Robbery/ મોરબીમાં લૂંટારૂઓએ દંપતીને બનાવ્યા નિશાન

મોરબી જીલ્લાના માળિયા મિયાણા તાલુકામાં આવેલા સરવડ ગામમાં તસ્કરોએ દંપતીના ઘરને નિશાન બનાવ્યું હતું. લૂંટારૂઓ ઘરમાં ઘૂસી ઘરમાં રહેતા દંપતી પર હુમલો કરી ઘાયલ કર્યા હતા. બાદમાં તકનો લાભ ઉઠાવી લૂંટારૂઓ…

Top Stories Gujarat

Morbi News: મોરબીના માળીયા મિયાણા તાલુકામાં લૂંટની(Robbery) ઘટના સામે આવી છે. સરવડ ગામે એક દંપતી (Couple) પર હુમલો કરી અને ઘરમાંથી સોના-ચાંદીના ઘરેણા સહિત રોકડ રકમની લૂંટ કરી હતી. માળીયા મિયાણા પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

મોરબી જીલ્લાના માળિયા મિયાણા તાલુકામાં આવેલા સરવડ ગામમાં તસ્કરોએ દંપતીના ઘરને નિશાન બનાવ્યું હતું. લૂંટારૂઓ ઘરમાં ઘૂસી ઘરમાં રહેતા દંપતી પર હુમલો કરી ઘાયલ કર્યા હતા. બાદમાં તકનો લાભ ઉઠાવી લૂંટારૂઓ ઘરમાં ઘૂસ્યા હતા. ઘરમાં લાખોના ચાંદી અને સોનાના દાગીનાની ચોરી કરી હતી. સાથે રોકડ રકમ પણ લઈ ગયા હતા. સાથે મહિલાના કાનની બૂટની પણ ચોરી કરી લઈ ગયા હતા.

ઘરના માલિક મગનભાઈને માથામાં ગંભીર ઈજાઓ પહોંચી હતી. બાદમાં માળિયા મિયાણા પોલીસને સમગ્ર ઘટનાની જાણ કરવામાં આવી હતી. મિયાણા પોલીસ ઘટના સ્થળે પહોંચી ગુનો નોંધી શોધખોળ શરૂ કરી હતી.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:ASIની હત્યા, ખાતાકીય તપાસના આદેશ

આ પણ વાંચો:અંકલેશ્વરનાં પશુપતિનાથ મંદિરમાં તસ્કરો ત્રાટક્યા