Not Set/ ભારતીય પ્રતિનિધિઓની પાકિસ્તાનમાં હાલત ખરાબ,નવા ગેસ કનેક્શન પણ મળ્યાં નથી

પાકિસ્તાન દેશ ક્યારે એની હરકતોથી આરામ લેશે? ભારતનાં પાડોશી દેશ પાકિસ્તાનમાં છેલ્લાં થોડાક સમયથી ભારતનાં પ્રતિનિધિઓને ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. ભારત દેશનાં ઘણાં રાજદ્વારીઓ પાકિસ્તાનમાં પરેશાની ભોગવી રહ્યાં છે. આ રાજનૈતિક અગ્રણીઓને પાકિસ્તાનમાં નવા ગેસનાં કનેક્શન પણ આપવામાં આવ્યા નથી. આટલું જ નહી પરંતુ જે મહેમાનો ભારતીય એમ્બેસેડરને મળવા આવે છે એમને […]

Top Stories World Politics
india pak flag reuters 875 ભારતીય પ્રતિનિધિઓની પાકિસ્તાનમાં હાલત ખરાબ,નવા ગેસ કનેક્શન પણ મળ્યાં નથી

પાકિસ્તાન દેશ ક્યારે એની હરકતોથી આરામ લેશે? ભારતનાં પાડોશી દેશ પાકિસ્તાનમાં છેલ્લાં થોડાક સમયથી ભારતનાં પ્રતિનિધિઓને ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે.

ભારત દેશનાં ઘણાં રાજદ્વારીઓ પાકિસ્તાનમાં પરેશાની ભોગવી રહ્યાં છે. આ રાજનૈતિક અગ્રણીઓને પાકિસ્તાનમાં નવા ગેસનાં કનેક્શન પણ આપવામાં આવ્યા નથી. આટલું જ નહી પરંતુ જે મહેમાનો ભારતીય એમ્બેસેડરને મળવા આવે છે એમને પણ હેરાન કરવામાં આવે છે.

ઘણાં સીનીયર ઓફિસરની ઈન્ટરનેટ સેવા પણ બ્લોક થઇ ગઈ છે. આ ઉપરાંત ઘણાં એવાં કિસ્સાઓ પણ નોંધાયા છે આ મહિનાની શરૂઆતમાં જ્યાં ઓફિસરનાં ઘરમાં ઘુષણખોરો ઘુસી ગયાં હોય.

આ વાત નજરઅંદાજ થઇ શકે એવી બિલકુલ નથી. ભારતે પોતાનાં રાજદ્વારીઓને ભોગવવી પડતી મુશ્કેલીઓનાં નિરાકરણ માટે પાકિસ્તાન સાથે વાત કરી છે. ભારતે આ બાબતને પાકિસ્તાનનાં વિદેશ મંત્રાલય સમક્ષ રાખી છે.