Not Set/ ભગવાનની જગન્નાથની જળયાત્રાની શરૂ કરાઇ તૈયારીઓ, સાબરમતી નદીના કિનારેથી…

અમદાવાદ, આગામી જેઠ સુદ પૂનમના દિવસે ભગવાન જગન્નાથની જળયાત્રા યોજાવાની છે. તારીખ ૨૮ જુનનાં ગુરુવારના રોજ રંગેચંગે યોજાનાર આ જળયાત્રાને લઈને જગન્નાથ મંદિરમાં તડામાર તૈયારીઓ શરુ કરી દેવામાં આવી છે. જગન્નાથ મંદિરેથી વહેલી સવારે ૮ વાગ્યે નીકળનાર આ જળયાત્રામાં આ વખતે ૧૦૮ કળશ, ૧૦૮ ધજા-પતાકા, ગજરાજ, સાધુ-સંતો અને ભજનમંડળીઓ જાડાશે. આ ઉપરાંત જગન્નાથ માટે ખાસ […]

Top Stories India
rath 647 071815050511 ભગવાનની જગન્નાથની જળયાત્રાની શરૂ કરાઇ તૈયારીઓ, સાબરમતી નદીના કિનારેથી...

અમદાવાદ,

આગામી જેઠ સુદ પૂનમના દિવસે ભગવાન જગન્નાથની જળયાત્રા યોજાવાની છે. તારીખ ૨૮ જુનનાં ગુરુવારના રોજ રંગેચંગે યોજાનાર આ જળયાત્રાને લઈને જગન્નાથ મંદિરમાં તડામાર તૈયારીઓ શરુ કરી દેવામાં આવી છે. જગન્નાથ મંદિરેથી વહેલી સવારે ૮ વાગ્યે નીકળનાર આ જળયાત્રામાં આ વખતે ૧૦૮ કળશ, ૧૦૮ ધજા-પતાકા, ગજરાજ, સાધુ-સંતો અને ભજનમંડળીઓ જાડાશે.

આ ઉપરાંત જગન્નાથ માટે ખાસ કાવડમાં જાંબુ, કેરી, દાડમનો પ્રસાદ તૈયાર કરવામાં આવશે.

જળયાત્રા મહોત્સવથી રથયાત્રાના પ્રસંગનો વિધિવત રીતે પ્રારંભ થાય છે. આ યાત્રા દરમિયાન સાબરમતી નદીના કિનારેથી ૧૦૮ કળશ ભરીને પાણી જગન્નાથ મંદિર લવાય છે, જે પાણીવડે ભગવાનનો અભિષેક કરવામાં આવે છે. ત્યારે આ જળયાત્રા માટેના તમામ કળશની અત્યારે સાફસફાઈ શરુ કરાઈ છે. તે માટે તમામ કળશ મંદીરના પટરાંગણમાં મુકવામાં આવ્યા છે.