Gujarat Election/ અમદાવાદમાં સતત બીજા દિવસે પણ PM નરેન્દ્ર મોદીનો ભવ્ય રોડ શો ,શાહીબાગથી સરસપુર રૂટ પર યોજાશે

  ગુજરાત વિધાનસભાના પ્રથમ તબક્કાનું મતદાન પરિપૂર્ણ થઇ ગયું છે. હવે બીજા તબક્કાની તૈયારીઓમાં રાજકિય પાર્ટીઓ લાગી ગઇ છે

Top Stories Gujarat
Narendra Modi's grand road show
  • PM મોદીનો આજે અમદાવાદમાં રોડ શો
  • શાહીબાગથી રાયપુર થઇ સરસપુર સુધી રોડ શો
  • દિલ્હી દરવાજા,દિલ્હી ચકલામાં કરશે રોડ શો
  • સૌથી મોટો અને લાંબો રોડ શો યોજશે
  • ભદ્રકાળી માતાનાં દર્શન કરશે વડાપ્રધાન મોદી
  • શાહીબાગથી સરસપુર સભાસ્થળ સુધી રોડ શો
  • વડાપ્રધાનનો ખમાસા,આસ્ટોડીયા,રાયપુરમાં રોડ શો
  • આજે સાંજે ચાર વાગ્યાથી રોડ શો યોજાશે

Narendra Modi’s grand road show         ગુજરાત વિધાનસભાના પ્રથમ તબક્કાનું મતદાન પરિપૂર્ણ થઇ ગયું છે. હવે બીજા તબક્કાની તૈયારીઓમાં રાજકિય પાર્ટીઓ લાગી ગઇ છે. એવામાં રાજ્યની બાગડોર હાલ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સંભાળી લીધી છે. ગઇકાલે પણ મોદીએ ભવ્ય અનો સૈાથી લાંબો રોડ શો અમદાવાદમાં કર્યો હતો નરોડાથી લઇને ચાંદખેડા સુધીનો રૂટ પર તેમમે આ રોડ શો કર્યો હતો. અમદાવાદની બેઠકો કવર કરવાની રણનીતિ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની છે.આઈજે ફરી એકવાર અમદાવાદમાં ભવ્ય રોડ શો કરવા જઇ રહ્યા છે.

ઉલ્લેખનીય છે કે આજે તેઓ અમદાવાદમાં સાંજે 4 કલાકે રોડ શોની શરૂઆત કરશે. આ રોડ શોની શરૂઆત શાહીબાગથી રાયપુર થઇને સરસપુર સુધીનો રોડ શો કરવાના છે. સૈાથી લાંબો અને મોટો રોડ શો યોજાશે. આ જે મોદી ભદ્રકાળીના દર્શન પણ કરશે. શાહિબાગ અને સરસપુરમાં જાહેર સભા પણ સંબોધશે.

નોંધનીય છે કે આ વખતે આમ આદમી પાર્ટી ચૂંટણી લડવાની હોવાથી ત્રિપાંખિયો જંગ જોવા મળશે, આપના લીધે રાજકિય સમીકરરણો ખોરવાઇ ના જાયે તે માટે નરેન્દ્ર મોદીએઓ બાગડોર પોતાના હાથમાં લઇ લીધી છે. અમદાવાદમાં સતત બીજા દિવેસ પણ રોડ શોનું આયોજન કરવામાં આવ્યું છે. અમદાવાદની 21 બેઠક પર સીધી અસર થાય તે હેતુંથી આ આયોજન કરવામાં આવ્યું છે. આજેપણ નરેન્દર મોદીની લોકપ્રિયતા ટોચ પર છે.

digital currency/પહેલા દિવસે Digital Rupeeમાં આટલા કરોડનું થયું ટ્રાન્ઝેક્શન, હાલ 4 બેંક પાસે છે ચલણ

Mallikarjun Kharge’s public meeting/કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ ખડગે આજે ગુજરાતમાં બે જાહેર સભાઓ સંબોધશે

Gujarat Election/પ્રથમ તબક્કાનાં મતદાનનાં સત્તાવાર આંકડા જાહેર, સૈાથી વધુ નર્મદા અને ઓછું અમરેલી જિલ્લામાં

India at UN/અમારે લોકશાહીમાં શું કરવું તેવું કોઈએ અમને જણાવવાની જરૂર નથી: યુએનમાં ભારતનું બેધડક