Not Set/ રાજદ્રોહ કેસમાં કોંગ્રેસ નેતા હાર્દિક પટેલની ધરપકડ, 24 જાન્યુઆરી સુધી ન્યાયિક કસ્ટડીમાં રહેશે

ગુજરાતમાં પાટીદાર આંદોલનનાં નેતા અને હાલમાં કોંગ્રેસનાં નેતા હાર્દિક પટેલની શનિવારે ફરી ધરપકડ કરવામાં આવી છે. કોંગ્રેસનાં નેતા હાર્દિક પટેલની વિરમગાંવ નજીક હાંસલપુરથી ધરપકડ કરવામાં આવી છે. આ કેસમાં કોર્ટે હાર્દિક પટેલ વિરુદ્ધ બિનજામીનપાત્ર વોરંટ જારી કરીને 24 જાન્યુઆરીએ હાજર થવાનું કહ્યું હતું. જો કે તેની ધરપકડ પહેલા જ કરવામાં આવી છે. Gujarat:Congress leader Hardik […]

Top Stories Ahmedabad Gujarat
Hardik Patel રાજદ્રોહ કેસમાં કોંગ્રેસ નેતા હાર્દિક પટેલની ધરપકડ, 24 જાન્યુઆરી સુધી ન્યાયિક કસ્ટડીમાં રહેશે

ગુજરાતમાં પાટીદાર આંદોલનનાં નેતા અને હાલમાં કોંગ્રેસનાં નેતા હાર્દિક પટેલની શનિવારે ફરી ધરપકડ કરવામાં આવી છે. કોંગ્રેસનાં નેતા હાર્દિક પટેલની વિરમગાંવ નજીક હાંસલપુરથી ધરપકડ કરવામાં આવી છે. આ કેસમાં કોર્ટે હાર્દિક પટેલ વિરુદ્ધ બિનજામીનપાત્ર વોરંટ જારી કરીને 24 જાન્યુઆરીએ હાજર થવાનું કહ્યું હતું. જો કે તેની ધરપકડ પહેલા જ કરવામાં આવી છે.

ડીસીપી રાજદીપસિંહ ઝાલા (સાયબર ક્રાઇમ) એ પણ તેની ધરપકડની પુષ્ટિ કરી હતી. તેમણે કહ્યું, ‘કોર્ટે હાર્દિક પટેલ વિરુદ્ધ બિનજામીનપાત્ર વોરંટ જારી કર્યું હતું. આ પછી હાર્દિક પટેલની ધરપકડ કરવામાં આવી છે. રવિવારે હાર્દિકને કોર્ટમાં રજૂ કરવામાં આવશે. આજે તેને કોર્ટમાં રજૂ કરવામાં આવશે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, અમદાવાદની કોર્ટે શનિવારે પાટીદાર તરફી અનામત રેલી બાદ હિંસા મામલે દાખલ રાજદ્રોહનાં કેસમાં હાર્દિક પટેલ સામે બિનજામીનપાત્ર વોરંટ જારી કર્યું હતું. કોર્ટે નવેમ્બર 2018 માં તેની સામે આરોપો નક્કી કર્યા હતા. જણાવી દઇએ કે, એડિશનલ સેશન્સ જજ બી.જી. ગનાત્રાએ પટેલ વિરુદ્ધ ધરપકડનું વોરંટ ઇસ્યુ કર્યું હતું.

સરકારી વકીલે કોર્ટને જણાવ્યું હતું કે, આરોપી કેસ લટકાવી રાખવા માગે છે અને તેથી જ તેઓ વારંવાર કોર્ટમાં હાજરીથી મુક્તિ માંગી રહ્યા છે. કોર્ટે એવું પણ માન્યું હતું કે, તેઓ જામીનની શરતોનું પણ ઉલ્લંઘન કરી રહ્યા છે અને સુનાવણી દરમિયાન તે નિયમિત હાજર થતા ન હોતો. હાલ હાર્દિક કોંગ્રેસમાં જોડાયા છે. તે સતત પાર્ટી માટે પ્રચાર કરી રહ્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.