એવરેજ/ ભૂલ ભુલૈયા 2 ની બે દિવસની કમાણી રહી ઠીકઠાક

ફિલ્મ રિલીઝના પહેલા દિવસે ફિલ્મે ધમાકેદાર ઓપનિંગ રહી હતી, જ્યારે બીજા દિવસે બોક્સઓફિસ ઉપર સામાન્ય પ્રતિસાદ મળ્યો છે. બોક્સ ઓફિસ કલેક્શનના આંકડા પ્રમાણે, ફિલ્મના બિઝનેસમાં 28 ટકાથી વધુનો ઉછાળો જોવા મળ્યો છે.

Top Stories Entertainment
ભૂલ ભુલૈયા 2

વિદ્યા બાલન અને અક્ષય કુમારની જોડીએ જે રીતે ફિલ્મ ભૂલ ભુલૈયામાં દર્શકોના દિલમાં જગ્યા મેળવી હતી તેવી જગ્યા મેળવવામાં કાર્તિક આર્યન અને કિયારા અડવાણીને ખૂબ મહેનત કરવી પડે એવું લાગી રહ્યું છે કારણકે   20મી મેના રોજ રીલિઝ થયેલી કાર્તિક આર્યન અને કિયારા અડવાણીની ફિલ્મ ‘ભૂલ ભુલૈયા 2’ સામાન્ય બિઝનેસ કરી રહી છે.

ફિલ્મ રિલીઝના પહેલા દિવસે ફિલ્મે ધમાકેદાર ઓપનિંગ રહી હતી, જ્યારે બીજા દિવસે બોક્સઓફિસ ઉપર સામાન્ય પ્રતિસાદ મળ્યો છે. બોક્સ ઓફિસ કલેક્શનના આંકડા પ્રમાણે, ફિલ્મના બિઝનેસમાં 28 ટકાથી વધુનો ઉછાળો જોવા મળ્યો છે.  ફિલ્મ ‘ભૂલ ભૂલૈયા 2’ એ શુક્રવારે 14.11 કરોડ રૂપિયાનો બિઝનેસ કર્યો હતો. જ્યારે ફિલ્મે રિલીઝના બીજા દિવસે લગભગ 28 ટકાના ઉછાળા સાથે લગભગ 18થી 20 કરોડ રૂપિયાની કમાણી કરી લીધી છે. ફિલ્મની બંને દિવસની કમાણી જોયા બાદ અપેક્ષાઓ પણ વધી ગઈ છે. આવી સ્થિતિમાં એવી અટકળો છે કે કાર્તિક આર્યન અને કિયારા અડવાણી સ્ટારર ફિલ્મ પહેલા વીકેન્ડ પર 50 કરોડનો આંકડો પાર કરી જશે. નિર્દેશક અનીસ બઝમીની ફિલ્મ ‘ભૂલ ભુલૈયા 2’ને દર્શકોનો સારો પ્રતિસાદ મળી રહ્યો છે.

કેવું હતું ટીઝર અને લોકોની અપેક્ષા

આ ફિલ્મનું  53 સેકન્ડનું ટીઝર તમને ‘ભૂલ ભુલૈયા’ના પહેલા ભાગની યાદ અપાવશે જ્યારે તમે તમારા કાનમાં ‘આમી જે તુમ્હારો’ અવાજ સંભળાયો. ટીઝરમાં કાર્તિક આર્યનનો લુક પણ સામે આવ્યો હતો, જે ચોક્કસથી તમને અક્ષય કુમારની યાદ અપાવે એવો હતો. ટીઝરની શરૂઆત ‘આમી જે તુમ્હારો’ થી થઈ હતી  પરંતુ તેમાં કોઈનો ચહેરો દેખાડવામાં આવ્યો નહોતો. આ પછી, કાર્તિકનો સ્વેગ તેના ગળામાં રુદ્રાક્ષની માળા, તેના માથા પર તિલક અને કુર્તા પાયજામા જોવા મળ્યો હતો. તેની સાથે રાજપાલ યાદવ પણ જોવા મળ્યો હતો.  જેની એક ઝલક તમારા ચહેરા પર સ્મિત લાવવા માટે પૂરતી હતી જોકે ફિલ્મમાં ક્યાંક દર્શકોને ઝકડી રાખવાની બાબત મિસિંગ લાગે છે.

Above 1 ભૂલ ભુલૈયા 2 ની બે દિવસની કમાણી રહી ઠીકઠાક

આ પણ વાંચો : નર્મદા મુખ્ય કેનાલમાં પડેલી નીલગાયનું કરાયું રેસક્યું