ભુવનેશ્વરઃ ઓડિશામાં એક ભયાનક માર્ગ અકસ્માત Odissa Accident સામે આવ્યો છે. ગંજમ જિલ્લામાં ગઈકાલે રાત્રે બે બસ વચ્ચેની અથડામણમાં 12 લોકોના મોત થયા હતા અને 6 લોકો ઘાયલ થયા હોવાનું કહેવાય છે. ઘાયલોને MKCG મેડિકલ કોલેજ, બરહામપુરમાં દાખલ કરવામાં આવ્યા છે.
બેરહામપુરમાં સ્થાનિક મિની બસ અને OSRTC બસ સામસામે Odissa Accident અથડાઈ હતી, જેના કારણે આ અકસ્માત થયો હતો. જેમાં 12 લોકોએ જીવ ગુમાવ્યા હતા. આ ઘટના ઓડિશાના ગંજમ જિલ્લાના દિખંડી વિસ્તારમાંથી સામે આવી છે.
સૂત્રોના જણાવ્યા અનુસાર, પાતાપુર પોલીસ સીમા હેઠળના Odissa Accident ખંડાદેઉલી ગામનો એક પરિવાર કન્યાને બરહામપુરમાં તેના સાસરે મૂકવા ગયો હતો. લગ્નની પાર્ટી બાદ સૌ મીની બસ દ્વારા ઘરે પરત ફરી રહ્યા હતા. દરમિયાન સામેથી આવતી ઓએસઆરટીસી બસ સાથે સામસામે અથડાયા હતા. ટક્કર બાદ મીની બસ પલટી ગઈ હતી.
અકસ્માત બાદ સ્થાનિક હોસ્પિટલમાં ભીડ
ઘટના બાદ સ્થળ પર હોબાળો મચી ગયો હતો. ઘાયલોને Odissa Accident તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. બાદમાં તેને બેરહામપુરની MKCG હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યો હતો. OSRTC બસના મુસાફરોને કોઈ ઈજા થઈ ન હતી. જોકે, ડ્રાઈવરની હાલત નાજુક હોવાનું કહેવાય છે. જણાવવામાં આવી રહ્યું છે કે આ દુર્ઘટના સવારે 1 વાગ્યે થઈ હતી.
માહિતી મળતાં જ પોલીસે ઘટનાસ્થળે પહોંચીને મૃતદેહોને Odissa Accident કબજે કરીને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યાં હતાં. પોલીસે પણ આ મામલે તપાસ શરૂ કરી છે. મૃતકોમાં એક જ પરિવારના બે સગીર, ચાર મહિલાઓ અને છ પુરુષોનો સમાવેશ થાય છે. જો કે આ ઘટના પાછળનું કારણ હજુ સુધી જાણી શકાયું નથી. કેસ સંબંધિત વિગતવાર અહેવાલની રાહ જોવાઈ રહી છે.
આ પણ વાંચોઃ પ્રહાર/ મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે ઉદ્વવ ઠાકરે અને શરદ પવાર પર કર્યા આકરા પ્રહાર,જાણો શું કહ્યું
આ પણ વાંચોઃ Manipur Violence/ મણિપુરમાં ફરી એકવાર ઈન્ટરનેટ પ્રતિબંધ 30 જૂન સુધી લંબાવવામાં આવ્યો
આ પણ વાંચોઃ પ્રહાર/ રક્ષા મંત્રી રાજનાથનો વિપક્ષ પર પ્રહાર,’લોકતંત્રની હત્યા થઈ તો ચૂંટણી કેવી રીતે જીતી…’
આ પણ વાંચોઃ Cricketer/ ક્રિકેટર સરફરાઝ ખાનની ભારતીય ટીમમાં પસંદગી કેમ થતી નથી?જાણો આ રહ્યા કારણો….
આ પણ વાંચોઃ Political/ તેલંગાણામાં BRSને મોટો ફટકો, એક ડઝનથી વધુ નેતાઓ કોંગ્રેસમાં જોડાશે