Ahmedabad News: અમદાવાદમાં જાહેર માર્ગો પર કચરો ફેંકનારાઓ સામે મહાનગરપાલિકાની ઝુંબેશ ચાલુ છે. થલતેજ સ્થિત મહારાજા હોટલને બુધવારે સીલ કરવામાં આવી હતી. મ્યુનિ.એ થલતેજમાં સૂર્યા કોમ્પ્લેક્સની તપાસ કરતા ગ્રાઉન્ડ ફ્લોર પર કચરો જોવા મળ્યો હતો. તેમાં સૂકો અને ભીનો કચરો અને ખાસ કરીને ખાદ્ય કચરો ભળતો જોવા મળ્યો હતો.
જણાવીએ કે, અમદાવાદના થલતેજમાં આવેલી મહારાજ હોટલ સીલ કરવામાં આવી છે. જાહેરમાં કચરો નાખવા બદલ અમદાવાદ મહાનગર પાલિકા દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. હોટલ દ્વારા કચરો નાંખવાની ઘટના સીસીટીવીમાં કેદ થઇ હતી. ભીનો અને સૂકો કચરો એક સાથે નાંખ્યો હતો. એએમસીની સ્વચ્છતા સ્ક્વોડ દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે.
મ્યુનિ.એ ઉ.પશ્ચિમ ઝોનમાં 40 જેટલા એકમોની તપાસ કરી 29 એકમોને નોટિસ આપવામાં આવી છે. જ્યારે 2.5 કિલો જેટલો પ્રતિબંધિત પ્લાસ્ટિકનો જથ્થો જપ્ત કરી રૂ. 39500નો દંડ વસૂલવામાં આવ્યો છે.
આ પણ વાંચો:ખાધી નહીં વિચાર્યું પણ નહીં હોય આવી મીઠાઈ વિશે, કિલોનો ભાવ જાણીને છૂટી જશે પરસેવો
આ પણ વાંચો:દેશની ધરતી પર શરૂ થવા જઈ રહી છે પ્રથમ વિદેશી યુનિવર્સિટી, જાણો ક્યાં ક્યાં છે કોર્સ
આ પણ વાંચો:અમીરગઢ બોર્ડર પરથી પોલીસે વિદેશી મહિલા પાસેથી 4.50 કરોડનું ડ્રગ્સ કર્યું કબજે
આ પણ વાંચો:દિવાળીમાં વધારે ઉત્સાહ બની શકે છે જોખમી