિર્ભર કામ કરતી 23 મહિ‌લાઓનું સન્માન કરવામાં આવ્યું. વિમેન્સ ડે. ના આ પ્રોગ્રામમાં મંતવ્ય ન્યુઝના સ્થાપક, ચેરમેન, મેનેજીંગ ડિરેક્ટર શ્રી જિગ્નેશ પટેલ, મેનેજીંગ ડિરેક્ટર ડૉ. સુરેશભાઇ પટેલ,એડિટર એન્ડ ચીફ દિપક રાજાણી તથા ડિરેક્ટર શ્રી અર્જુન પટેલ ઉપસ્થિત રહ્યા.

આ પ્રસંગે ઓનરેબલ મિનિસ્ટર ઓફ સ્ટેટ ફોર વૂમન એન્ડ્ ચાઇલ્ડ વેરફેર, એજ્યુકેશન એન્ડ પિલગ્રીમેજ ડિપાર્ટમેન્ટ શ્રીમતી વિભાવરીબેન દવે, ગુજરાત સ્ટેટ મહિલા આયોગના ચેરપર્સન શ્રીમતી લીલાબેન અંકોલીયા, રાજ્યસભાના સાંસદ શ્રીમતી અમીબેન યાજ્ઞિક, ડો. આંબેડકર યુનિવર્સિટીના વાઇસ ચાન્સલર ડો.અમી ઉપાધ્યાય, એજ્યુકેશન ડિપાર્ટમેન્ટના પ્રિન્સિપાલ સેક્રેટરી અંજુ શર્મા ઉપસ્થિત રહ્યાં હતા. કાર્યક્રમમાં લીલાબેનનું સ્વાગત મંતવ્ય ન્યૂઝના ચેરમેન અને મેનેજીંગ ડિરેક્ટર જિગ્નેશ પટેલે કર્યું. સોશિયલ વર્કર અનાર પટેલનું સ્વાગત મંતવ્ય ન્યૂઝના મેનેજીંગ ડિરેક્ટર સુરેશ પટેલે કર્યું જ્યારે અમી ઉપાધ્યાયનું સ્વાગત મંતવ્ય ન્યૂઝના ડિરેક્ટર અર્જુન પટેલે કર્યું. તો રાજ્યસભાના સાંસદ અમિબેન યાજ્ઞિકનું સ્વાગત મંતવ્ય ન્યૂઝના એડિટર ઇન ચીફ દિપક રાજાણીએ કર્યું હતું. ઉપસ્થિત મહાનુભાવો દ્ધારા દિપ પ્રાગટ્ય કરીને કાર્યક્રમની શરુઆત કરવામાં આવી હતી.

આમ તો આપણો દેશ પુરુષ પ્રધાન દેશ કહેવાય છે. પરંતુ મહિલાઓએ કેવી રીતે પોતાનું નામ રોશન કર્યું તેનું તાજુ ઉદાહરણ આપ સમક્ષ રજૂ કરવા જઈ રહ્યા છીએ. ચાલો મળાવીએ આવા જ કેટલાક મહાનુભાવોને જે તમારા જીવનમાં પણ ચોક્કસથી પ્રેરણારૂપ સાબિત થશે. ચાલો જણાવીએ તેમણે કેવી રીતે અને કયા ક્ષેત્રમાં સિદ્ધિ પ્રાપ્ત કરેલ છે….

હિમાલી સેજપાલ – સૌ પ્રથમ એવોર્ડ એવી મહિલા હસ્તીને કે જેને ગુજરાતનું નામ સમગ્ર દેશ અને વિદેશમાં રોશન કર્યું છે, જેનો જન્મ થયો મુંહઈમાં, શિક્ષણ લીધું રાજકોટમાં પણ કર્મભૂમિ બનાવી ફરીથી માયાનગરી મુંબઈને. અનેક સિરિયલ્સ-ફિલ્મ્સમાં અભિનયના ઓજસ પાથરી ચૂકેલી મહિલાએ મોટા મોટા સ્ટેડ શૉમાં હૉસ્ટની ભૂમિકા પણ નિભાવી છે. આ વાત છે સેલિબ્રિટી હૉસ્ટ હિમાલી સેજપાલની, જેમનું અનાર પટેલ દ્વારા એવોર્ડ આપી સમ્માન કરવામાં આવ્યું હતું.

દિપલ ત્રિવેદી – આપણને નેશનલ ટીવીમાં શશ્વેતા સિંઘ અને અંજના ઓમ કશ્યપને જોયા છે, પરંતુ ગુજરાતમાં એક એવા મહિલા પત્રકાર છે, કે જેમણે ન માત્ર રાજ્યનું પરંતુ દેશભરમાં ખૂબ જ નામના મેળવી છે અને તેઓ ઈન્વેસ્ટીગેશન જર્નાલિઝમ તરીકે જાણીતા છે. તેમની સ્ટોરીથી ભલભલાના પગે રેલો આવે છે, ગુજરાતમાં એક ઈંગ્લીશ અબારને સ્થાપિત કરવામાં જેમનો સિંહફાળો છે. આટલું બોલ્યા પછી તમને ખબર પડી જ ગઈ હશે કે આ કોના વિશે છે આ ચહેરો છે મહિલા પત્રકાર દિપલ ત્રિવેદીનો જેમનું વિભાવરીબેન દવે દ્વારા સમ્માન કરવામાં આવ્યું.

દેવીબેન દાફડા – કોઈપણ સફળ પુરૂષ પાછળ એક સ્ત્રીનો હાથ હોય છે, આજે જે મહીલાનું સન્માન કરવા આવી રહ્યું છે તેઓ અમદાવાદના એક સફળ બિઝનેસમેનના જીવનસંગીની છે, અમદાવાદમાં આવેલી 4 નર્સીંગ ઈન્સ્ટિટ્યૂટના ચેરમેન મેનેજીંગ ડિરેક્ટર ડૉ. પ્રહલાદ પરમારની પાછળ પડછાયાની જેમ ફરતા દેવીબેન દાફડાનું અનાર પટેલ દ્વારા સમ્માન કરવામાં આવ્યું

બિનીતા શાહ – અમદાવાદમાં રહેતા હો કે પછી વડોદરા જાઓ અને હવે તો મુંબઈમાં બાલાજી ગૃપના સોપાનો જોવા મળશે,. અમદાવાદ, વડોદરામાં ધૂમ મચાવ્યા બાદ હવે માયાનગરી મમુંબઈમાં બાલાજી ગૃપના શિખર સર કરી રહ્યું છે,. બાલાજી ગૃપના આ મહિલા ડાયરેક્ટર છે બીનિતા શાહ, તેમનું સન્માન એજ્યુકેશન ડિપાર્ટમેન્ટના પ્રિન્સિપાલ સેક્રેટરી અંજુ શર્માએ કર્યું હતું.

સરિતા ગાયકવાડ – હવે જે મહીલાની વાત કરી રહ્યા છીએ તે રાજ્યના આદીવાસી વિસ્તારમાંથી આવે છે, 3 વર્ષ પહેલા ઓસ્ટ્રેલીયામાં યોજાયેલા કોમન વેલ્થ ગેમ્સમાં 400 મીટરની રીલે દોડમાં માત્ર ગુજરાતનું જ નહીં, પરંતુ સમગ્ર દેશનું નામ પણ રોશન કરી બતાવ્યું છે. અને સુવર્ણ ચંદ્રક મેળવ્યાની સિદ્ધી હાંસલ કરી હતી, આ સિદ્ધિ મેળવવા બદલ આ મહિલા હવે બની ગયા છે ડીવાયએસપી. આપણે વાત કરી રહ્યા છીએ સરિતા ગાયકવાડની જેમનું ડો.અમીબેન ઉપાધ્યાય દ્વારા એવોર્ડ આપીને  સન્માન કરવામાં આવ્યું.

મિત્તલ ત્રિવેદી  – વિચરતી જાતીના હક્ક માટે લડનારી અને તેમના સમુદાયને જીવંત કરવા માટે જંગ લડનારી મહિલા એટલે મિત્તલ ત્રિવેદી, આપણે ત્યાં પાડોશીને ત્યાં મદદ કરવા લોકો દૂર ભાગતા હોય છે, ત્યારે ગામે ગામે ફરીને વિચરતી જાતિને ન્યાય આપવા માટે સતત દોડતા રહેતા મહિલાનું જો આજે સન્માન ના થાય તો મહિલા દિવસ અધૂરો કહેવાશે, મંતવ્ય ન્યૂઝ દ્વારા મિત્તલ ત્રિવેદીનું એવોર્ડ આપીને સન્માન કરવામાં આવ્યું.

નીપા સિંઘ – 2017માં જેમણે મિસિસ યુનાઈટેડ નેશન્સમાં કિંગ્સ્ટન જમૈકામાં ભારતતને પ્રસ્તુત કરી ખિતાબ જીત્યો,. તેઓ પહેલા એવા ભારતીય મહિલા છે જેમણે 46 વર્ષની વયે આંતરાષ્ટ્રીય લેવલે ભારતને ગૌરવ અપાવી વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન મેળવ્યું,.આજે તેઓ ફૂલજ્યોતિ ફાઉન્ડેશનના માધ્યમથી સમાજ સેવા પણ કરી રહ્યા છે, એટલું જ નહીં તેમની કંપની દ્વારા તેઓ ગુજરાતી સિરીયલ અને ફિલ્મના નિર્માણનું કાર્ય પણ સંભાળી રહ્યા છે, અમીબેન યાજ્ઞિક દ્વારા મહિલા દિવસ નિમિતે નીપા સિંઘનું સમ્માન કરવામાં આવ્યું.

અદિતિ રાવલ – અત્યારે આર જે બનવાની હોડ ચાલી રહી છે, પણ હવે આ મહિલાએ તો આરજે શીપ તો છોડી દીધી છે, પણ હાલ આરજેને ટક્કર મારે તેવું કામ તે કરી રહી છે. આ મહિલાના સોશિયલ મીડિયા પર વીડિયો મુકાય તેવાજ  મોટી સંખ્યામાં વ્યૂઅશીપ મળે છે. અમિતાભ બચ્ચન કહેતા હતા, કે કુછ દીન તો ગુજારો ગુજરાતમેં. આ મહિલ રાજ્યના જુદા જુદા રમણીય સ્થળોએથી સરસ મજાના વીડિયો સુંદર કન્ટેન્ટ સાથે સ્પ્શીય્લ મીડિયા પર શેર કરે છે અને હવે આ મહિલા લોકોમાં ઓળખાવા લાગી છે કન્ટેન્ટ રાઈટર તરીકે તેમને  મંતવ્ય ન્યૂઝ દ્વારા એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો.

સાંત્વની ત્રિવેદી – સુરીલી સિંગર એટલે સાંત્વની,. સિંગર તો હંમેશા સુરીલા જ હોય છે અને તેવા સિંગર સાંભળવા સૌ કોઈને ગમે,. બેસૂરા તો આપણને બાથરૂમમાં જ સાંભળવા મળે. પણ ગુજરાતમાં ટૂંકા ગાળામાં નામના મેળવનાર ચહેરો એટલે સાંત્વની ત્રિવેદી જેમનું મંતવ્ય ન્યૂઝ દ્વારા સન્માન કરવામાં આવ્યું. અમીબેન યાજ્ઞિકે સાંત્વનીને એવોર્ડ પ્રદાન કર્યો હતો.

નિરૂબેન રાવલ – પોતાની સ્વર્ગસ્થ માતાના ઘરેણા વેચીને એક નાનકડી ઓરડીથી સંસ્થાની શરૂઆત કરી. મૂકબધીર, મંદબુદ્ધિ અને અનાથ બાળકીઓનો ઉછેર કરી, તેમને પગભર કરવામાં જેમનું યોગદાન છે અને દીકરી મોટી થાય, ત્યારે તેનું લગ્ન કરાવી નવા જીવનની શરૂઆત પણ કરાવી આપે છે,. દીદીના હુલામણા નામથી તેઓ જાણીતા છે,મંથન સંસ્થાનો પાયો નાંખનારા નિરૂબેન રાવલનું મંતવ્ય ન્યૂઝ દ્વારા સન્માન કરવામાં આવ્યું. નિરુબેનને વિભાવરી દવે દ્ધારા એવોર્ડ આપવામાં આવ્યો હતો.

ઈન્દિરાબેન સોની – ગોલ્ડ મેડાલિસ્ટ પતિ સાથે એકવાર રક્તપિત્તીયા સાથે રક્ષાબંઘનનો પર્વ ઉજવ્યો અને તેમની વેદદના જોઈને રાતોરાત પોતાના તમામ સુખ સાહ્યબી છોડીને બસ નક્કી કર્યું કે રક્તપિત્તના રોગીઓની સારવાર કરવી, કે જેની પાસે કોઈ જાય નહીં,. ત્યારે સેવાનું બીજુ નામ એટલે સહયોગ કૃષ્ઠયજ્ઞ ટ્રસ્ટના ઈન્દિરા બેન સોની જેમનું મંતવ્ય ન્યૂઝના એવોર્ડ ફંકશનમાં લીલાબેન અંકોલીયા દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું.

ઝીલ શાહ – ત્વચાની કેર કરવી ખૂબ જરૂરી છે આજે કોસ્મેટિકસના નામે લોકો મસમોટા ખર્ચા કરતા હોય છે, ત્યારે તે ખર્ચાને કેમ બચાવવા અને કૂરૂપ ત્વચાને કેમ નિખારવી તેનું સોલ્યુશન એટલે ઝીલ શાહ,. જેઓ બેર બૉડી એસેન્સિયલ બ્રાન્ડના માલિક છે, ઝીલ શાહનું અનાર પટેલ દ્વારા સમ્માન કરવામાં આવ્યું.

શિવાની મહેતા –  ગુજરાતની એક એવી મહિલા કે જેમણે 200થી વધુ નેશનલ બ્રાન્ડ્સ સાથે ઘણી બધી કુકિંગની ઈવેન્ટ્સ કરી છે,માસ્ટર શેફ ઈન્ડિયા, જે સ્ટારપ્લસનો ઘણો પ્રખ્યાત શૉ ગણાય છે,તેમાં અનેક લેવલ ક્રોસ કર્યા બાદ માસ્ટર શેફ ઈન્ડિયાની 2013ની સિધનમાં પોતાની રસોઈનો જાદુ ચલાવ્યો,. અને ટોપ-13 સ્પર્ધકોમાં ગુજરાતને પ્રમોટ કર્યું, અને હાલ માસ્ટર શેફની છેલ્લી 4 સીઝનથી તેઓ ઓડિશન્સ પણ લઈ રહ્યા છે, શિવાની મહેતાનું ડો.અમી ઉપાધ્યાયે સન્માન કર્યું હતું.

સરોજ કુમારી – એક મહિલા આપીએસ ઓફિસર છે. કે જે તમને હિંદી ફિલ્મમાં જોવા મળી હતી,. પરંતુ આપણા આજના ગુજરાતના મહિલા આઈપીએસ ઓફિસર મર્દાની કરતા થોડા અલગ છે,. તેઓ કડક ઓફિસર તો છે, જ પણ સાથો-સાથ સામાજિક જવાબદારી પણ બખૂબીથી નિભાવી છે, સામાજિક કાર્યમાં પણ તેમનું નામ ગર્વથી લેવાય છે.

રાજેશ્રી ગઢવી – મહિલાના અનેક રૂપ છે, માતા, દીકરી, બહેન પત્ની અનેક ભૂમિકા નીભાવે છે એક મહિલા. આ મહિલા એવી છે, કે તે અત્યારે એક સનદી અધિકારીની ભૂમિકા અદા કરે છે. હાલના સમાજમાં મહિલા પુરૂષની સમકક્ષ બનતી જાય છે., ત્યારે વહીવટીતંત્રમાં પણ મહિલાઓની ભૂમિકા પણ અહમ છે. આપણે વાત કરી રહ્યા છીએ, અમદાવાદમાં એડિશનલ કલેક્ટર તરીકે સેવા આપી રહેલા રાજેશ્રી ગઢવીની કે જેમનું સમ્માન વિભાવરીબેન દવેએ કર્યું હતું.

કોમલ ઠક્કર – કચ્છડો બારેમાસ,. કચ્છી માડુ, પાન ઝે મુલકમે…… આપણે વાત કરી રહ્યા છીએ મૂળ કચ્છની અને ગુજરાતી ફિલ્મમાં ઝાઝરમાન હિરોઈન તરીકે છવાયેલી કોમલ ઠક્કરની.. ટૂંકાગાળામાં જ અનેક ફિલ્મમાં અભિનયના ઓજસ પાથરીને પોતાના ચાહકોને એન્ટરટેઈન કર્યા છે તો કોમલ ઠક્કરનું સન્માન અનાર પટેલે કર્યું હતું.

અદિતિ પારેખ – આજે આ કાર્યક્રમમાં તમામ મહિલાઓ સુંદર ડ્રેસીંગ કરીને આવી છે, ફેશનનો જમાનો છે, ફેશન તો કરવાની જ હોય ને,, મહિલાની વાત આવે ત્યારે ફેશનની વાત સૌથી પહેલા હોય,., ધ ફેશન એડીટ નામનો જેમનો મલ્ટી ડિઝાઈનર સ્ટોર છે, ત્યારે ફેશનની દુનિયામાં કાંઠુ કાઢનારી મહિલાનું. અદિતિ પારેખનું સન્માન ડો.અમી ઉપાધ્યાયે કર્યું હતું.

તર્જની ભાદલા – હેલ્લારો કહીને જેમને પોતાની કારકિર્દીનો શુભારંભ કર્યો છે. જેમણે અનેક હિન્દી સિરીયલ અને ગુજરાતી ફિલ્મમાં મહત્વનો કિરદાર નીભાવ્યો છે,. તેમની અપકમિંગ મુવીનું લિસ્ટ પણ લાંબુ છે,. કોઈપણ કિરદારને દમદાર બનાવી દેનારી એક્ટ્રેસ એટલે તર્જની ભાદલા જેમનું સમ્માન અમી યાજ્ઞિકે કર્યું હતું.

રીટા ત્રિવેદી – સામાજિક રાજકીય આગેવાન એક રાજકીય વ્યક્તિ સમાજમાં નિસ્વાર્થ પણે ઉત્થાનના સારા કર્મો કરે, તે વાત ગળે ઉતરે,. કદાચ ના ઉતરે,. પરંતુ ભારતની મોટી અને કાર્યશીલ પાર્ટીનો હિસ્સો છે આ મહિલા,. જેઓએ કોઈપણ સામાજિક સંસ્થા સાથે જોડાયા વગર સ્વબળે અનેક સામાજીક કાર્યો કર્યા છે. અને પાતાના બોડકદેવ વિસ્તારના વિકાસ માટે હંમેશા કાર્યશીલ રહ્યા છે. વધુમાં તેઓ સ્ટેટ લેવલ પર ક્રિકેટની પીચ પર ફટકાબાજી પણ કરી ચૂક્યા છે.રીટાબેન ત્રિવેદીનું સન્માન અનાર પટેલે કર્યું હતું.

માલા ભટ્ટ – ગુજરાતી ફિલ્મના સંગીતકાર, પંકજ ભટ્ટની સફળતા પાછળ પણ એક સિંગર છે. આ સિંગર બીજુ કોઈ નહીં, પણ તેમના જ ધર્મપત્ની છે માલાબેન ભટ્ટ,. અનેક ગુજરાતી ફિલ્મમાં તેમના કોકીલ કંઠથી ગીતોને લોકપ્રિય બનાવનાર માલાબેન ભટ્ટનું સન્માન ડો.અમી ઉપાધ્યાયે કર્યું હતું.

આર જે પૂજા – અમદાવાદીઓને ઘેલું લગાડવામાં અનેક આર જેનો સિંહફાળો છે,. પરંતુ હંમણા રેડિયો સીટી પર એક નવો જ અવાજ સાંભળવા મળ્યો , જોકે આ રેડિયો જોકી છે ઘણા જૂના, પણ રેડિયો સીટીમાં આવીને થોડ઼ા જ મહીનાઓમાં એવી લોકપ્રિય બની ગઈ , કે ઘરઘરના યુવા હૈયામાં વસી ગઈ.. આ વાત છે આર જે પૂજાની કે જેમનું સન્માન અમીબેન યાજ્ઞિકે કર્યું હતું.

અંજલી સિંઘ – મુસ્કુરાહ જેની છે થીમ, જચેને કોરોનાની મહામારીમાં પેઈન્ટ કરીને આવક મેળવી અને તે આવકનો સદઉપયોગ કર્યો કોરોનાની મહામારીનો સામનો કરનારા વ્યક્તિઓ પાછળ,. આ મહિલાના વખાાણ કરીએ તેટલા ઓછા,. કોરોનામાં આ મહિલાએ કરેલી કામગીરીથી અનાથ મહિલાઓના તહેરા પર મુસ્કાન આવી ગઈ..અંજલી સિંઘને અનાર પટેલના હસ્તે એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો.

બેલ્ટ એન્ડ બેરીંગ – મુકેશ ઓઝા

ગુજરાત લેવલે MSME સેક્ટરમાં એક એવી કંપની જે બેલ્ટ અને બેરીંગના ઉત્પાદનમાં ખૂબ જ નામાંકિત છે,અને આ કંપનીનું સુકાન સંભાળી રહ્યા છે,તે વ્યક્તિનું વ્યક્તિત્વ પણ અનોખુ છે,. વેપારમાં નામના ધરાવનારી આ પ્રતિભાશાળી વ્યક્તિ સંસ્કૃતના માસ્ટ છે, જેમને અસંખ્ય શ્ર્લોકોનું કાબીલેતારીફ અનુવાદન કર્યું છે. જેઓ ઔદ્યોગિક ક્ષેત્રે દેશ લેવલે સેવા આપી રહ્યા છે, તેમજ ધાર્મિક અને આદ્યાત્મિક લેવલે પણ ખાસ્સી રૂચિ ધરાવે છે,. તે પ્રભાવશાળી વ્યક્તિ એટલે મેનેજિંગ ડિરેક્ટર શ્રી મુકેશભાઈ ઓઝા. અમીબેન યાજ્ઞિકે મુકેશભાઇનું સન્માન કર્યું હતું.

શ્રી ધર્મેશભાઈ પંડ્યા – મેનેજીંગ ટ્રસ્ટી

બરોડાની નજીક આવેલ એક નાના સેન્ટર ‘સાવલી’ માં ખુબ જ નામાંકિત અને શૈક્ષણિક ક્ષેત્રમાં આગવું સ્થાન ઘરાવતી ઇન્સ્ટીટયુટ KJIT આવેલી છે. જે ભવિષ્યના એન્જિનિયર અને ટેકનોલોજીના વિદ્યાર્થીઓને સપૂર્ણ શિક્ષણ ખુબ જ સુવિધા સાથે પૂરું પાસે છે.
હાલના સમયમાં KJIT INSTITUTE સંલગ્ન, કાશિબા આયુર્વેદિક હોસ્પીટલમાં સરકાર દ્વારા કોવિડ કેર સેન્ટર કરવામાં આવેલ, જેમાં વિનામૂલ્યે 560 દર્દીને સંપૂણ સજા કરવામાં આવેલ એ પણ ફક્ત 4 મહિનામાં તો આવા સેવાકિય કાર્ય સાથે હોડાયેલા KJIT INSTITUTE ના મેનેજીંગ ટ્રસ્ટી શ્રી ધર્મેશભાઈ પંડ્યાને અનાર પટેલના હસ્તે એવોર્ડ આપવામાં આવ્યો હતો.

Reporter Name:

More Stories


Loading ...

Top Stories


Photo Gallery