Not Set/ ઓસ્ટ્રેલિયાને તેની ધરતી પર પહેલીવાર સીરીઝ હરાવી ભારતે સર્જ્યો ઇતિહાસ

સિડની સિડની ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે રમાયેલી ચોથી અને અંતિમ ટેસ્ટ મેચ વરસાદ અને ખરાબ હવામાનના કારણે ભારત આજે જીતથી વંચિત રહી ગયુ હતુ. જો કે ભારતે ઓસ્ટ્રેલિયાની જમીન પર પ્રથમ વખત ટેસ્ટ શ્રેણી જીતીને નવો ઇતિહાસ રચ્યો હતો. આ શ્રેણી ભારતે ૨-૧થી જીતી લીધી હતી. આની સાથે જ ઓસ્ટ્રેલિયામાં ટેસ્ટ શ્રેણી જીતવા માટેના ૭૨ વર્ષના […]

Top Stories Trending Sports
aus ઓસ્ટ્રેલિયાને તેની ધરતી પર પહેલીવાર સીરીઝ હરાવી ભારતે સર્જ્યો ઇતિહાસ

સિડની

સિડની ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે રમાયેલી ચોથી અને અંતિમ ટેસ્ટ મેચ વરસાદ અને ખરાબ હવામાનના કારણે ભારત આજે જીતથી વંચિત રહી ગયુ હતુ. જો કે ભારતે ઓસ્ટ્રેલિયાની જમીન પર પ્રથમ વખત ટેસ્ટ શ્રેણી જીતીને નવો ઇતિહાસ રચ્યો હતો. આ શ્રેણી ભારતે ૨-૧થી જીતી લીધી હતી. આની સાથે જ ઓસ્ટ્રેલિયામાં ટેસ્ટ શ્રેણી જીતવા માટેના ૭૨ વર્ષના ઇન્તજારનો પણ અંત આવી ગયો હતો.

ઓસ્ટ્રેલિયાની જમીન પર શ્રેણી જીતનાર વિરાટ કોહલી પ્રથમ ભારતીય કેપ્ટન બની ગયો હતો.

સમગ્ર ચાર ટેસ્ટ મેચોની શ્રેણીમાં શાનદાર દેખાવ કરવા બદલ ચેતેશ્વર પુજારાની મેન ઓફ ધ મેચ અને સિરિઝ તરીકે પસંદગી કરવામાં આવી હતી. ચેતેશ્વર પુજારાએ 521 રન કરીને સમગ્ર શ્રેણીમાં છવાયેલો રહ્યો હતો.

સિડની ટેસ્ટ મેચમાં છેલ્લાં પણ વરસાદ અને ખરાબ હવામાનની સ્થિતિ રહી હતી. જેના કારણે રમત શક્ય બની ન હતી.

ગઇકાલે ચોથી અને અંતિમ ટેસ્ટ મેચના ચોથા દિવસે પ્રથમ ઇનિંગ્સમાં ઓસ્ટ્રેલિયાની ટીમ ૩૦૦ રન કરીને ઓલઆઉટ થઇ ગઇ હતી. ત્યારબાદ ભારતે ઓસ્ટ્રેલિયાને ફોલોઓનની ફરજ પાડી હતી. ખરાબ હવામાન અને વરસાદી માહોલ વચ્ચે ચોથા દિવસે રમત વહેલીતકે બંધ કરી દેવામાં આવી હતી.  તે વખત સુધી ઓસ્ટ્રેલિયાએ બીજી ઇનિંગ્સમાં કોઇપણ વિકેટ ગુમાવ્યા વિના ૬ રન બનાવી લીધા હતા. માર્ક્સ હેરિસ બે રન અને ખ્વાજા ચાર રન સાથે રમતમાં હતા. આજે પાંચમા અને અંતિમ દિવસે રમત શક્ય બની ન હતી. આની સાથે જ ભારતની જીત થઇ હતી.

ભારતે તેની પહેલી ઈનીંગ્સમાં ચેતેશ્વર પુજારા(193) અને ઋષભ પંત(159*)ની સદીઓની મદદથી 7 વિકેટ પર 622 રન બનાવી  ઘોષિત કરી હતી.

ચાઇનામેન કુલદીપે વર્તમાન શ્રેણીમાં પ્રથમ ટેસ્ટ મેચ રમતા ૯૯ રન આપીને પાંચ વિકેટ ઝડપી હતી જેના લીધે ઓસ્ટ્રેલિયાની ટીમ તેના પ્રથમ દાવમાં ૧૦૪.૫ ઓવરમાં ૩૦૦ રન કરીને આઉટ થઇ ગઇ હતી. ભારતે ૩૨૨ રનની લીડ લીધા બાદ ઓસ્ટ્રેલિયાને ફોલોઓનની ફરજ પાડી હતી. કુલદીપે હેઝલવુડની વિકેટ ઝડપીને ઓસ્ટ્રેલિયાની  પ્રથમ ઇનિગ્સનો ઇનિંગ્સનો અંત આણી દીધો હતો. હેઝલવુડે ડીઆરએસનો ઉપયોગ કર્યો હતો પરંતુ ત્રીજા અમ્પાયરે પણ તેને આઉટ જાહેર કર્યો હતો. ત્યારબાદ ભારતીય કેપ્ટન વિરાટ કોહલીએ ઓસ્ટ્રેલિયાને ફોલોઓનની ફરજ પાડી હતી.

છેલ્લા બે દિવસ દરમિયાન રમત વરસાદના કારણે મોટા ભાગે બગડી હતી. જેથી સિડનીમાં ટેસ્ટ મેચ જીતવાથી ભારત વંચિત રહી ગયુ હતુ. આજે ઓસ્ટ્રેલિયાની બીજી ઇનિગ્સ આગળ વધનાર હતી. ચાહકો રમત રમાય તેમ ઇચ્છતા હતા.  ઇંગ્લેન્ડની સામે નોટિંગ્હામમાં ૨૦૦૫ બાદ પ્રથમ વખત ઓસ્ટ્રેલિયન ટીમમાં ફોલોઓનની ફરજ પડી છે. આ પહેલા સતત વરસાદ અને ખરાબ હવામાનના લીધે રમત બગડી હતી. પોતાની જમીન ઉપર ઓસ્ટ્રેલિયાની ટીમ ૧૯૮૮ બાદ પ્રથમ વખત ફોલોઓનનો સામનો કરી રહી છે. તે વખતે પણ ઓસ્ટ્રેિલિયાની ટીમને ઇંગ્લન્ડની સામે સિડનીમાં ફોલોઓનનો સામનો કરવો પડ્યો હતો. ભારતની જીત સાથે ચાહકો રોમાંચિત થઇ ગયા હતા.