Diwali 2023/ કાળી ચૌદસ : મંત્ર-તંત્રની સાધના માટે સર્વશ્રેષ્ઠ રાત્રિ

દીપોત્સવનો મહાપર્વ શરૂ થઈ ચૂકયો છે આજે નરક ચતુર્દશી એટલે કે કાળી ચૌદસ મનાવાશે આજે તંત્ર મંત્રની ઉપાસના સાથે પરંપરા અનુસાર ઘરમાંથી…

Top Stories Religious Dharma & Bhakti
news black magic કાળી ચૌદસ : મંત્ર-તંત્રની સાધના માટે સર્વશ્રેષ્ઠ રાત્રિ

દીપોત્સવનો મહાપર્વ શરૂ થઈ ચૂકયો છે આજે નરક ચતુર્દશી એટલે કે કાળી ચૌદસ મનાવાશે આજે તંત્ર મંત્રની ઉપાસના સાથે પરંપરા અનુસાર ઘરમાંથી કકળાટ કાઢવામાં આવશે.

દિવાળીના આગલા દિવસે આસો વદ ચૌદસના દિવસે કાળી ચૌદસની ઉજવણી કરવામાં આવે છે. વિઘ્ન અને બાધા નિવારણ માટે કાળી ચૌદશની રાત્રીએ ભૈરવ‚ રૂદ્ર, હનુમાનજી, મહાકાળી માતા જેવા ઉગ્ર પૂજા-પ્રાર્થના કરવામાં આવે છે. આ રાત્રિને સિધ્યદાયની રાત્રિ પણ માનવામાં આવે છે તેથી જ આદિ અનાદિકાળથી કાળી ચૌદશની રાત્રે તંત્ર -મંત્ર-યંત્ર સિધ્ધી પ્રયોગો વિશેષ ફળદાયી હોવાથી તેનું મહત્વ છે.

સામાન્ય લોકો પણ આ રાત્રિએ હનુમાનજીની અનેકવિધ ઉપાસના કરી જીવનના અનેક પ્રશ્ર્નોને હલ કરી શકે છે. તેમજ સંકટ અને બાધાઓથી મૂકિત મેળવી શકે છે. આજે સંધ્યાકાળ પછી મૃત્યુના દેવતા યમરાજને દીવો કરવામાં આવે છે. આ દિવસને નાની દિવાળી પણ કહેવાય છે આજના દિવસે સ્નાન કરી શુધ્ધ વસ્ત્ર ધારણ કરી, તીલક કરી પછી દક્ષિણ દિશામાં મુખ રાખી યમરાજને પ્રાર્થના કરવામાં આવે છે. ઘરના દેવસ્થાનમાં, સ્નાનગૃહમાં, રસોઈ ઘરમાં, ગૌશાળામાં, બગીચામાં, તુલસીના છોડ પાસે કરવાથી સકારાત્મકતા મળે છે અને પાપોનો નાશ થાય છે.

આજે કાળી ચૌદશની ઉજવણી અંતર્ગત લોકો ઘરમાંથી કકળાટ કાઢવા જૂના ઝાડૂ-જૂના માટલા કાઢી તેની જગ્યાએ નવા ઝાડુ અને માટલા મૂકે છે. આ ક્રિયા સાંજે સંધ્યાકાળ પછી કરવામાં આવે છે. આજે લોકો વડા, પૂરી, સૂરણ તળીને વેફર્સ બનાવશે તેને મધ્યાહન અથવા સાંજના સમયે હનુમાનજી, ભૈરવદેવના મંદિરમાં મૂકશે પરિવારના બધાનું રક્ષણ થાય તે હેતુથી આ ક્રિયા કરવામાં આવે છે.


whatsapp ad White Font big size 2 4 કાળી ચૌદસ : મંત્ર-તંત્રની સાધના માટે સર્વશ્રેષ્ઠ રાત્રિ


(અસ્વીકરણ: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને માહિતી પર આધારિત છે. MANTAVYA NEWS આની પુષ્ટિ કરતું નથી.) 

આ પણ વાંચો:Dhanteras 2023/ધનતેરસ પર સોનું ખરીદવા માટે 2 કલાક 56 મિનિટ સૌથી શુભ, જાણો ખરીદી ક્યારે શરૂ કરવી

 આ પણ વાંચો:Diwali 2023/દિવાળી શા માટે ઉજવવામા આવે છે ? આ કારણો છે ખાસ

 આ પણ વાંચો:Kuber Dev/ધનવાન બનવાના સપના જોતા લોકો જાણી લો ‘કુબેર’ દેવનું આ રહસ્ય!