Not Set/ ચીન અને પાકિસ્તાન લડાકુ વિમાન માટે બનાવી રહ્યા છે ગોપનીય યોજના

પાકિસ્તાન બેલ્ટ એન્ડ રોડ પ્લાન હેઠળ ચીન સાથે મળીને લડાકુ વિમાન, હથિયાર અને બીજા હાર્ડવેર ઉપકરણ બનવવાની ગોપનીય યોજના બનાવી રહ્યું છે. ન્યુટોર્ક ટાઈમ્સમાં આ વાતનો ખુલાસો થયો હતો. જો કે ચીને આ વાતનું ખંડન કર્યું છે. ખબર પ્રમાણે ચીન જે કાર્યક્રમ શાંતિપૂર્ણ અને અસૈન્ય હોવાનો દાવો કરી રહ્યો છે તેમાં જ તે લડાકુ વિમાન […]

Top Stories World Trending
335317 4390634 updates ચીન અને પાકિસ્તાન લડાકુ વિમાન માટે બનાવી રહ્યા છે ગોપનીય યોજના

પાકિસ્તાન બેલ્ટ એન્ડ રોડ પ્લાન હેઠળ ચીન સાથે મળીને લડાકુ વિમાન, હથિયાર અને બીજા હાર્ડવેર ઉપકરણ બનવવાની ગોપનીય યોજના બનાવી રહ્યું છે.

ન્યુટોર્ક ટાઈમ્સમાં આ વાતનો ખુલાસો થયો હતો. જો કે ચીને આ વાતનું ખંડન કર્યું છે.

ખબર પ્રમાણે ચીન જે કાર્યક્રમ શાંતિપૂર્ણ અને અસૈન્ય હોવાનો દાવો કરી રહ્યો છે તેમાં જ તે લડાકુ વિમાન બનાવવાની યોજના પણ શામેલ છે.

વધુમાં તેમણે લખ્યું છે કે પાકિસ્તાનમાં ચીનનો એક ભરોસામંદ સહયોગ જોવા મળી રહ્યો છે. સીમા અને તાલમેલનો લાંબો ઈતિહાસ છે. હથિયારોનું મોટું ગ્રાહક છે અને આર્થિક વૃદ્ધિ માટે વેપારની સંભાવનાઓથી પણ સમૃદ્ધ છે. એટલું જ નહી પણ તેની સાથે પ્રાકૃતિક સંસાધનોનો પણ ભંડાર છે.

હવે ચીનને પાકિસ્તાનમાં સુરક્ષા અને નજર રાખવા માટે જગ્યા મળી રહી છે જે પારંપરિક રીતે અત્યાર સુધી અમેરિકાનું ભાગીદાર રહ્યું છે.

જો કે ચીન દ્વારા શુક્રવારે આ વાતનું ખંડન કરવામાં આવ્યું હતું. ચીનને જયારે આ બાબતે પૂછવામાં આવ્યું હતું ત્યારે તેણે કહ્યું હતું કે અમારી પાસે રહેલી સૂચનાઓ પ્રમાણે આ ખબર સાચી નથી.