Vaccine/ રસી ડિપ્લોમસી, ભારત પાડોશી દેશોને રસીના 1 કરોડ ડોઝનું દાન કરશે, ભારત સાથેના સંબંધો પર શું અસર થશે..?

રસી ડિપ્લોમેસી, ભારત પાડોશી દેશોને રસીના 1 કરોડ ડોઝનું દાન કરશે, ભારત સાથેના સંબંધો પર શું અસર થશે..?

Top Stories India
crime 2 રસી ડિપ્લોમસી, ભારત પાડોશી દેશોને રસીના 1 કરોડ ડોઝનું દાન કરશે, ભારત સાથેના સંબંધો પર શું અસર થશે..?

આખું વિશ્વ કોરોના વાયરસ સામે યુદ્ધ લડી રહ્યું છે. ભારતે પણ બે રસીથી રોગચાળા સામે તેની નિર્ણાયક લડત તીવ્ર કરી દીધી છે. પરંતુ આ કટોકટીના સમયમાં પણ ભારત તેના પડોશીઓને મદદ કરવામાં પીછેહઠ કરી નથી. ભારત તેના પાડોશી દેશો અફઘાનિસ્તાન, ભૂટાન, બાંગ્લાદેશ, નેપાળ, શ્રીલંકા, માલદીવ અને મોરેશિયસને કોરોના રસીના 1 કરોડ ડોઝ દાન આપી શકે છે. નોંધપાત્ર રીતે, ભારત સરકારે ભારત બાયોટેકના કોવાક્સિન અને સીરમ ઇન્સ્ટિટ્યૂટનાં કોવિશિલ્ડના કટોકટી ઉપયોગને મંજૂરી આપી દીધી છે, ત્યારબાદ 16 જાન્યુઆરીથી ભારતમાં રસીકરણ અભિયાન ચાલી રહ્યું છે.

serum institute of india

અમારી ભાગીદાર વેબસાઇટ લાઇવ મિન્ટ અનુસાર, સરકારની યોજનાઓથી વાકેફ ત્રણ લોકોએ જણાવ્યું હતું કે ભારત કોરોના રસીના લગભગ 1 કરોડ ડોઝ એવા દેશોને આપવાની વિચારણા કરી રહ્યું છે, જેની સાથે મૈત્રીપૂર્ણ સંબંધો છે. દેશમાં તેના આરોગ્ય કર્મચારી અને ફ્રન્ટ લાઇન વર્કરો માટે રસીની જરૂર હોવા છતાં, ભારત રાજદ્વારી સંબંધોને સુધારવા માટે વિચારણા કરી રહ્યું છે.

સુત્રો દ્વારા પ્રાપ્ત માહિતી અનુસાર  ભારત અફઘાનિસ્તાન, ભૂટાન, બાંગ્લાદેશ, નેપાળ, લંકા, માલદીવ, મોરેશિયસ અને સેશેલ્સ જેવા દેશોમાં સીરમ ઇન્સ્ટિટ્યૂટના કોવિશિલ્ડ અને ભારત બાયોટેક કોવાક્સિનના લગભગ 1 કરોડ ડોઝનું દાન કરી શકે છે.  જણાવી દઈએ કે ભારત પડોશી દેશોની મદદ કરીને માત્ર માનવતાનો ધર્મ નથી નીભાડી રહ્યું પરંતુ તેની મુત્સદ્દીગીરીને નવું આયામ પણ આપી રહ્યું છે.

લાઇવ મિન્ટ અનુસાર,ભૂતાનના વડા પ્રધાન લોટ્ટે શેરિંગે જાહેરાત કરી હતી કે ભારત સરકાર તેમને કોરોના રસી મફત આપશે. આ સિવાય 20 જાન્યુઆરીએ બાંગ્લાદેશને ભારત તરફથી કોરોના કોવિશિલ્ડના 2 મિલિયન ડોઝ પણ પ્રાપ્ત થશે. એટલું જ નહીં, નેપાળને પણ ભારત સરકાર દ્વારા કોરોના રસી મફત આપવામાં આવશે. આ રીતે, ચીનની રસી ડિપ્લોમેસી સામે ભારતે ખૂબ લાંબી લાઈન બનાવી છે. અને  જેની અસર પડોશી દેશો સાથેના ભારતના સંબંધો પર પણ પડશે.

Vaccine / આવા લોકોએ કોરોના રસી બિલકુલ ના લેવી જોઈએ : ભારત બાયોટેકે આપી…

Rajkot / સૌ.યુનિમાં નકલી ડિગ્રીનું કૌભાંડ : 5 વર્ષમાં 158 વિદ્યાર્થીઓ…


મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ

દેશ દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો