Administrators/ કોર્પોરેશન, જીલ્લા પંચાયત અને નગરપાલિકામાં આટલા સમય માટે નીમાશે એડમિનિસ્ટ્રેટર

કોર્પોરેશન, જીલ્લા પંચાયત અને નગરપાલિકામાં આટલા સમય માટે નીમાશે એડમિનિસ્ટ્રેટર

Top Stories Gujarat Others
godhara 12 કોર્પોરેશન, જીલ્લા પંચાયત અને નગરપાલિકામાં આટલા સમય માટે નીમાશે એડમિનિસ્ટ્રેટર

ગુજરાત રાજ્યમાં કોરોનાએ કાળો કહેર વર્તાવ્યો છે. કોરોના કહેર વચ્ચે વિધાન સભાની પેટાચૂંટણી અને રાજ્યસભાની ૪ બેઠક માટે ચૂંટણી તો યોજાઈ ગઈ પરંતુ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી હાલ ગુજરાતમાં મોકૂફ રાખવામાં આવી છે. અને વિવિધ કોર્પોરેશન, જિલ્લા પંચાયત અને પાલિકા ની ચૂંટાયેલી પાંખની સમય મર્યાદા પૂર્ણ થવા આવી છે. 

આ સંજોગોમાં આગામી ત્રણ મહિના માટે વિવિધ કોર્પોરેશન, જીલ્લા પંચાયત, નગર પાલિકામાં વિહત્દારોની નિમણુક કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જે અંતર્ગત કોર્પોરેશનમાં કમિશનર ને એડમિનિસ્ટ્રેટર તરીકેની જવાબદારી સોપવામાં આવી છે. 

નગરપાલિકામાં  ચીફ ઓફિસર એડમિનિસ્ટ્રેટર તરીકે  સંભાળશે. જિલ્લા પંચાયતમાં જિલ્લા વિકાસ અધિકારીને   એડમિનિસ્ટ્રેટર તરીકેની જવાબદારી સોપવામાં આવી છે.  વહીવટદારોએ 3 મહિના સુધી વહીવટ સંભાળવો પડશે. વહીવટદારો કોઈ પણ નીતિ વિષયક નિર્ણય નહીં લઈ શકે, પહેલા ના નિર્ણય અમલ કરી શકશે તમામ સંસ્થાઓ માં મુદ્દત પૂર્ણ થશે તે સંસ્થા ના વડા ને રાજ્ય સરકાર સત્તા સોંપશે.

નોધનીય છે કે, દિવાળી બાદ રાજ્યમાં કોરોના વાયરસની બીજી લહેર શરુ થઈ છે. અને રાજ્યમાં ફરીએકવાર કોરોના કેસમાં મોટો ઉછાળો જોવા મળી રહ્યો છે. રાજ્યમાં કોરોના સંક્રમીતોની સંખ્યા ૨ લાખને પાર કરી ચુકી છે.