Narmada Canal/ સાણંદ-વિરમગામના ધરતીપુત્રોને તરસ છીપાશે, 402 કરોડના વિકાસના કામોનું ખાતમુહૂર્ત

અમદાવાદ જિલ્લાના સાણંદ અને વિરમગામ તાલુકાના ધરતીપુત્રોની તરસ છીપાશે. સરકારે આ ગામોને ગાંધીનગર લોકસભા હેઠળ નર્મદાના કમાન્ડ એરિયામાં ભેળવ્યા છે. આ ધરતીપુત્રોને સિંચાઈ માટે પૂરતુ પાણી મળી રહે તે માટેના આયોજન હાથ ધરવામાં આવ્યા છે.

Top Stories Ahmedabad Gujarat
YouTube Thumbnail 2024 02 13T161446.843 સાણંદ-વિરમગામના ધરતીપુત્રોને તરસ છીપાશે, 402 કરોડના વિકાસના કામોનું ખાતમુહૂર્ત

અમદાવાદઃ અમદાવાદ જિલ્લાના સાણંદ અને વિરમગામ તાલુકાના ધરતીપુત્રોની તરસ છીપાશે. સરકારે આ ગામોને ગાંધીનગર લોકસભા હેઠળ નર્મદાના કમાન્ડ એરિયામાં ભેળવ્યા છે. આ ધરતીપુત્રોને સિંચાઈ માટે પૂરતુ પાણી મળી રહે તે માટેના આયોજન હાથ ધરવામાં આવ્યા છે.

આ આયોજનમાં કુલ 1,429 કરોડના ખર્ચના પ્રોજેક્ટનું આયોજન સરકારે કર્યુ છે. તેના હેઠળ 402 કરોડના પ્રથમ તબક્કાના કામોનું ખાતમૂહુર્ત કર્યુ હતુ. તેના લીધે 35,000 હેક્ટર જમીનને નર્મદાના પાણીથી પિયત કરી શકાશે. આના લીધે ખેડૂતોનું ખેત ઉત્પાદન વધશે અને આ વિસ્તાર હરિયાળો બનશે.

Image

ગાંધીનગર લોકસભાના પ્રજાવત્સલ સાંસદ અને કેન્દ્રીય ગૃહ-સહકારિતા મંત્રી અમિતભાઈ શાહના નેતૃત્વમાં આ સમગ્ર વિસ્તાર સુખાકારીની નવી ક્ષિતિજો સર કરી રહ્યો છે. છેવાડાના માનવી સુધી આધુનિક સગવડોના લાભ પહોંચે તે માટેનું આયોજન અમિતભાઈ કરી રહ્યા છે.

આ યોજનાના પગલે સમગ્ર અમદાવાદ તાલુકાના બધા ગામો નર્મદા કમાન્ડ એરિયામાં આવી જશે. તેના પગલે તેમની ખેતીની પાણીની જરૂરિયાતની સાથે પીવાના પાણીની જરૂરિયાત પણ સંતોષાશે તેમ માનવામાં આવે છે.


આ પણ વાંચોઃ

આ પણ વાંચોઃ

આ પણ વાંચોઃ