World Bank New President/ અજય બંગા વિશ્વ બેંકના આગામી પ્રમુખ બનશે, 2 જૂને સંભાળશે કાર્યભાર

માસ્ટરકાર્ડના ભૂતપૂર્વ CEO અજય બંગા વિશ્વ બેંકના આગામી પ્રમુખ બનશે. વિશ્વ બેંકના 25 સભ્યોના એક્ઝિક્યુટિવ બોર્ડે બુધવારે અજય બંગાને પાંચ વર્ષની મુદત માટે પ્રેસિડેન્ટ તરીકે ચૂંટ્યા, જે 2 જૂનથી લાગુ થશે

Top Stories India
6 અજય બંગા વિશ્વ બેંકના આગામી પ્રમુખ બનશે, 2 જૂને સંભાળશે કાર્યભાર

માસ્ટરકાર્ડના ભૂતપૂર્વ CEO અજય બંગા વિશ્વ બેંકના આગામી પ્રમુખ બનશે. વિશ્વ બેંકના 25 સભ્યોના એક્ઝિક્યુટિવ બોર્ડે બુધવારે અજય બંગાને પાંચ વર્ષની મુદત માટે પ્રેસિડેન્ટ તરીકે ચૂંટ્યા, જે 2 જૂનથી લાગુ થશે. અજય બંગા ભારતીય-અમેરિકન અને અમેરિકન શીખ સમુદાયના પ્રથમ વ્યક્તિ હશે જે વિશ્વ બેંકના વડા બનશે.

અજય બંગાની નિમણૂક બાદ, બેંકે એક નિવેદનમાં જણાવ્યું હતું કે બોર્ડ વિશ્વ બેંક જૂથ વિકાસ પ્રક્રિયા પર અજય બંગા સાથે કામ કરવા આતુર છે. અજય બંગા વિશ્વ બેંકના વર્તમાન પ્રમુખ ડેવિડ માલપાસનું સ્થાન લેશે.

બંગાને ફેબ્રુઆરીના અંતમાં યુએસ પ્રમુખ જો બિડેન દ્વારા આ પદ માટે નામાંકિત કરવામાં આવ્યા હતા. બિડેને કહ્યું હતું કે આ વૈશ્વિક સંસ્થાનું નેતૃત્વ કરવા માટે અજય બંગા સૌથી યોગ્ય વ્યક્તિ છે.